SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શારદા સરિતા બિમારી માટે તારા દૂધના ઔષધની જરૂર છે. ગુરુને દૂધ આપીને પાછો આવું ત્યારે તુ મને ખાઈ જજે. હું તને પગે લાગું છું. તુ મને દૂધ આપ. વાઘણ જાણે માનવીની ભાષા સમજતી ન હેાય તેમ શાંત થઈને ઊભી રહી. શિવાજીએ દૂધ લીધુ અને જ્યાં પાછા ફરે ત્યાં ગુરુ ઊભા છે. શિવાજીના માથે હાથ મૂકીને ગુરુ કહે છેઃ ધન્ય છે શિવા તને! તારા જેવા ગુરુભકતા, તારા જેવા સમર્પણભાવ બહુ વિરલ વ્યક્તિઓમાં જોવા મળે છે. “ જનની જણ તેા ભક્ત જણુ કાં દાતા કાં શૂર નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર," અર્ધો ડઝન સતાનેાના માતા – પિતા બનવાથી કંઈ વિશેષતા નથી. ભલે એક હાય પણ આવા શૂરવીર હાવા જોઈએ. શિવાજીનું રક્ષણ કરવા ગુરુ પાછળ ઊભા હતા. શિષ્યને ગુરુ કઠિન કામ સાંપે પણ તેની ચિંતા તેા ગુરુને હાય. તમને થશે કે વાઘણુ શિવાજીના શબ્દો સાંભળી શાંત કેમ બની ગઇ? જ્યારે એ વાઘણ મનુષ્ય હતી ત્યારે શિવાજીએ તેના અંતિમ સમયે વાઘણને ખૂબ કષાય આવી હતી તે વખતે તેને આધ આપી શાંત કરી હતી તેથી અત્યારે શાંત થઇ ગઇ ને ગુરુની ઔષધી માટે દૂધ આપ્યું. આ હતી શિવાજીની ગુરુભક્તિ. અંધુએ જ્યારે તમારા ગુરુની ભક્તિ કરવાને સમય આવે ત્યારે તન – મન અને ધનને ભેગ આપીને સેવા કરી લેવી જોઈએ. દેવ – ગુરુને ધર્મની સેવા વિના કદી શિવસુખ નહિ મળે. આવી ઉચ્ચ પ્રકારની સામગ્રી ફરીને કયાં મળશે? મનુષ્યભવ તા ઘણાને મળે છે પણ માનવભવની સાથે આ દેશ, ઉત્તમ કુળ, સુગુરુ, સુધર્મના યાગ અને નિગી શરીર, આ બધા ચાગ મળે ત્યારે ધર્મની આરાધના કરી શકાય છે. માટે તમે સમજી લે કે આ બધા સુયાગ અનત કાળે મને મળ્યા છે એના ઉપયાગ આત્મકલ્યાણ કરવામાં કરી લઉં. આ દેહમાંથી હુંસલા ઊડી જશે પછી કંઇ બની શકવાનું નથી. સમજણુના ઘરમાં આવેલા આત્મા ધર્મની ખાતર પ્રાણ આપી દે છે. પ્રાણ જાય તેા કુરખાન પણ ધર્મને છેડે નહિ. માનવ આજે શું કરી રહ્યા છે? વિચાર કરા. પૈસાને ખાતર ધર્મને વેચી દેવા તૈયાર થાય છે. ચેાથા ને પાંચમા ગુણુસ્થાનકે ઝુલનારની આ દશા હાય ? અલ્પસુખ મેળવવા માટે હિંસા કરવી, અસત્ય ખેલવુ, વિશ્વાસઘાત કરવેા, આ બધુ શ્રાવકોને શાલે? કઇંક શ્રાવકના ઘરમાં આજે કંદમૂળ વપરાય, આરંભ સમારંભના કાઇ પાર નહિ. આગળના સમયમાં તિથિના વિસે શ્રાવકના ઘરમાં લીલેાતરી શાક ન આવે. તેના બદલે આજે લીલેાતરી તે! હાય પણ સાથે બટાટાનું શાક હાય. દશતિથિ બ્રહ્મચર્યનું પાલન થતુ હતુ તેના બદલે આજે તે તિથિને પણ ખ્યાલ નથી હાતા. તારીખ ઉપર ચાલતા થઈ ગયા છે. મને તેા લાગે છે કે જાણે જૈનેાના ઘરમાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy