SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા (૨) કષાયને ત્યાગ (૩) ગુણાનુરાગ. દેષ દેખે તે પિતાના દેખજે ને ગુણ દેખે તે બીજાના દેખજે. માથાને કાપનાર દુશમન હોય પણ તેનામાં કે ગુણ છે તે જોજે. અનાદિકાળથી જીવને ભટકવાપણું હોય તે તેનું કારણ સ્વદેષને છુપાવવા અને બીજાના દોષને ખુલ્લા કરવા. એ જ જીવે કર્યું છે. આપણું મોટા મોટા પહાડ જેવા દે આપણને દેખાતા નથી પણ કોઈને રાઈ જેટલે દેષ આપણને પહાડ જે દેખાય છે. આપણે કેઈનું ઘણું અપમાન કરી નાંખીએ તે આપણે મન કાંઈ નહિ અને આપણું સહેજ અપમાન કરી નાંખે તે મનમાં ખટકે છે. પણ વિચાર કરજે, નરક અને તિર્યંચમાં કેવા અપમાન સહન કર્યા! વનસ્પતિમાં ગયો ત્યાં ભાજીપાલ બનીને ટકે શેરના ભાવમાં વેચાયે, કપાયે, છેદા ને શેકા ત્યાં અપમાન સાહ્યું? અહીં બધા તાગડધીન્ના છે. બળદના ભવમાં મોઢે શીકલી બાંધી ઘઉંના ખળામાં ઉભે રદ્દો પણ એક કણ ખાવા ન મળ્યો. તમે ગઈ કાલે પાણીના ઉપવાસ, પૌષધ, આયંબીવ કર્યા તે સૌ તમને શાતા પૂછવા લાગ્યા પણ એ પશુઓને અને નિરાધાર માણસે ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા હશે તેમને કોઈ શાતા પૂછે છે? તપનું કેટલું મહત્વ છે? સમજણપૂર્વક એક નવકારશી તપ કરે તે સો વરસના નરકના દુઃખ નિવારે છે. તે ચાતુર્માસના દિવસોમાં બને તેટલા વધુ તપ કરવા. વૈષ્ણવો પણ ચાતુર્માસમાં યથાશકિત તપ કરે છે. તમે વધુ ન કરી શકે તે રાત્રિ ભજનને ત્યાગ, સવારે નવકારશી-આટલું તે અવશ્ય કરજે. બીજાને તપ કરતાં જોઈ હું જ્યારે આ તપ કરૂં! બીજાના ગુણ જોઈને ગુણ ગ્રહણ કરવાની દૃષ્ટિ રાખજો. એથે બોલ છેઃ ધર્મકરણીમાં અપ્રમત ભાવ માનવ. વિચાર કરે, કે આજે નહિ કાલે ઉપાશ્રયે જઈશું. સાસુ વિચાર કરે, કે દીકરાને પરણાવી લઉં-વહુ આવશે પછી નિરાંતે ધર્મધ્યાન કરીશ. પણ પછી શારીરિક શકિત નબળી પડી ગઈ તે કેવી રીતે તપ કરી શકવાના છો? માટે ભગવાન કહે છે. જ્યારે ધર્મક્રિયા કરવાનું મન થાય ત્યારે વેગથી કરી લેજે અને પાપના કાર્યમાં પ્રમાદ કરજો. ને ધર્મમાં અપ્રમત ભાવ લાવજો. આપણું શરીર રોગોનું ઘર છે. જ્યાં સુધી બહાર નથી આવ્યા ત્યાં સુધી સારા છે. મહાન પુરૂષે તે રોગમાં પણ કામ કાઢી ગયા છે. ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી મુનિને અધિકાર છે. એ અનાથી મુનિને રોગ આવ્યે, ઘણું ઉપચાર કર્યા પણ રેગ ન મટ. છેવટે સંયમ લેવાને સંકલ્પ કર્યો અને એક રાત્રીમાં રોગ મટી ગયે ને તેઓ સંયમ પથે ચાલ્યા ગયા. ચારિત્રવાન આત્મામાં કેટલી તાકાત છે! અનાથી મુનિ વિચરતા વિચરતા રાજગૃહી નગરીની બહાર શ્રેણીક રાજાના મંડીકુક્ષ નામના બગીચામાં પધાર્યા. એક રાજા બગીચામાં ક્રિીડા કરવા માટે ગયા. તેઓ ઘણીવાર મંડીકુક્ષ ઉદ્યાનમાં આવ્યા હતા પણ આજે તેનું વાતાવરણ કંઈ જુદું જ લાગ્યું. કેઈ અપૂર્વ શાંતિનો અનુભવ થયો. એ મહાન પુરૂષના પવિત્ર
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy