SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા અને ચૌદ પૂર્વનું જ્ઞાન સિંધુમાં બિંદુ જેટલું છે, તે એમની અપેક્ષાએ આપણું જ્ઞાન કેટલું? એ મહાન પુરૂષના જ્ઞાન પ્રમાણે આચાર હતો. આજે તે જ્ઞાન ઘણું હોય પણ જ્ઞાન પ્રમાણે આચરણ હેતું નથી. કહેવાનું જુદું ને કરવાનું જુદું હોય છે. જીવનમાં જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ ગુણ વધવા જોઈએ. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જીવને એવી લગની લાગી કે મારા આત્માનું જહદી કલ્યાણ કેમ થાય ને આઠ કને ખપાવી જલ્દી મોક્ષ પ્રાપ્ત કરૂં, એવી જાગૃતિ આવે તેનું નામ સાચું જ્ઞાન છે અને જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહંભાવ આવે કે હું કંઈક છું, મારા જે દુનિયામાં કોઈ જ્ઞાની નથી અને પોતાના જ્ઞાન દ્વારા બીજાને હલકા પાડવાની ને ઉતારી પાડવાની વાત હેય તેને જ્ઞાની કહે છે કે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. જ્ઞાન એ કઈ બહારથી આવતું નથી. જેમ સાકરમાં મીઠાશને ગુણ રહેલે છે એ બહારથી આવતો નથી, તેમ જ્ઞાન એ આત્માને ગુણ છે. સદ્દગુરૂઓ જ્ઞાનાવરણીય કર્મ હટાવવાને ઉપાય આપણને બતાવે છે. કર્મના બંધન કાપી, અંધકારને ટાળી, જીવનમાં જ્ઞાનની રેશની ફેલાવનાર ગુરૂ એ સાચા ગુરૂ છે. જે તમારે ભવસાગર તરવાનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે સદ્દગુરૂને સમાગમ કરે. દીપક જલતે હશે તો તેમાંથી બીજે દીપક પ્રગટાવી શકાશે. પણ દીપક બુઝાઈ ગયે હશે તે તેનાથી કંઈ થઈ શકતું નથી, તેમ જ્ઞાની ગુરૂ જ્ઞાનદીપક પ્રગટાવી શકે છે. આજે દુનિયામાં જ્ઞાન ખૂબ વધ્યું છે, ને ગુરૂઓ પણ ખૂબ વધ્યા છે. સ્કુલમાં ને કોલેજોમાં જ્ઞાન આપનારને પણ તમે ગુરૂ માને છે. પણ એ ગુરૂઓ વિવિધ વિષયનું જ્ઞાન આપે છે અને એ જ્ઞાનથી વિશ્વ વિદ્યાલયની મોટી મોટી ડીગ્રી પ્રાપ્ત થાય છે, સારી નોકરી મળે છે, ઉચે હોદ્દો મળે છે પણ એ જ્ઞાનથી માનવ સાચે માનવ બની શક્તો નથી, આત્મવિકાસ સાધી શકતા નથી, આત્મશકિત બે જાગૃત થઈ શકતી નથી, આવી અનેક વિદ્યાઓને જાણકાર અને વિવિધ ભાષાઓને જાણકાર એ સાચે જ્ઞાની કહેવાતું નથી, કારણ કે શબ્દજ્ઞાન કે ભાષાઓના જ્ઞાનથી આત્માનું કલ્યાણ થતું નથી ઈતિહાસ-ભૂગોળ, ખગોળ, ન્યાયશાસ્ત્ર તથા અલંકારિક ભાષા બોલવાથી કે લખવાથી કઈ લાભ થતું નથી. હા, વિષયની જાણકારી જરૂર થાય છે, પણ જ્ઞાનનું ફળ વિરતી છે, સદાચાર છે. તેની પ્રાપ્તિ ન થાય તે તે જ્ઞાન સાચું જ્ઞાન નથી. અત્યાર સુધી આ સંસારમાં જેટલા મહાન પુરૂ થઈ ગયા તેમણે સજ્ઞાન અને સચ્ચરિત્રથી કર્મોની નિર્જર કરી મેક્ષ પ્રાપ્તિ કરી છે. એક સંસ્કૃત કહેવત છે “સર્વ પવા હસ્તિપદે નિમા : હાથીના પગમાં બધા પગ સમાઈ જાય છે તેવી રીતે સદાચારમાં બધી પવિત્રતા અને બધા ગુણોનો સમાવેશ થઈ જાય છે. દેવાનુપ્રિયે! આજના જ્ઞાનદાતાઓ, જ્ઞાનાર્થી-વિદ્યાથીને વિદ્વાન બનાવી દે છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy