SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [૮ર૭ છેવટે બીજે પત્ર લખે છે પણ જવાબ નથી આવતું તેથી મિત્રના પ્રેમ પાછળ અધીરો બનેલે મિત્ર ખૂબ જ મનથી દુઃખી થાય છે. પત્રની રાહ જેતે રહે છે તેમાં એકાએક મિત્ર પોતે જ આવે છે. તેથી તેને અને આનંદ થાય છે. આ દિવસ ખૂબ જ આનંદથી પસાર કરે છે. રાત્રે પૂછે છે કે હે મિત્ર ! મેં તને બે પત્રો લખ્યા તે જવાબ કેમ ના આપે ? મિત્ર કહે કે મને એક પણ પત્ર મળ્યું નથી. આ કહે કે મેં બે પત્રો લખ્યા છે. ભાઈ! સરનામું શું કર્યું હતું ? ભાઈએ જે એડ્રેસ કર્યું હતું તે કહ્યું અરે ! ભાઈ ! આ સરનામું જ ખોટું કર્યું છે. તે ફ્રોમ (From) કર્યું હતું ? ના. જે ક્રોમ કર્યું હોત તે છેવટે પત્ર પાછે તને મળત. આ તે કાગળની વાત કરી હવે આપણી વાત કરીએ આપણે આરાધના ઘણું સરસ કરીએ છીએ. ઉપવાસ, આયંબીલ આ બધી આરાધનાઓ જેવી તેવી નથી. આ આરાધનાઓ ૨૨ પાનાના કાગળ કરતાં ઘણું ચઢી જાય તેવી છે. સાધના, આરાધનાઓ ઘણું કરે છે પણ સરનામું ખોટું કર્યું છે એટલે લક્ષ ખોટું છે. આરાધના કરવા છતાં જે લક્ષ સાચું ન હોય તે એ આરાધનાઓ આપણને જોઈએ તેવી ફળદાયી બનતી નથી. કવર પરનું સરનામું કાગળના લખાણની અપેક્ષાએ ખૂબ ટૂંકું હોય છે છતાં કાગળની સફળતા અને નિષ્ફળતાને આધાર સરનામા પર છે. આ રીતે ઘણી ઉગ્ર તપસ્યાઓ, આરાધના, સાધનાનો આધાર તેના લક્ષ પર છે. આત્મલક્ષે મોક્ષના લક્ષે કરેલી આરાધના સફળ છે. ભૌતિક સુખના લક્ષે કરેલી આરાધના મોક્ષને હેતુ બની શકતી નથી. સંભૂતિ મુનિની આરાધના કેટલી જબ્બર હતી. આ વાત તે સાધુને પણ સમજવા જેવી છે. મોટા સરનામાવાળો કાગળ યથાસ્થાને પહોંચે નહિ તેમ ચારિત્ર લીધું પણ લક્ષ જે ખોટું તે આત્મા મેક્ષ ગતિએ પહોંચે નહિ. સંભૂતિ મુનિની સાધના એટલી અઘેર હતી કે ન પૂછો વાત. એક વાર ચક્રવતી અને તેમની સ્ત્રીરત્ન મુનિના દર્શન કરવા આવ્યા. બન્ને વંદન કરે છે. વંદન કરતાં સ્ત્રીરત્નના માથામાંથી વાળની લટ છૂટી પડી ગઈ. સ્ત્રીરત્નના માથામાં તે ઊંચી જાતના કિંમતી સુગંધી તેલ નાંખેલા હોય છે. જેવી તે વંદન કરવા વાંકી વળી તેવી આ છૂટી પડેલી લટમાંથી સુગંધી તેલનું ટીપું તેમના અંગુઠા પર પડતાં મુનિને ક્રોધ શાંત થયું. તેના શરીરમાં શીતળતા લાગી. મુનિએ નજર કરી તો ચક્રવતીને અને સ્ત્રીરતનને જોઈ. મુનિની આરાધના જબર હતી પણ જીવનનું લક્ષ ચૂકી ગયા. સરનામું ખોટું કર્યું, આટલા વર્ષોથી ચારિત્ર અને તપની સુંદર આરાધના કરી પણ ચકવતીને અને સ્ત્રીરત્નને જોતાં પિતાનું લક્ષ ગુમાવી દીધું, ત્યાં નિયાણું કર્યું કે મારા તપ અને સંયમનું ફળ હેય તે આવતા જન્મમાં હું ચક્રવતી બનું અને મને આવા સ્ત્રીરત્નની પ્રાપ્તિ થાય. મુનિ ભાન ભૂલી ગયા કે મેં દીક્ષા શા માટે લીધી છે? કર્મો ખપાવીને મોક્ષમાં જવા માટે, પણ સરનામું છેટું કર્યું. પોતાના કરેલા તપના ફળને વેચી નાંખ્યું. આ માંગણી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy