SearchBrowseAboutContactDonate
Page Preview
Page 928
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૮૮૭ તેને શિક્ષક–બેરીસ્ટર, વકીલ–મેજીસ્ટ્રેટ, ઇજનેર આદિ પદવી પ્રાપ્ત કરાવે છે, પણ તેને સદાચારી બનાવી શકતા નથી. એ પુસ્તકનું પાપટીયું જ્ઞાન આપે છે પણ આચરણ કરવાનું જ્ઞાન આપતા નથી. એનું કારણ એ છે કે પાતે સ્વયં તેનું આચરણ કરતા નથી તેા ખીજાને આચરણ કેવી રીતે કરાવી શકે ? આજે જે જ્ઞાન અપાય છે તે જ્ઞાન નથી પણ એક પ્રકારની શિક્ષા છે. એ જ્ઞાન ભાતિક સુખ પ્રાપ્ત કરવામાં સહાયક અને છે. એ જ્ઞાનદાતા શિક્ષકાનું ચારિત્ર એવુ શુદ્ધ હાવુ જોઈએ કે જે મૂંગા શિક્ષકનું કામ કરે. શિક્ષક કંઇ ખેલે નહિ પણ એમને જોઈને વિદ્યાથી જાગૃત ખની જાય. જે જ્ઞાન નિળાને સતાવવાની, ધનને ગુલામ બનાવવાની ને લેગિવલાસમાં ડૂબવાની પ્રેરણા આપે તે સાચી શિક્ષા પણ નથી તે। એને જ્ઞાન તે ક્યાંથી કહી શકાય ? તમને થશે કે સ્કૂલે અને કૉલેજોમાં અપાતા ઉંચા જ્ઞાનને પણ જ્ઞાન ન કહેવાય તેા જ્ઞાન કાને કહેવુ? ટૂંકમાં સાચુ જ્ઞાન એ છે કે જે જ્ઞાનથી મુકિત પ્રાપ્ત થાય. સાચી વિદ્યા તે। તે છે કે વિદ્યા યા વિમુક્તયે । ” જે વિદ્યાથી મુકિત મળે છે ને જન્મમરણના દુઃખથી જીવને છૂટકારો થાય છે. સાચું જ્ઞાન વસ્તુના સ્વરૂપની પિછાણુ કરાવી શકે છે. સભ્યષ્ટિ પ્રાપ્ત થવાથી એનામાં વિવેક જાગૃત થાય છે ને વિવેક આવવાથી તે આત્મા વિષર્ચાથી વિરકત અને છે. કદાચ ગાઢ કર્મોને કારણે એ ત્યાગ ન કરી શકે તે પણ તેમાં આસકત ખનતા નથી. જેમ કાઇ માણસને જેલમાં પૂર્યા હાય તા તે જેલમાં રહે છે, કામ કરે છે, ખાય છે, પીવે છે. છતાં એના મનમાં એવી ભાવના રહ્યા કરે છે કે કયારે આ જેલમાંથી મુક્ત અનુ. આવી રીતે સમ્યષ્ટિ આત્મા પૂર્વકર્મના ઉદયથી સંસારને ત્યાગ ન કરી શકે પણ તેના મનમાં નિરંતર એવી ભાવના રહે છે કે કયારે સંસારથી છૂટું. જ્ઞાની પુરૂષા આત્માના અજર-અમર અવિનાશી સ્વરૂપનું સદા ચિંતન કરે છે. ચિંતનમાં લીન અનીને સઢા એ વિચાર કરે છે કે કઈ કઈ દિશાઓમાંથી આવેલા અનત પરમાણુઓના સમુહથી મારૂ શરીર બન્યું છે. ક્ષણે ક્ષણે શરીરની પર્યાયે પલટાઇ રહી છે. વળી આમારૂ શરીર પુદ્ગલ સ્વરૂપ છે અને આત્મા ચેતના સ્વરૂપ છે, શરીર રૂપી છે તે આત્મા અરૂપી છે. શરીર નશ્વર છે ને આત્મા શાશ્વત છે. હું આત્મા છું, શરીર નથી. શરીર નાશ થાય છે પણ મારા આત્માને કદી નાશ થતા નથી. અનંત : ગુણવાન, અનંત શકિતવાન ને અનંત જ્ઞાનવાન એવા મારા આત્મા ત્રણે કાળમાં શાશ્વત રહેનારા છે. દેહના નાશથી આત્માનેા કદી નાશ થતા નથી. વળી જ્ઞાની એમ સમજે છે કે આ શરીર મારૂ નથી તેા માતા-પિતા, પત્ની, પુત્ર-પુત્રીઓ, બગલા, ધન બધું મારૂં કયાંથી ? જે મારૂ હાત તા એ સદા મારી સાથે રહેત. આ રીતે જડ ચેતનની વહેંચણી કરે છે. ભાગવિષયાને અનર્થની ખાણ જેવા સમજે છે ને સ ંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત ભાવે રહે છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy