SearchBrowseAboutContactDonate
Page Preview
Page 954
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા જીવનમાં આચરણનું ખૂષ મહત્ત્વ છે. જેનું ચારિત્ર ઉચ્ચ કોટીનું તેવા માનવ મહામાનવ અની શકે છે પણ જ્ઞાન ગમે તેટલુ હાવા છતાં તે પ્રમાણે આચરણ ન હાય તે તેનુ મૂલ્ય નથી. માટે જ્ઞાન અને ક્રિયા અનેની જરૂર છે. ૯૧૩ આજે મનુષ્ય આત્મિકજ્ઞાન પ્રાપ્ત કરવામાં ખૂબ પછાત છે. થાડું વાંચ્યું અગર ગેાખ્યું ને યાદ ન રહે તેા માણસ નિરાશ ખની જાય છે, પણ સંસારના કાર્ય માં નિરાશ અનતા નથી. વહેપારમાં એક વાર પેટ જાય, બે વાર ખાટ જાય તે પણ નિરાશ થતા નથી. આશામાં ને આશામાં વહેપાર કરે છે. આ રીતે દરેક કાર્યમાં આશાથી આગળ વધે છે પણ જ્ઞાનપ્રાપ્તિમાં થોડી ઉંમર થઈ ને સંસારના કષ્યનેા ભાર પેાતાના માથે પડચા એટલે માને છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉંમર વીતી ગઈ પણ આ મનુષ્યની ભૂલ છે. જ્ઞાન પ્રાપ્ત કરવામાં કાળ અને ઉંમરના કોઇ પ્રતિષધ નથી. અહીં તે। જાગ્યા ત્યારથી સવાર સમજીને પુરૂષાર્થ કરેા. તમને જેટલેા સમય મળે તેટલામાં સાવધાન બનીને ઘેાડું થાડુ' જ્ઞાન પણ પ્રાપ્ત કરતા રહેા. જેમ ધનવાન બનવાને માટે એક એક કણને સંગ્રહ કરા છે તેમ જ્ઞાની બનવા માટે પણ એકેક ક્ષણને સદુપયેાગ કરો. આ પ્રમાણે જ્ઞાનીએ વારવાર શા માટે કહે છે? તેનુ કારણ એ છે કે સમ્યગ જ્ઞાન પ્રાપ્ત કરવાથી મનુષ્ય મુકિત રૂપ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ સિદ્ધિ એક જન્મના પુરૂષાર્થથી નહિ પણ ભવાભવ સતત પુરૂષાર્થ કરતા રહેવાથી પ્રાપ્ત થાય છે. માટે માની લેા કે તમે જ્ઞાન મેળવવા પુરૂષાર્થ કરે પણ જિંદૃગીભર પુરૂષાર્થ ચાલુ રાખવા છતાં જો જ્ઞાન ન ચઢે તે પણ નિરાશ ન મનશે. પણ વાદેિવસુરી નામના એક વિદ્વાન આચાર્ય થઈ ગયા. ખૂબ જ્ઞાની હતા. તેમની પાસે એક વૃદ્ધ માણસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તે ઉંમરલાયક શિષ્યને વાદિદેવસુરિએ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી. એટલે આ વૃદ્ધ સંતે ગુરૂની આજ્ઞા શિરોમાન્ય કરીને જ્ઞાનાભ્યાસ કરવાની શરૂઆત કરી અને પોતે એકાંતમાં બેસીને જ્ઞાન ભણવા લાગ્યા. આ રીતે તેમને ગાખતા જોઇને સ્થાનકની ખાજુમાં રહેલે પાડેાશી વિચાર કરવા લાગ્યા કે આવે વૃદ્ધ ડાસે શું ભણી શકવાને છે? તે ગોખ ગેાખ કરે છે એમ કહી તેની હાંસી કરવા લાગ્યા. એક દિવસ જ્યાં આ વૃદ્ધ સત અભ્યાસ કરી રહ્યા હતા ત્યાં આવીને ખાડો ખાદીને એક સાંબેલુ છેોડની જેમ રોપી દીધું ને દરરાજ તેને પાણીથી સિંચન કરવા લાગ્યા. પેલા સતને આ જોઇ ખૂબ આશ્ચર્ય થયું, એટલે એક દિવસ તેને પૂછ્યું – ભાઈ! આ પ્રમાણે દરરાજ સાંબેલાને સીંચન કરવાથી શું લાભ થવાના છે? ત્યારે તે માણસે કહ્યુ કે રાજ રાજ સિંચન કરવાથી આ સાંબેલું કાઈ વાર નવપલ્લવિત થશે ને તેને ફળફૂલ આવશે એ આશાથી તેને સિંચન કરૂં છું. ત્યારે સત આશ્ચર્યચકિત થઇને મેલ્યા-ભાઈ! આ સૂકા લાકડાના સાંબેલાને તુ વર્ષો સુધી પાણી પાય તેથી શું એ લીલુ થવાનુ છે? કદી નí.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy