SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ વ્યાખ્યાન સ્વનિપાઠકેને સત્કાર સિદ્ધાર્થ રાજાએ સ્વલક્ષણ પાઠકેને વંદી સારા શબ્દોમાં ગુણસ્તુતિ કરી, પુખ્યવડે પૂજી, ફળ અને વસ્ત્રાદિના દાનવડે સત્કાર કરી, વિવેકપૂર્વક ઉભા થઈ તેમનું આદર-સન્માન કર્યું અને પ્રત્યેક સ્વપ્ન પાઠકે, પહેલેથી જ સ્થાપેલા સિંહાસન ઉપર પોતાની બેઠક લીધી. ત્રિશલા ક્ષત્રિયાણી પણ કનાતની અંદર સ્થાપેલા સિંહાસન ઉપર બેઠાં. તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિયે હાથમાં ફળ-ફુલ લઈ અતિ વિનયપૂર્વક સ્વપ્ન પાઠકેને સ્વપ્નનું ફળ પૂછવાની તત્પરતા બતાવી. હાથમાં ફળ-ફુલ લઈ, જીજ્ઞાસા કરવાનું કારણ એટલું જ કે रिक्तपाणिर्न पश्येच्च, राजानं दैवतं गुरुम् । निमित्तज्ञं विशेषेण, फलेन फलमादिशेत् ॥ રાજ, દેવ અને ગુરૂનું દર્શન ખાલી હાથે ન કરવું તેમજ નિમિત્તના જાણકાર–જતિષીને વિશેષ પ્રકારે ફળ વિગેરે વડે સન્માનવા અને જ્યોતિષ સંબંધી વાત પૂછવી. કારણ કે ફળથી ફળ મળે છે. સિદ્ધાર્થ ક્ષત્રિયની જીજ્ઞાસા - સિદ્ધાર્થ ક્ષત્રિયે સ્વપ્ન પાઠકને સંબોધી કહ્યું કે-“હે દેવા પ્રિયે! આજે ત્રિશલા ક્ષત્રિયાણી પિતાની મને હર શામાં કંઇક ઉંઘતી અને કંઈક જાગતી–અનિદ્રા કરતી હતી, તે વખતે તેણીએ પ્રશસ્ત ચિદ સ્વમ જેયાં અને એ સ્વમ જોયા પછી તરતજ જાગી ઉઠયાં. એ ચાદ મહાસ્વપ્નનાં કેવાં કલ્યાણકારી ફળ
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy