SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૯૩૫ - આ સાધુ નથી પણ સાધુના વેશમાં ચેર છે. મેં એને શેઠના ઘરમાંથી ચોરી કરીને જતાં નજરે જોયો છે. એણે બધું ધન પાસેની જમીનમાં દાટયું છે. જે તમને વિશ્વાસ ન આવતો હોય તે ચાલો બતાવું. ત્યાં જઈને કેટવાલે જોયું તે મુનિના પગ પાસે દાટેલું ધન અને આભૂષણે નીકળ્યા. આ જોઈને બધાને વિશ્વાસ બેઠે કે મુનિએ ચોરી કરી હશે. મુનિને પૂછયું પણ તેમણે કંઈ જવાબ ન આપે. એટલે કોટવાલે મુનિને ચેર કરાવીને ખૂબ માર મારીને ત્રાસ આપે તેથી વાનમંતર વિદ્યાધર ખૂબ હરખા. મેં એની કેવી દશા કરાવી ત્યાં એણે નરકનું આયુષ્ય બાંધ્યું. પછી રાજાને ખબર આપી કે આવી રીતે એક મુનિએ ચોરી કરી છે એટલે રાજા તરત ત્યાં આવ્યા ને મુનિને જોઈને તેમણે ઓળખ્યા ને એ તો બોલ્યા ! આ તે ગુણચંદ્રશા કે જેમણે રાજપાટ છોડીને દીક્ષા લીધી છે અને આ તે મારા પરમ ઉપકારી છે. એ કદી ચોરી કરે નહિ. એના માણસોને કહે છે તમે મુનિના ચરણમાં પડી ક્ષમા માંગે. રાજા પણ મુનિના ચરણમાં પડી ગયા ને નગરમાં ઢઢેરો પીટાવ્યું કે મહાત્મા ગુણચંદ્ર મુનિ પધાર્યા છે. એટલે નગરના લેકે દર્શને આવ્યા ને ઉપદેશ સાંભળે. કંઈક વ્રતધારી બન્યા ને કંઈક સંયમી બની ગયા અને કેટવાલને રાજાએ પૂછયું કે આ મુનિને તમે ચાર કેવી રીતે માન્યા ને કેવી રીતે પકડ્યા. એટલે પેલો વાનમંતર વિદ્યાધર મનુષ્યના રૂપમાં ત્યાં ફરતે હતો તેને પકડી લાવ્યા ને કહ્યું-એને પકડીને રાજાએ ખૂબ માર માર્યો. મુનિ તે એ પહેલાં વિહાર કરીને પોતાના ગુરૂ પાસે પહોંચી ગયા હતા. વાનમંતર વિદ્યાધરને ખૂબ માર પડવાથી સખ્ત પીડા ભેગવી કેધાવેશમાં મરીને સાતમે નરકે તેત્રીશ સાગરોપમની સ્થિતિએ દુઃખ ભોગવવા લાગ્યા અને ગુણચંદ્ર મુનિ સર્વ જીવોને ખમાવી સંથારે કરીને કાળધર્મ પામીને તેત્રીશ સાગરોપમની સ્થિતિએ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ગુણચંદ્રને આત્મા પ્રબળ પુણ્યના ઉદયથી સંસારની ઉંચામાં ઉંચી સ્થિતિએ પહોંચ્યો અને વિદ્યાધર એટલે અગ્નિશમને આત્મા નીચામાં નીચી કક્ષાએ પહોંચે. હવે નવમા ભાવમાં કયાં કયાં ઉત્પન્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૧૬ કારતક સુદ ૧૩ ને બુધવાર તા. ૭-૧૧-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાનિધી, વિશ્વવત્સલ, ત્રિકીનાથ ભગવાન મહાવીર સ્વામીના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. અનાદિકાળથી ભવસાગરમાં ભમતા આત્માને વીતરાગ વાણી તારનારી છે. જીવને વીતરાગ વાણી ઉપર અનન્ય શ્રદ્ધા થવી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy