SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ શારદા સરિતા પરમાણુઓ જ્યાં જ્યાં વિખરાય છે, ત્યાંનું વાતાવરણ પવિત્ર બની જાય છે. મહારાજા વિચાર કરે છે કે આજે કંઈક જુદે આનંદ અનુભવું છું, આનું કારણ શું? બગીચામાં ફરતા ફરતા એક વૃક્ષ નીચે ઉભેલા મુનિ ઉપર તેમની નજર ગઈ. એણે કદી જોન મુનિ જેયા ન હતા. આ સંતને જોઈ મનમાં થયું, નક્કી આ પવિત્ર પુરૂષની પધરામણી થવાથી મારા બગીચાનું વાતાવરણ અનેખું લાગે છે, શું તાકાત છે આ પુરુષમાં ! તરત ઘેડા પરથી નીચે ઊતરી ગયા ને બે હાથ જોડી ઉભા રહ્યા. આ મહાત્મા કોણ હશે? કેવું એનું ભવ્ય લલાટ છે ! એના મુખમાંથી શબ્દો સરી પડયા. अहो वण्णो अहो रुवं अहो अज्जस्स सोमया अहो खन्ती अहो मुत्ती अहो भोगे असंजया ઉત્ત. સુ. અ. ૨. ગાથા ૬ શું આ પુરુષને વર્ણ છે! શું તેનું આશ્ચર્ય પમાડે તેવું રૂપ છે અને તેની કેવી સૌમ્યતા છે. કેવી ક્ષમા ને નિર્લોભતા છે. ભેગે પ્રત્યેને કે વિરાગ ભાવ છે! દેવાનુપ્રિયે ! ચારિત્રનું તેજ કઈ અલૌકિક હોય છે. આજને માનવ આ શરીરની શોભા માટે ઊંચા પ્રકારના સાબુથી સ્નાન કરે છે. પફ પાવડર ને ને લગાડે છે અને આ શરીરને શો વધારે છે. સાધુથી સ્નાન ન થાય છતાં તમારા કરતાં તેમનું શરીર કેટલું સ્વચ્છ રહે છે? સ્નાન કેવું કહ્યું છે તે તમે જાણે છે? धम्मे हरए बम्भे सन्तितित्थे, अणाविलेअत्तपसन्नलेसे जहिं सिणाओ विमलो विसुध्धो, सूसीइभूओ पजहामि दोसं . ઉત્ત, સુ. અ. ૧૨ ગાથા ૪૬ અકલુષિત આત્માને પ્રસન્ન કરવાવાળો શુભ લેશ્યરૂપ ધર્મજલાશય અને બ્રહ્મચર્યરૂપ શાંતિતીર્થ છે. તેમાં સાધુ સ્નાન કરીને પવિત્ર અને શીતળ બને છે અને પાપ રૂપી મેલને દૂર કરે છે. સાધુ વૃદ્ધ હોય, રેગી હોય ને તપસ્વી હોય તે ગૌચરી જાય ત્યારે થાકી જાય તો ગૃહસ્થની આજ્ઞા લઈને વિસામો ખાવા આ ત્રણ કારણે ગૃહસ્થીને ઘેર બેસવાની ભગવાને છૂટ આપી છે. પણ ગમે તે રોગ થયો હોય તે પણ સ્નાન કરવાની ભગવાને છૂટ આપી નથી. સાધુના ચારિત્રની જેટલી વિશુદ્ધિ થાય તેટલો આત્મા વિશુદ્ધ બને. એના શરીરના પરમાણુઓ નિર્મળ બને અને લબ્ધિઓ પેદા થાય છે. એના ફેંકી દેવાના અશુચીમય પુદગલો ઔષધિરૂપ બની જાય છે. રેગીના રેગ ગયા છે. આ ચારિત્રને પ્રભાવ છે. શ્રેણીક રાજા બોલે છેઃ અહો હે મુનિરાજ! શું તારું રૂપ છેબીજી તરફ વિચાર થાય છે કે શ્રેણીક રાજાનું રૂપ જોઈને દેવલોકની દેવાંગનાઓ પણ મોહ પામતી હતી. આવા સ્વરૂપવાન શ્રેણીક રાજા મુનિનું રૂપ જોઈ આશ્ચર્ય પામી ગયા. તે મુનિનું રૂપ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy