________________
તૃતીય વ્યાખ્યાન.
કદાચ સારૂ લડી શકે પણ તેમના અહંકારને લીધે કેઈવાર કમ્યું સોનું ધૂળમાં મળતાં વાર ન લાગે.”
રાજાએ તેમને તરછોડી પોતાના રાજ્યમાંથી હાંકી કહાડયા. જ્યાં કેઇ એક આગેવાન નથી હેતે અને તે પોતાનું ડહાપણ ડેળવા માંડે ત્યાં એવી દુર્દશાને કેઈ ન અટકાવી શકે.
નીતિનિરાજભા રડી,
નીતિનિપુણ સ્વપ્ન પાઠકે એકમત થઈ, એક અગ્રેસર નીમી, સિદ્ધાર્થ ક્ષત્રિયની રાજસભામાં આવ્યા અને બે હાથ જોડી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જેડી, રાજાને જય-વિજયશબ્દ વડે વધાવ્યા, આશિર્વાદ આપતાં કહ્યું કે –
હે મહારાજા ! તમે દીર્ધાયુષી થાઓ, યમ-નિયમાદિ વ્રતને ધારણ કરનારા થાઓ, લક્ષમીવાનું થાઓ, યશસ્વી થાઓ, અનેકાનેક પ્રાણીઓને કરૂણદાન આપવામાં અદ્વિતીય પરાક્રમી થાઓ, ભેગની સંપત્તિવાળા થાઓ, ભાગ્યશાળી થાઓ, ઉત્તમ પ્રકારના સૈભાગ્યવડે મનહર થાઓ, પ્રઢ લક્ષ્મીવાળા થાઓ, કીર્તિશાળી થાઓ, અને સમસ્ત જગતનું હંમેશા પાલન-પોષણ કરનારા થાઓ !
“હે નરનાથ ! તમારું કલ્યાણ થાઓ, તમેને સુખ થાઓ, તમારે ત્યાં પુષ્કળ ધન થાઓ, તમે દીર્ધાયુષી થાઓ, પુત્ર જન્મરૂપી સમૃદ્ધિ થાઓ, તમારા શત્રુઓને વિનાશ થાઓ, તમારે જય થાઓ, અને હે રાજન ! તમારા કુળમાં નિરંતર જિનેશ્વર પ્રભુ ઉપર અચળ શ્રદ્ધા હો!”
૭.