SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૬] [ શારદા શિરોમણિ આપવીતી ન સાંભળીએ, કાયા દ્વારા પરમાર્થના કાર્યો ન કરીએ, જીભ દ્વારા મીઠા વચને બોલીને કેઈના બળતા હૃદયને શાંતિ ન આપીએ. પ્રભુના કે ગુરૂ ભગવંતના ગુણગ્રામ ન કરીએ તે આ જીવન રૂપી કારખાના દ્વારા આત્માને કોઈ શુભ કર્મોની કમાણી થશે નહિ અને વધારામાં અશુભ કર્મોના ભાડા ચઢતા જશે. આ માનવ શરીર રૂપી કારખાનાના આ પાંચ ઈનિદ્ર અને મન રૂપી યંત્રો દ્વારા સંવેગ અને વૈરાગ્યનું આધ્યાત્મિક ઉત્પાદન કરવાનું છે. ધર્મની કમાણી કરવાની છે અને પુણ્યની આવક વધારવાની છે. પ્રેમ, કરૂણા, મૈત્રી, શાંતિ, ક્ષમા, સમતા વગેરે ઊંચી જાતને માલ ઉત્પન્ન કરવાને છે. જો આ જાતના શુભ કાર્યોની કમાણી કરી નહિ હોય તો મૃત્યુ આવે ત્યારે પસ્તાવાને વખત આવશે અને પરલેકમાં પણ અશુભ કર્મોના કારણે દુઃખ ભોગવવા પડશે માટે આ જીવનમાં ધર્મ આરાધના કરી લે. ધર્મ વિનાનું જીવન તારું ફેગટ ચાલ્યું જાય છે, કરી નહિ ભાઈ એમાં કમાણી, પાછળથી પસ્તાય છે. જિંદગી-બહુ ટૂંકી છે ને કુરસદ નથી કામથી, બે ઘડીને સમય પ્રેમ કરી લે પ્રભુ નામથી. ધન દૌલત બધું અહીં રહેશે, જીવડે ચાલ્યો જાય છે....ધર્મ સમય તે ધમને જાય છે ને અધર્મને પણ જાય છે પણ અધમીને સમય નિષ્ફળ જાય છે અને ધમીને સમય લેખે જાય છે. જેણે ધર્મ કર્યો નથી તે મૃત્યુને સમય આવે ત્યારે કહે કે કાળરાજા ! ઘડીક રોકાઈ જાવ, હું ધર્મ કરી લઉં ? તે તે રોકાવાનું નથી. તે તે કોઈની રાહ જોશે નહિ. અત્યારે કરવાની કિંમતી તક છે તે આત્મા ! તું કાંઈક કરી લે. આરાધનાના દિવસોની મંગલ શરૂઆત થઈ છે. નવ દિવસની આયંબીલની ઓળી છે. કંઈક હળુકમી જી સો સો આયંબીલ સાથે કરે છે. આ તે માત્ર નવ દિવસ આરાધના કરવાની છે. તો આજથી આરાધનામાં જોડાઈ જજો. આપણું આરાધના સફળ કયારે બને ? આજે ઘણું કહે છે કે અમે તો ઘણી આરાધના કરી. તપ, જપ કર્યા. સામાયિકે કરી પણ અમને તેનું ફળ કંઈ દેખાતું નથી. આરાધના કરે પણ સાથે શ્રદ્ધાને દીપક પ્રગટો હશે અને લક્ષ મેક્ષ તરફનું હશે તે આરાધના સફળ બની શકશે. એક ન્યાયથી સમજીએ. એડેસ ખેરું તે પત્ર ક્યાંથી મળે ? : બે મિત્રો હતા. ગાડીમાં ત્રણ દિવસ સાથે રહેવાથી ઘણું જ મિત્રતા થઈ ગઈહવે એક મિત્રનું ગામ આવવાથી બીજાને કહે છે કે તું ઉતરી જા અને મારા ઘેર ચાલ. બંને મિત્રો સાથે જાય છે. ચાર દિવસ રહે છે. એકબીજાને સ્નેહ ખૂબ વધે છે છેવટે જે દૂર ગામને મિત્ર હતો તે જાય છે. પછી તેને ગયા બાદ આ મિત્ર તેના પત્રની રાહ જુએ છે પણ પત્ર નથી આવતો. મહિને થયો પણ પત્ર ન આવ્યું તેથી આ મિત્ર પ્રેમ અને નેહથી નીતરત ૨૨ પાનાને કાગળ મિત્રને લખે છે પણ તેનો જવાબ ન આવ્યો તેથી નિરાશ થાય છે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy