SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૧ શારદા સરિતા કરી હસતે મુખે તેને આશીર્વાદ આપીને વિદાય ન આપે? ત્યારે માતા કહે છે બેટા ! એ તે સાચી ક્ષત્રિયાણીને ધર્મ છે. રાજયને ખાતર ક્ષત્રિયાણ દેહને વિયેગ નહીં પણ દેહનાં દાન દેવા પડે તો દઈ શકે છે ને સહી શકે છે. પણ તે દીક્ષા લે છે તે માર્ગે જતાં તારો વિયોગ સહન કરી શકું નહિ. બેટા ! ત્યાં જે બળ રહે છે તે અહીં નથી રહેતું. માટે હે મારા વ્હાલસોયા દીકરા! જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી તું દીક્ષા લેવાની વાત ન કર. તું આ તારી પત્નીઓ સાથે આનંદ કરી મેજમઝા ઉડાવી દીકરાને બાપ બની સંસારની લીલીવાડી વધારીને અમારા મરણ પછી દીક્ષા લેજે. જમાલિકુમારની માતા મહાવીર પ્રભુની બહેન છે, જેને ભાઈ આ તીર્થપતિ હોય તેની બહેન શું નહિ જાણતી હોય કે અમે પહેલાં જઈશું કે દીકરે પહેલે જશે. કાલને કયાં ભરોસો છે? ખૂબ સંસ્કારી હતી. બધું સમજતી હતી પણ પુત્ર પ્રત્યેનું માતાનું વાત્સલ્ય જુદું હોય છે ને બીજે મોહ હોય છે. એ મેહ માતાને મુંઝવે છે. મોહના કારણે માતા ઝુરાપો કરે છે ને કહે છે તું અમને જીવતાં દીક્ષાની વાત ન કરીશ. માતાના રૂદનથી કરૂણ વાતાવરણ સર્જાઈ ગયું છે. આવા સમયે તે જે દઢ વૈરાગી હોય છે તે ટકકર ઝીલી શકે છે. જમાલિકુમાર પણ દઢ વૈરાગી છે. હજુ માતા શું કહેશે ને તેના કેવા જવાબ આપશે તે વાત અવસરે કહેવાશે. ત્રીજો ભવ ચરિત્ર -ગયા જન્મમાં અગ્નિશર્મા અને ગુણસેન પિતા પુત્ર તરીકે હતા. પિતા સિંહરાજા તે ગુણસેનનો જીવ હતું ને પુત્ર આનંદકુમાર તે અગ્નિશર્માને જીવ હતો. પૂર્વના વિરના કારણે પિતા-પુત્રપણે સાંકડી સગાઈમાં ઉત્પન્ન થયા ને અંતે આનંદકુમારે સિંહરાજાને જેલમાં પૂર્યા. રાજાએ સમભાવથી અનશન કર્યું છતાં પણ તેણે હઠ કરી કે તમે ભેજન કરે. રાજા પિતાની પ્રતિજ્ઞામાં દઢ રહ્યા. ત્યારે આનંદકુમારે તલવારને ઘા કર્યો. રાજા સમાધિમરણે મરીને દેવલોકમાં ગયા. કુસુમાવલી આદિ રાણીઓએ દીક્ષા લીધી. આનંદકુમાર ત્યાંથી મરીને નરકમાં ગયા. ત્યાર પછી આનંદકુમારે બીજા ભવ તે ઘણું કર્યા છે. પણ મનુષ્યભવ પામીને જ્યારે એકબીજાના વૈર લીધા છે તે નવ ભવની ગણત્રી કરી છે. હવે ત્રીજા ભવમાં એ બે આત્માઓ કયાં ઉત્પન્ન થાય છે તે વાત સમજાવું છું. ત્રીજા ભવમાં કેવી રીતે વૈરને બદલો લેશે તે જોવાનું છે. નિકાચિત કર્મો ભગવ્યા વિના જીવને છૂટકારો થતું નથી. કોસંબીકા કરણધાર શ્રી અજિતસિંહ બલધારી, જનપ્રિય સચીવ ઈન્દ્રશર્મા કે શુભંકરા સન્નારી. જીવ આનંદ કા ભટકત ભટકત આયા ઉદર મુઝારી હો .... શ્રોતા તુમ. જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં અનેક લોકેના નિવાસભૂત જ્યાં વ્યાધિને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy