SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૪ શારદા સરિતા જમાલ અણગારે પ્રભુની આજ્ઞાને ખીલે છોડી દીધો. તે કાળ કરીને કિલિવરી દેવમાં ઉત્પન્ન થયા છે. ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે હે પ્રભુ! જમાલિ અણગારે સંયમ લઈને લૂખા-સૂકા, નિરસ ને વિરસ આહાર કરીને શરીરને સુકકેભૂકકે કરી નાંખ્યું પણ આપના વચન ઉથલાવ્યા તે કાળ કરીને તેર સાગરની સ્થિતિવાળા કિલિવષી દેવ થયા. એના ગુન્હાની શિક્ષા મળી ગઈ. હવે ત્યાંથી ચવીને ક્યાં જશે ને કયાં ઉત્પન્ન થશે? ત્યારે ભગવાન કહે છે હે ગૌતમ! દેવ-ગુરૂ-ધર્મ-સંઘ-આચાર્ય-ઉપાધ્યાયની નિંદા કરનારા છ કિશ્વિષીમાં ઉત્પન્ન થાય છે ને ત્યાંના ભવસ્થિતિ પૂરી કરીને તેમાંના કંઈક તિર્યચ, મનુષ્ય અને દેવના ચાર-પાંચ ભવ કરીને સમસ્ત કર્મને અંત કરી મેક્ષમાં જાય છે ને કંઈક છે ઘણે કાળ સંસારમાં પરિભ્રમણ કરીને મેક્ષમાં જાય છે તો અહીં તે ગૌતમસ્વામીએ એમ પૂછ્યું કે જમાલિ અણગાર કયાં ઉત્પન્ન થશે? હવે ભગવાન તેને શું જવાબ આપશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- ગુણચંદ્ર રાજાએ વિજયધર્મસૂરિ આચાર્ય પાસે દીક્ષા લીધી ને ખૂબ ઉગ્ર સાધના કરવા લાગ્યા. એક વખત ગુણચંદ્ર રાજર્ષિ વિચરતા વિચરતા કલ્લાક નામના સંનિવેશમાં પધાર્યા. ગુરૂની આજ્ઞા લઈને કેલ્લાક સંનિવેશમાં ધ્યાન ધરીને ઉભા છે તે વખતે પેલે વાનમંતર વિદ્યાધર વિમાનમાં બેસીને મલયગિરી પર્વત ઉપર જઈ રહ્યો હતો. તે વખતે ધ્યાનાવસ્થામાં ઉભેલા ગુણચંદ્ર મુનિને જોઇને એના અંતરમાં વૈરને અગ્નિ પ્રગટ થયા. એના અંગેઅંગમાં ઝાળ ઉઠી અને કેધથી થરથર ધ્રુજવા લાગે ને તેણે શું કર્યું બસ, હવે તો એના દેહની ચટણી કરી નાંખ્યું. આ રીતે કેધથી ધમધમતા વિદ્યાધરે એક મોટી પથ્થરની શિલા લાવી મુનિ ઉપર ફેંકી પણ તે મુનિથી દૂર પડી. મુનિ ઉપર પડી નહિ. ત્યારે ફરીને બીજી-ત્રીજી શિલા ફેંકી પણ મુનિ ઉપર પડી નહિ. એ તો અડગપણે ધ્યાનમાં ઉભા રહ્યા. ત્યારે વિદ્યાધરે વિચાર કર્યો કે આનું પુણ્ય પ્રબળ છે. પછી એના ઉપર ઝાડ ફેંકયુ તોય મર્યો નહિ. વિગ્રહ રાજા સાથે ફરીને યુદ્ધ કરાવ્યું તે પણ જીવને રહ્યો અને લેખંડ જેવી મજબૂત પથ્થરની શિલાઓ ફેંકી તોય એના ઉપર પડી નહિ માટે હવે બીજો ઉપાય કરું. એટલે ગામમાં જઈને કઈ ધનાઢ્યને ઘેર ચોરી કરી અને એ દાગીના ચેરીને મુનિના પગ પાસે ખાડે કરીને દાટી દીધા. શેઠને ખબર પડી કે મારા ઘરમાં ચોરી થઈ છે. ચારની તપાસ કરવા લાગ્યા. ત્યારે વિદ્યાધર મનુષ્યના રૂપમાં આવીને કેટવાલને કહે છે આ સાધુએ ચેરી કરી છે. કોટવાલ કહે કે જૈન મુનિ કદી ચેરી કરે નહિ ત્યારે કહે છે મુનિ નહિ પાખંડી હૈિ કહા કેટવાલ સે જાય, વેશ વિરુદ્ધ ચેરી કર ધન રખા, નિજ પાસ છિપાય, દેખા મને નિજ નયનેસે, દેઉ ચલે બતાય હૈ..શ્રોતા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy