SearchBrowseAboutContactDonate
Page Preview
Page 955
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૪ શારદા સરિતા છે ત્યારે પેલા માણસે કહ્યું તમે આટલા બે ઘડપણમાં પણ જે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે આ સાંબેલામાં ફળફૂલ કેમ ન આવી શકે? આ સાંભળીને જ્ઞાનપ્રાતિના વિષયમાં શંકા થઈ અને નિરાશા પણ થઈ અને પિતાના ગુરૂની પાસે જઈને કહ્યુંગુરૂદેવ ! હું ગમે તેટલે પ્રયત્ન કરું તે પણ આ ઘડપણમાં મને શું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે ? એમ કહીને નિરાશા વ્યકત કરી અને પેલા માણસે કરેલી વાત કહી. ત્યારે ગુરૂજીએ દઢતાપૂર્વક કહ્યું આ તે કેવી વાત કરે છે ? એ સાંબેલું તે જડ છે અને તમે ચૈતન્ય છે. તમારી અને સાંબેલાની તુલના કેવી રીતે થઈ શકે? અને તમે કહો છે કે વૃદ્ધાવસ્થામાં કેવી રીતે જ્ઞાનપ્રાપ્તિ થઈ શકે ! તે હું કહું છું કે તમારું શરીર વૃદ્ધ છે પણ તમારે આત્મા કંઈ વૃદ્ધ નથી થયે. આત્મામાં અનંતજ્ઞાન ભરેલું છે એટલે નિરાશ થવાની જરૂર નથી. અત્યારે તમે જેટલું જ્ઞાન પ્રાપ્ત કરશે તેટલું તમારા આત્માને સાથી બનીને તમારી સાથે આવશે અને એ સદા તમારી સાથે રહેશે. ગુરૂની વાત સાંભળી એ વૃદ્ધ શિષ્યની આંખ ખુલી ગઈ અને તેમણે ત્યારથી નિરાશા, પ્રમાદ છોડીને જ્ઞાન ભણવામાં ચિત્ત જેડી દીધું. એ પુરુષાર્થ કર્યો કે અમુક સમયમાં એ એક મહાન વિદ્વાન અને દાર્શનિક બની ગયા. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે માણસની ઉંમર ગમે તેટલી વધી જાય એથી કંઈ જ્ઞાનપ્રાપ્તિમાં બાધ આવતું નથી માટે જીવનના અંત સુધી જ્ઞાન પ્રાપ્ત કરવાને પુરુષાર્થ કરવા જોઈએ. કારણ કે જ્ઞાન એ જીવન છે. જ્ઞાન વિનાનું જીવન પશુ જેવું છે. પશુ જેવું જીવન જીવવાથી શું લાભ? દર્શન-જ્ઞાન-ચારિત્ર, તપ અને સત્ય આ બધા કિયારૂચીમાં સહાયક બને છે. સત્યને નંબર પણ એમાં આવે છે. સત્યની પણ જીવનમાં ખાસ જરૂર છે. સત્ય વિનાનું જીવન એ જીવન નથી, કેમકે સત્યનો મહિમા અપાર છે. સત્ય એ માનવજીવનનું મહત્ત્વપૂર્ણ અંગ છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં કહ્યું છે કે " जंलोगम्मि सारभूतं गंभीरतरं महासमुद्दाओ, थिरतरगं, मेरुपव्ववाओ सोमतरगं चंदमंडलाओ दित्ततरं सूरमंडलाओ, विमलतरं, सरयनहमलाओ सुरभितरंगन्धमादणाओ।" સત્ય લેકમાં સારભૂત છે. તે સમુદ્રથી પણ અધિક ગંભીર છે. મેરૂ પર્વતથી પણ અધિક સ્થિર છે. ચંદ્રમંડળથી પણ અધિક સેમ્ય અને સૂર્યમંડલથી પણ અધિક દેદિપ્યમાન છે. શરદકાળના આકાશથી પણ અધિક નિર્મળ છે અને ગંધમાદન પર્વતથી પણ અધિક સુગંધયુકત છે. આ રીતે સત્ય પણ ધર્મનું મહાન અંગ છે. જીવનમાં સત્યની ડગલે ને પગલે જરૂર પડે છે. પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચનમાતા છે. એ અષ્ટ પ્રવચન માતાને ખોળે જે પિતાનું જીવન અર્પણ કરી દે છે તે સાધક આત્માનું કલ્યાણ કરી મોક્ષમાર્ગે પ્રયાણ કરે છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy