SearchBrowseAboutContactDonate
Page Preview
Page 977
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૬ શારદા સરિતા જોઈએ. વીતરાગ પ્રરૂપિત ધર્મ અને તેની વાણી ઉપર જેને દઢ શ્રદ્ધા થાય છે તેનું અજ્ઞાન દૂર થઈ જાય છે. दुर-तरे खलु संसारे, त्वामेव शरणं मम। निःसहायस्य हे देव, तारकस्त्वं जिनेश्वर ॥ આકાશમાં રાત્રે ચંદ્રને પ્રકાશ પથરાય છે, તારલાઓ ઝગમગે છે એ જોઈને અનેક છ આનંદ પામે છે, પણ જેને આંખ નથી એ બિચારો આ પ્રકાશને આનંદ કયાંથી લૂટી શકે? અંધ માણસ જેમ દયાને પાત્ર છે. તેમ અજ્ઞાની પણ અંધની જેમ દયાને પાત્ર છે. આગમ પ્રકાશ એ પામી શકતો નથી. આત્માના અનાદિના અંધકારને દૂર કરવા માટે અને અંતરમાં જ્ઞાનના અજવાળા પાથરવા માટે વિતરાગવાણી અંતરમાં ઉતારવાની જરૂર છે. આ સંસાર અસાર છે. કઈ કઈને શરણભૂત નથી. અનેક મહાન પુરૂષે તમને કહેતા આવ્યા છે પણ એ વાત ગળે ઉતરતી નથી. એનું કારણ એ છે કે તમારી દ્રષ્ટિ ઉપર અજ્ઞાનનું આવરણ આવી ગયું હેય પછી અશરણ પણ શરણરૂપ જ લાગે ને? કાળા કલરના ચશ્મા પહેર્યા હોય તે બધું કાળું દેખાય અને વેત ચશ્મા પહેર્યા હોય તે બધુ વેત અને નિર્મળ દેખાય. કેમ! આ વાત બરાબર છે ને? જેની દષ્ટિ સંસાર તરફ હોય તેને તેમાં આનંદ આવે ને? પણ યાદ રાખજે આ સંસારમાં કોઈની ઈચછા પૂરી થઈ નથી. તમે કેટલા આશાના મિનારા ચણ્યા હશે! અને એ આશાના મિનારા કેટલી વખત જમીનદોસ્ત થઈ ગયા હશે. ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ. આ બધું જાણે છો, જુઓ છો છતાં જીવનમાં અજ્ઞાનતાએ અડ્ડો જમાવ્યું છે એટલે તમે શું માને છે? પેટનું શરણ ધાન્ય છે. જીભનું શરણ સ્વાદુપીણું છે અને શરીરનું શરણ એમ્બેસેડર કે ફીયાટ કાર છે. જે તમારી કાર તમારા શરીરનું શરણું હોય તે તમે ગાડીમાં બેસીને બહાર ગયા અને સામેથી અચાનક ખટારે આવ્યો અને કાર સાથે ભટકાય. એકસીડન્ટ થઈ ગયો અને ખૂબ ઈજા થઈ. હવે તમે જ કહો કે જેને તમે શરણ માન્યું તેનાથી મરણ થયું કે બીજું કંઈ! અહીં આત્માનું અજ્ઞાનપણું છે. જે અલ્પ સુખ ભોગવ્યા પછી એની પાછળ અનંતકાળનું દુઃખ ઉભું થતું હોય તે તે સાચું સુખ નથી. સાચું સુખ તે વીતરાગ પ્રભુએ બતાવેલા ત્યાગમાર્ગમાં છે. આટલા માટે જ્ઞાની કહે છે દેવને પણ દુર્લભ એ મનુષ્યજન્મ પામીને જ્યાં સુધી શરીરને વૃદ્ધાવસ્થાએ ઘેરે ઘા નથી, કેઈ રોગને ઉપદ્રવ થયો નથી, ઈન્દ્રિઓની શકિત ક્ષીણ થઈ નથી ત્યાં સુધી ધર્મનું આચરણ કરી લે. દેવાનુપ્રિય! લશ્કરના ઘેરા કરતાં પણ ઘડપણને ઘેરે મહાન ભયંકર છે. રણમેદાનમાં ઉભેલા સૈનિકને ચારે બાજુથી તીર વાગતા હોય, તલવારના ઘા ઝીલતા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy