SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૨ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૧૧૨ કારતક સુદ ૯ને શનિવાર તા. ૩-૧૧-૭૩ સુજ્ઞ બંધુઓ! જ્ઞાનીએ દશ પ્રકારની રૂચીમાં એક કિયા રૂચી કહી છે. ક્રિયારૂચીનું સ્વરૂપ સમજાવતાં ભગવાન બેલ્યા છે “હંસા ના વરિત્તે, તવ વિપણ સર્વ સમરૂ પુત્તીસુ” जो किरियाभाव रुई, सो खलु किरिया रुई नाम ॥ ઉત્ત. સૂ. અ. ૨૮, ગાથા ૨૫ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિની સહાયતાથી જીવનને શુદ્ધ બનાવી ધર્મારાધના કરવાની ભાવના રાખવી તેનું નામ ક્રિયારૂચી કહેવાય છે. કિયા એટલે કર્મમાં રૂચી રાખવી. કર્મ બે પ્રકારના છે. એક સત્કર્મ અને બીજું દુષ્કર્મ. અહીંયા સત્કર્મ કરવાની વાત બતાવી છે. આપણા જીવનનું પ્રત્યેક કાર્ય સમ્યક જ્ઞાનપૂર્વક થાય તે મનુષ્યજીવન પવિત્ર બની શકે છે અને સમજણપૂર્વક ક્રિયા કરવાથી આત્મા મેક્ષ તરફ ગમન કરી શકે છે. પણ સમજણ વિના ગમે તેટલી ક્રિયા કરવામાં આવે છે તેનાથી પુણ્ય બંધાય છે પણ મોક્ષ મળતો નથી. જ્ઞાન ગમે તેટલું હોય પણ જ્ઞાન અનુસાર ક્રિયા ન થાય ત્યાં સુધી સંસાર કટ થતું નથી. જ્ઞાન એ માર્ગદર્શક છે ને ક્રિયાઓ માગે ગમન કરવારૂપ છે. સાચા માર્ગને જાણકાર સાચા માર્ગે જઈ શકે છે. પણ માર્ગ જાણ નહિ હોય તે આડોઅવળો ભટકાશે પણ ધારેલા સ્થાને નહિ પહોંચી શકે. જેમ કે માણસ દેડ દોડતો હાંફળે હાંફળે જઈ રહ્યો હતો ત્યારે એક ડાહ્યા પુરૂષે તેને પૂછયું ભાઈ! તું આટલી વ્યગ્રતાપૂર્વક કયાં જઈ રહ્યો છે? એવું શું કામ છે કે શ્વાસભેર દોડે છે? ત્યારે દોડતે માણસ ઉભો રો ને સૂર્ય તરફ દષ્ટિ કરી તે એને લાગ્યું કે હું અવળી દિશા તરફ દેટ લગાવી રહ્યો છું. ત્યારે પેલા માણસને કહે છે ભાઈ! તમે મને અહીં ઉભે રાખ્યો તે સારું થયું. તમારે ઉપકાર માનું છું. કારણ કે મારે જવું હતું પૂર્વ દિશા તરફ અને દેડી રહ્યો છું પશ્ચિમ દિશા તરફ તમે રેક ન હોત તો હું દેડયે જ રાખત. દેડી દેડીને થાકી જાય તે પણ મારા ધારેલા સ્થાને પહોંચી શક્ત નહિ. તેમ જીવ અનાદિકાળથી ગતિ કરે છે પણ તેણે દિશા અવળી પકડી છે. વચમાં સદગુરૂ રૂપી સજજને તમને અટકાવે છે કે હે ભવ્ય છે. તમે બેટી દોડાદોડ ન કરે. જે તમારે ઈચ્છિત સ્થળે પહોંચવું હોય તે જીવનની દિશા બદલે. વીતરાગના વચનને અનુસરે તે ઈચ્છિત સ્થાને પહોંચી શકશે. સંસાર કાપવા માટે જ્ઞાનપૂર્વક ક્રિયા કરે. જ્ઞાનસારમાં કહ્યું છે કે “થિ વિહિતં કુત્ત, જ્ઞાન માત્ર અનર્થ ” વ્રતનિયમ–ત્યાગ, પ્રત્યાખ્યાન આદિ ક્રિયાઓ વિનાનું જ્ઞાન નિરર્થક છે. મનુષ્ય
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy