SearchBrowseAboutContactDonate
Page Preview
Page 974
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૯૩૩ સંપૂર્ણ જવાબદારી મારા માથે રહેશે. રાજ્યનો માલિક તું રહેશે ને રાજ્યના તમામ વહીવટ હું સંભાળીશ. એની માતાએ કેટલા પ્રશ્નના ઉત્તર સમજાવ્યા હતા. તેમાંનું કાંઈ પૂછયું? છતાં છોકરાઓ કે સરસ જવાબ આપી દીધે! આનું નામ હૈયાને ઉકેલ. જેમ સિદ્ધરાજે બાદશાહને જવાબ આપી દીધે તેમ તમે પણ એવા હોંશિયાર શ્રાવક બને, જેનદર્શનનું એવું સચોટ જ્ઞાન પ્રાપ્ત કરે કે કઈ પાખંડી કે વાદી આવીને તમારી સામે ગમે તેવા પ્રશ્રને કરે કે વાદ કરે તે જડબાતોડ ઉત્તર આપી શકે. આવા નબળા કયાં સુધી રહેશે? સિદ્ધરાજે એના બુદ્ધિથી બાદશાહને જવાબ આપી દીધો. જરાય મુંઝાય નહિ ત્યારે માતાની છાતી ગજગજ પુલી, તે રીતે તમે શાસનમાં રત્ન જેવા બને તો અમારી છાતી ગજગજ ફૂલશે. જુઓને આપણે ત્યાં પણ કાંદાવાડી એવી રાજગૃહી નગરીમાં રત્ન સમાન વીરાણું કુટુંબમાં મણિભાઈ શેઠ વિગેરે જૈન શાસનમાં રત્ન છે. આવા સમૃદ્ધ કુટુંબમાં કેટલે ધર્મ વસ્યા છે. વ્યાખ્યાન હોલમાં હું જેવું છું કે કંઈક છે મહાન સમૃદ્ધ હોવા છતાં ધન કરતાં તેમના જીવનમાં ધર્મ વહાલે છે, તેથી તેઓ તરી જવાના છે. તેમનો ઉદ્ધાર થવાનું છે. જેમ સિદ્ધરાજના રાજાએ બે હાથ પકડયા તો બે કે હું કે ન્યાલ થઈ ગયો! તેમ જે આત્મામાં ધર્મપ્રાણ છે તે અવશ્ય આત્મસાધનામાં ન્યાલ બનશે. સિદ્ધરાજના બે હાથ પકડી લીધા એટલે બાદશાહના માથે તેની જવાબદારી આવી. આપણે પણ બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, વંદન કરીએ છીએ. જે સાચા દિલથી પ્રભુના ચરણે અર્પણ થઈ જઈએ તે આપણે ચિંતાથી મુકત બની જઈએ. એક ભકતે ભજનમાં ગાયું છે કે – તું તારે કે ના તારે, તારો સાથ ના હું, જે જોયા તુજને હાથ, બીજે હાથ ન જેડ, ભરે છે કે મારો બેડો પાર થઈ જશે, મને તું વહેલું મેડે સામે પાર લઈ જાશે, તમામ ઝંઝાવાતે ઠંડા થઈને રહી જાશે, જે મૂળે તારામાં વિશ્વાસ તે ના તેડું .. હે ભગવાન! મને આટલો તારામાં વિશ્વાસ છે. તારી આજ્ઞામાં રહીશ તે મારે બેડે પાર છે. પણ તારી આજ્ઞાની બહાર ગયે તે મારા માટે ભવભ્રમણ ઉભું છે. જમાલિ અણગાર સાચા ભાવથી પ્રભુના ચરણે અર્પણ થઈ ગયા હતા. પણ પાછળથી પ્રભુનું શરણું છોડી દીધું. એક ગાય-ભેંસ જેવું ઢેર પણ જે માલિકના ખીલે રહે છે તે માલિક એને પ્રેમથી ખાણ ખવડાવે છે ને પંપાળે છે. પણ જે ખીલો છેડીને જાય છે તે રખડતા થઈ જાય છે. તેની સંભાળ પણ કેઈ લેતું નથી. તેમાં જે પ્રભુની આજ્ઞા રૂપ ખીલો છોડી દે છે તે આત્મા પણ ચતુર્ગતિ રૂપ સંસારમાં રઝળે છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy