SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા વાસનાના જોરથી જડને પૂજારી બની ગયો છે. તે ખોટું છોડાવવા તનતોડ મહેનત કરે છે. મિથ્યાત્વ એ એક પ્રકારને રોગ છે. એને મટાડવા સંતે વીતરાગવાણી રૂપી ડોઝ આપે છે. જેમ નાના બાળકને તાવ આવ્યો હોય તે એની માતા એને પરાણે દવા પીવડાવે છે. મેંમાંથી કાઢી નાખે તો માતા એને આડે પાડી, હાથ પગ ઝાલી નાક દબાવીને દવા પીવડાવે છે, છતાં એ દવાને ઘૂંટડે ઉતારે કે ન ઉતારો એ બાળકના હાથની વાત છે, તેમ આ સંસારમાં જેને મિથ્યાત્વને તાવ આવ્યું છે તેને સંતે દવા આપે છે. પરાણે આપે છે, વારંવાર આપે છે. પણ અંતરમાં ઉતારવી કે ન ઉતારવી તે પિતાના હાથની વાત છે વીતરાગવાણી અંતરમાં ઉતર્યા વિના હેય, ય, અને ઉપાદેયને નિર્ણય પણ કેવી રીતે થઈ શકે? માટે અમે કહીએ છીએ કે હે આત્માઓ! આવો ઉત્તમ માનવભવ પામ્યા છે તે કંઈક પામીને જાવ. એક વાર સમ્યકત્વ પામી જાવ. પછી વારંવાર અમારે તમને કહેવું નહિ પડે. વ્યાખ્યાન કહો, કે સૂત્રનું વાંચન કહે એમાં એક વાત છે કે દરેક જીવો કર્મ ખપાવીને કેમ મેક્ષમાં જાય. મહાન પુરુષના જીવનચરિત્ર શ્રવણ કરવાને એક હેતુ છે કે એ જેવું જીવન જીવી ગયા તેવું આપણે જીવીએ અને ભવસમુદ્ર તરી જઈએ. આપણે જમાલિકુમારને અધિકાર ચાલે છે. આ ભગવતી સૂત્રના ભાવે સમજવા માટે હૃદયની ભૂમિ પવિત્ર ને નિર્મળ બની જવી જોઈએ. જેમ એક રાજાએ બે ચિત્રકારોને બોલાવ્યા અને સામસામી ભીંત ઉપર ચિત્ર ચીતરવાની આજ્ઞા કરી. બંને કારીગરે આવ્યા. એક ચિત્રકારે ભીંત સાફ કરીને ચિત્ર ચીતર્યું ને બીજા ચિત્રકારે ભીંતને ખૂબ સાફ કરી એવી સ્વચ્છ બનાવી કે જાણે અરિસો જોઈ લે. વચમાં પડદો રાખે છે. એણે હજુ પછી હાથમાં ઝાલી નથી અને પેલા ચિત્રકારનું ચિત્ર દેરાઈ ગયું રાજા આવ્યા. જોયું તે એકનું કાર્ય સમાપ્ત થઈ ગયું છે. અને બીજાએ હજુ હાથમાં પીંછી પકડી નથી. રાજા કહે આનું ચિત્ર દેરાઈ ગયું ને તેં શું કર્યું? ત્યારે કહે સાહેબ ! હજુ દિવાલ સાફ કરું છું. હજુ પછી ઝાલવાની લાયકાત મારામાં નથી આવી. એમ બોલતાં વચમાં રહેલો પડદે ખસેડી નાંખે તેથી સામા ચિત્રનું પ્રતિબિંબ એમાં પડયું. આ જોઈ રાજા ખુશ થયા. ચિત્ર ચીતર્યા વિના આબેહુબ ચિત્ર સ્વચ્છ ભીંત ઉપર દેખાવા લાગ્યું. હવે ચીતરવાની જરૂર ખરી? તેમ આપણી હૃદયભૂમિ જે શુદ્ધ હશે તે આ વીતરાગવાણી હદયમાં ઉતારવા માટે કંઈ મહેનત નહિ કરવી પડે. ક્ષણે ક્ષણે આત્માને એક ઉપદેશ આપતા રહે કે હે જીવ! ચીકણા કર્મો : બાંધીને તું કયાં જઈશ? કેના ઉપર કષાય કરે છે, જેના માટે કાવાદાવા કરે છે. ગાપ્રપંચ કરીને ધન કોના માટે મેળવ્યું છે? કઈક સમજ. એક સામાયિક કરીને બેઠા હો
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy