SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૫ શારદા સરિતા ત્યારે એવી ભાવના ભાવે કે હે પ્રભુ! હજુ સામાયિક ચારિત્રમાં છું. આ સામાયિક ચારિત્રમાંથી; હવે યથાખ્યાત ચારિત્ર કયારે પામું કાઉસ્સગ કરીને બેઠો છું પણ હવે શુકલધ્યાન કયારે પામું એવી ભાવના વર્તતી હોય. ઉપાશ્રયમાં દાખલ થતાં નિરૂહિ નિસ્સહિ બેલે છે, જેમ બૂટ બહાર ઉતારીને આવે છે તેમ પાપથી નિવૃત થવા માટે એ શબ્દ બોલાય છે. હે પ્રભુ! તારા ભવનમાં પ્રવેશ કરતાં હું પાપથી નિવૃત બનું છું. અહીં આવ્યા પછી એક પણ પાપનું કાર્ય કરવાનો વિચાર સરખે ન આવે એવા જીવનું કલ્યાણ થયા વિના રહે નહિ. આપણે ભગવતી સૂત્રની વાત ચાલે છે, તેમાં માહણકુંડ નગરમાં કષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદ બ્રાહ્મણની વાત આવે છે, ત્યાર પછી જમાલિકુમારની વાત ચાલી છે. શું અધિકાર આવે છે – . “તસ મળવુડમસ યરસ પૂર્વાનું एत्थणं खत्तियकुंडग्गामे णामं णयरे होत्था वण्णओ।" . છે તે માહણકુંડ નગરની પશ્ચિમ દિશામાં ક્ષત્રિયકુંડ નામનું નગર હતું. તમને એમ લાગશે કે માહણકુંડને ક્ષત્રિયકુંડ નગરની સાથે શું સબંધ હશે? ભગવાન મહાવીર સ્વામી પહેલા દેવાનંદ બ્રાહ્મણીની કુંખે ઉત્પન્ન થયા હતા અને પછી હરણગમેલી દેવે તેમનું સાધારણ કરીને ત્રિશલામાતાની કુખે મૂક્યા એ ક્ષત્રિયકુંડ નગર હતું. મહાવીર પ્રભુ તીર્થંકર થવાના હતા. તીર્થકર બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન ન થાય એટલે ક્ષત્રિયકુળમાં લાવીને મૂકવામાં આવ્યા. જેમને આત્મા કર્મશત્રુને હઠાવવામાં શૂરવીર હતો. તેઓ જે નગરમાં જન્મ્યા તે નગરનું નામ પણ ક્ષત્રિયકુંડ તીર્થકર ભગવંતો જે નગરીમાં જન્મે છે તે ભૂમિપવિત્ર હોય છે એટલે એમની નગરીનું વર્ણન કરવામાં આવે છે. આગળ પાછળને સબંધ બતાવવા માટે બને નગરીના અહીં નામ લખ્યા છે. છાતીમાં દુઃખાવો થતું હોય તે પણ ડોકટર પૂછે છે ને કે તમારું પેટ સાફ આવે છે. જે પેટ સાફ નહિ હોય તે દવા અસર નહિ કરે. એટલે પહેલા પેટ સાફ કરવું જોઈએ. જેમ એકેક અવયવને સબંધ છે તેમ અહીં શાસ્ત્રમાં પણ એકબીજાને સબંધ બતાવવા માટે વર્ણન કરવામાં આવ્યું છે. જે ભૂમિમાં મહાન પુરુષે જન્મ્યા હોય, વિચર્યા હોય તે ભૂમિ અહિંસામય હતી. પણ આજે એ ભૂમિમાં હિંસાના તાંડવો વધી ગયા છે. આજની સરકાર પદેશ સાથે હુંડિયામણ કરે છે. એ હુંડિયામણમાં સારી વસ્તુઓ આપીને હિંસામય સાધને મંગાવે છે ને કેટલા ઓની કતલ કરે છે. પદેશની વસ્તુઓ પહેરતાં વિચાર કરજે. આ મેં વસ્તુ નથી પહેરી પણ એના પ્રાણ પહેર્યા છે. અહિંસા છે ત્યાં ધર્મ છે. ને હિંસા છે ત્યાં પાપ છે માટે હિંસક વસ્તુઓને ત્યાગ કરે. '', ક્ષત્રિયકુંડ નગર ખૂબ મોટું ને વિશાળ હતું. તે નગરમાં ધર્મની પણ વિશેષતા હતી. નગરમાં બાગ - બગીચા ને વાવડીઓ હતા. બગીચા ને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy