SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા જૈન ધર્મની વિસ્મૃતિ થવા લાગી છે. શું ધર્મ એ કંઈ કઈ વસ્તુ છે કે જેને જરૂર પડે ત્યારે વપરાય ને ન જરૂર હોય ત્યારે કબાટમાં મૂકી દેવાય. ધર્મ એ તે આત્માને જીગરજાન મિત્ર છે. એવિસે કલાક, ખાતા-પીતા-સૂતા-ઊઠતા-બેસતાં, વહેપાર કરતાં ને ફરવા જતા એ આપણી સાથે હોવું જોઈએ. ધર્મ એક ઉપાશ્રય કે મંદિરમાં નથી. ધર્મ સર્વ જગ્યાએ રહેલો છે. ઉપાશ્રયમાં આવીને ધર્મ કરીએ ને ઘેર જઈને છેડી દઈએ એ ઉપલક ધર્મ કહેવાય. દેવાનુપ્રિયે ! આ વાત તમને સમજાય છે ને ? કે ઉપરથી હાજી હા કરે છે. આટલી વાત તમારા મગજમાં ઠસાવી દે કે ધર્મ વિના હું એક ડગલું ચાલી શકું તેમ નથી. જયાં ધર્મ ત્યાં હું અને હું ત્યાં ધર્મ. પાણુ વિના માછલી જીવી શકતી નથી તેમ ધર્મ વિના હું જીવી શકું તેમ નથી. ધર્મ એ મારો મિત્ર છે. ધર્મ એ જ મારી માતા ને એ જ મારે પિતા, ધર્મ એ મારે દેહ, એ મારી આંખ ને એ જ મારી પાંખ છે. એ જ મારું હૃદય-એ મારું સુખ, સંપત્તિ ને વૈભવ અને એ જ મને ભવસમુદ્ર તરવાનું જહાજ છે. જેમ તમને ધન-કુટુંબ ને પરિવાર વિના ગમતું નથી તેમ તમને ધર્મ વિના ક્ષણ પણ નહિ ગમે ત્યારે ભવસાગર તરતા વાર નહિ લાગે. જેમ તમારા સંતાનને પિતાના માને છે તેમ દેવ-ગુરુ ને ધર્મને પણ પિતાના માનવા જોઈશે. ભવને ને પાપને ભય લાગશે, અનાદિના ભવભ્રમણને થાક લાગશે, જન્મ-જરા ને મરણના ચક્રાવાને ખેદ થશે ત્યારે મોક્ષની રુચિ પ્રગટશે. ઉપાશ્રયે આવીને ત્યાગીની પાસે ત્યાગની ભાવના ભાવવી જોઈએ. ભવપાર ઊતરવા માટે ઉપાશ્રયે આવે છે. અહીં આવીને સંસારસુખની મને સામગ્રી મળે, એ વિચાર મનમાં લવાય નહિ. તારક પાસે ડૂબવાના સાધન ન મંગાય. આપણે ભવમાં ઘણું ભમ્યા છીએ. ઘણી વાર તીર્થકરને આપણને ભેટે થયો હશે. એ તારક તરી ગયા ને આપણે સમુદ્રમાં ડૂબકી લગાવ્યા કરીએ છીએ, તેનું કારણ એ છે કે આપણે વીતરાગની પાસે વીતરાગી બનવાની ભાવનાથી ગયા નથી. ત્યાગીની પાસે જઈને ભેગની ભીખ માંગી છે. નહીંતર આપણી આ દશા ન હોય! સાચા જેને આદર્શ વૈરાગી બની તેમાંથી વીતરાગ બનવાનો હોય. ઉપરથી શ્રાવક બની મુહપતિ બાંધી, સામાયિક લઈને બેસી જવાથી કામ નહિ ચાલે. અસલી શ્રાવક બનવું જોઈશે. કહ્યું છે કે - કાગળ તણી હેડી વડે સાગર કદી તરાય ના, ચીતરેલ મેટી આગથી ભજન કદી રંધાય ના. પૂંઠાની હોડીમાં બેસીને સમુદ્ર તરી શકાય નહિ. કેઈ બેસીને તરવા જાય તે અધવચ ડૂબી જાય. ભડભડતી આગનું મોટું ચિત્ર હોય તેના ઉપર તપેલી મૂકી દેવાથી ભજન બનતું નથી, તેમ જ્ઞાની કહે છે કે શ્રમણે પાસકે! દેખાવથી શ્રાવક બની જવાથી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy