SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ ver શારદા સરિતા અંધુઓ ! આવા ભાવ જગાડે તેનું નામ જ્ઞાન. આવું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે ? જ્ઞાન વિનયથી પ્રાપ્ત થાય છે. આજે જ્ઞાન વધ્યું છે પણ વિનયને દેશનિકાલ કર્યો છે. તમારે કોઇ પણ પ્રકારનું જ્ઞાન મેળવવું હશે તે વિનય પહેલા જોઈશે. કદાચ જ્ઞાનાવરણીય કર્મોના સારા ક્ષયાપથમ થયે! હાય તા વિનય વિના જ્ઞાન મળી જાય તેા પણ તે લાંબે સમય ટકતું નથી. તે પ્રાપ્ત કર્યા પછી ચેડા સમયમાં ભૂલી જવાય છે. તમે ગુરૂ પાસે કે વડીલ પાસે જ્ઞાન લેવા જાવ તેા પહેલાં તે વિનય કરવા જોઇએ. જમાલિ અણુગારે જ્ઞાન પ્રાપ્ત કર્યું પશુ જે રીતે ટકવુ જોઇએ તે રીતે ટકાવી શકયા નહિ. મનમાં અહંભાવ આવી ગયા કે હું કંઇક છું. ભગવાન મહાવીર સ્વામી એ પ્રમાણે કહે છે કે કરવા માંડયું ત્યારથી કર્યું" કહેવાય. ઉદીરવા માંડયું ત્યારથી ઉદીચુ" ને નિરવા માંડયું. ત્યારથી નિયું કહેવાય. એ વચનની અત્યાર સુધી હું શ્રદ્ધા–પ્રતીત કરતા હતા. મને એ વાત રૂચતી હતી. પણ જો એ વાત સાચી હાત તેા આ પથારી થઇ ગઈ હાત. માટે હે મારા શિષ્યા ! ભગવાન મહાવીરનું વચન મિથ્યા છે. હું એના ઉપર શ્રદ્ધા–પ્રતીત કરતા નથી. એમની વાત સાચી માનવા જેવી નથી. જમાલિ અણુગારની વાત સાંભળી કઇંક શિષ્યા એમની વાત ઉપર શ્રદ્ધા કરવા લાગ્યા. પ્રતીત કરવા લાગ્યા ને કંઇક શિષ્યના હૃદય હચમચી ઉઠયા. અહે। ! આપણા ગુરૂની મિત કરી ગઈ કે શું ? સંસારસાગરમાંથી તારનાર જીવનનૈયાના સુકાની, સર્વજ્ઞ પ્રભુના વચન ઉથલાવવા તૈયાર થયા છે ? શિષ્યએ ગુરૂને સમજાવ્યા કે સર્વજ્ઞ પ્રભુના વચન ત્રણ કાળમાં ખાટા હોય નહિ. પણ અભિમાનરૂપી હાથી ઉપર બેઠેલા જમલિ અણુગાર માન્યા નહિ. દેવાનુપ્રિયા ! જે શિષ્ય ગુરૂના વચન ઉથલાવે છે તે અવિનીત શિષ્ય છે. શિષ્ય ગમે તેટલે! જ્ઞાની હાય પણુ ગુરૂ આગળ તે નાના માળ છે. જે શિષ્ય ગુરૂની આજ્ઞામાં રહે છે, ગુરૂ ગમે તેવા કઠોર શબ્દ કહે તેા પણ સમતાભાવે સહન કરે ને સદ્દા પ્રસન્ન રહે તે સાચે! જ્ઞાની છે. એ મુક્તિને ચેાગ્ય છે. એક સંતના આશ્રમમાં તેમના ઘણાં વિદ્યાથી શિષ્યા વિદ્યાભ્યાસ માટે રહેતા હતા. ઘણા શિષ્યા વિદ્યાભ્યાસ કરી ગુરૂની પરીક્ષામાં પાસ થઇને પેાતાને ઘેર ચાલ્યા ગયા. પણ એક શિષ્ય બાર વર્ષ સુધી ગુરૂના આશ્રમમાં રહ્યો, પણ ગુરૂની પરીક્ષામાં પાસ ન થયા તેથી ગુરૂના દિલમાં ખૂબ દુઃખ થયુ ને શિષ્યને કહ્યું કે તું આટલા વર્ષોથી મારી પાસે રહ્યો, પણ હતા તેવા ને તેવા રહ્યો. તે ન તે શાસ્ત્રજ્ઞાન મેળવ્યું કે ન તેા કંઈ કંઠસ્થ કર્યું”. તું કયાં સુધી આવે! રહીશ ? મને તારી ખખ ચિંતા થાય છે. ત્યારે શિષ્ય ખૂબ નમ્રતાપૂર્વક ખેલ્યા-ગુરૂદેવ! મારે અપરાધ ક્ષમા કરો. હું આપની પાસે આટલા વર્ષો રહીને કઇ જ્ઞાન પ્રાપ્ત કરી શકયે નથી તેનું મને દિલમાં ખૂબ દુઃખ છે. પણ વૃદ્ધાવસ્થામાં સેવા કરવા માટે કોઇ ને કોઇ તા જોઇશે. તા હું આપને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy