SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૪૧ એક ક્ષણ પણ નહિ ચાલે. આવે ભાવ ઊપડયા તે સમજી લેજો કે મારા બેડા પાર છે. તમને તમારા ગુરુ પ્રત્યે કેવા સમર્પણ ભાવ હાવા જોઈએ! સાચેા શ્રાવક શાસનનું હિત થતુ હાય, ગુરુને શાતા ઊપજતી હાય તેા તેવા કાર્યમાં પેાતાના પ્રાણની પરવા ન કરે. અન્ય ધર્મમાં પણ ગુરુ પ્રત્યે કેટલી ભકિત હાય છે! એક વખતના પ્રસંગ છે. શિવાજીના ગુરુ રામદ્રાસ ખૂબ બિમાર થઈ ગયા. ભકતાએ ઘણા ઈલાજ કર્યા પણ ગુરુના રાગ મટતા નથી. શિવાજીને ખબર પડી કે મારા ગુરુ ખિમાર છે. રાજ્યના હજારો કામ પડતા મૂકી દાડતા ગુરુ પાસે આવી ગયા. આત્માથી જીવા સમજે છે કે સંસારની ભકિત ભવસમુદ્રમાં ડૂબાડનાર છે અને ત્યાગીની ભકિત તારનાર છે. ભગવાન મહાવીર સ્વામી ઉપર ગેાશાલકે તેજુલેશ્યા છેોડી ત્યારે તેની ગરમીથી ભગવાનને લેાહીના ઝાડા થઈ ગયા અને લેાક ખેલવા લાગ્યા કે ભગવાન હવે જીવશે નહિ. તે વખતે ભગવાનના એક રાહા નામના નાના શિષ્ય પર્યંત ઉપર ધ્યાન કરતા હતા તેમને ખબર પડી ત્યારે નાના બાળકની જેમ પાક મૂકીને રડવા લાગ્યા શું મારા પ્રભુ નહિ જીવે ? આ ગુરુ પ્રત્યેની અનન્ય ભકિત. એ વાત લાંખી છે, અત્યારે આપણે અહી લેવી નથી. શિવાજી કહે છેઃ ગુરુદેવ ! આપની શું આજ્ઞા છે ? આપને કયું ઔષધ અનુકૂળ આવશે. ગુરુજી કહે છેઃ શિવા! મારા રાગની ઔષધિ તે છે પણ મેળવવી ખૂબ મુશ્કેલ છે. શિવાજી કહે છેઃ ગુરુદેવ! આ શિવાને આપના કરતાં શું વિશેષ છે ? આપ સાજા હશેા તેા હજારે જીવાને ધર્મના મેધ આપશે. જે ત છે તે ખીજાને તારી શકશે. ડૂબેલા શું કરશે ? આપની ઔષધિ ગમે ત્યાંથી શેાધી લાવીશ. આપની અસહ્ય પીડા મારાથી જોવાતી નથી. જલદી કહેા. ગુરુ કહે છેઃ શિવા ! વાઘનું દૂધ મળે તે! મારે રાગ જાય. ઘણાં ભકતા ઊભા હતા પણ વાઘણુના દૂધનું નામ સાંભળીને સૌ રવાના થવા લાગ્યા. કદાચ મને આજ્ઞા કરશે તે ભેાગ મળી જશે એમ માનીને ચાલ્યા ગયા. સાચે શિષ્ય શિવાજી ઊભેા રહ્યો. શિવાજીના હૈયામાં ગુરુભકિતનુ અજમ સ્થાન હતું. શ્રદ્ધા હતી કે ગુરુની ભકિત કરતાં કદી કષ્ટ પડતુ નથી. શિવાજી ઊપડયા જંગલમાં, ગાઢ જંગલમાં ગયા પણ કયાંય વાઘણ જોવામાં ન આવી. ઘણુ ફર્યા ત્યારે એક જગ્યાએ વાઘણના બે ખચ્ચાં જોયા. ત્યાં એનુ હૈયું હરખાયું. નકકી જ્યાં અચ્ચાં છે ત્યાં એની મા અવશ્ય હશે. આમ તેમ દૃષ્ટિ કરે છે ત્યાં વાઘણુ બહારથી આવીને સીધી એના અચ્ચા ઉપર તરાપ મારીને નખ બેસાડે છે. શિવાજી પણ સીધી વાઘણને પકડે છે. શિવાજી તેા ગમે તેમ ાય બહાદુર હતા. અને ડર ન લાગ્યા. વાઘણને પકડીને પંપાળી, હાથ ફેરવીને કહે છે હે માતા ! તારા ચરણે મારા દેહ અર્પણ કરી દઉં છું. થાડુ દૂધ આપ. મારા ગુરુને મને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy