SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ શારદા સરિતા ઈન્દ્રિઓ ઉપર કેટલો કંટ્રોલ! આ યુવાન કેણ હતો? સ્વામી વિવેકાનંદ. બીજે કંઈ નહિ. તેના શુદ્ધ બ્રહ્મચર્યના પ્રભાવથી વિદેશમાં જઈને ભારતનું ગૌરવ વધાર્યું છે. જ્યારે આજના યુવાને વિદેશમાં જઈને ભારતની આબરૂને કલંક લગાડે છે. આપણે જે ૌરવવંતી ભારતભૂમિમાં જન્મ્યા તેનું ગૌરવ વધારવું કે ઘટાડવું તે આપણા હાથની વાત છે. એકેક આત્મા સ્વામી વિવેકાનંદ જેવો બને તે ભારતની શાન કેટલી વધી જાય ! જમાલિકુમાર આત્માના અનંત સુખ પ્રાપ્ત કરવાને ઈન્દ્રિઓની ગુલામી છોડવા તૈયાર થયા છે. શ્રદ્ધામાંથી જ્ઞાન અને સમતામય જ્ઞાનથી વૈરાગ્ય સંભવે છે. અંતરને વૈરાગ્ય આત્માને કેઈ અગમ્ય એવા સત્ય-સુંદર અને શીવ સ્વરૂપ પ્રત્યે દેરી જાય છે. જમાલિને આત્મા ખૂબ ઉંચા વૈરાગ્યના રંગે રંગાય છે. તે પિતાની આત્મવ્યથા રજુ કરતાં કહે છે: “ગુહા અંતર કેરી ભરી, ભરી અહં ઘેષ કુરતે, થવા વિશ્વવ્યાપિ, અદકી વધતી આત્મવ્યથા.” હે માતા! આ અંતરના ઓરડામાં અહંભાવનો અંધકાર ભર્યો છે તેને દૂર કરી મારા આત્માને ઉચ્ચ પ્રકાશના પંથે લઈ જવો છે માટે મને દીક્ષાની આજ્ઞા આપો. ત્યારે માતા કહે છે બેટા ! સંસારમાં રહીને પણ આત્મકલ્યાણ કરી શકાય. અહંના અંધારા હટાવી શકાય છે. ઘણુ મહાન પુરૂષોએ આ રીતે આત્મકલ્યાણ કર્યું છે. જ્યારે તું તે અમને બધાને છોડીને સંયમના આકરા માર્ગે જવા તૈયાર થયું છે. શું તું એકલે અટુલે પડેલે આત્મસાધના કરી શકીશ! બેટા! તું અહીં રહે. અમે તારી ભાવનામાં સાથ આપીશું. તારે માર્ગ સરળ બનશે ને તારી આત્મવ્યથા ટળશે. જમાલિકુમાર કહે છે માતા! એકડો ઘૂંટી લીધા પછી બગડાને વારો આવે એ વાત તે તમે જાણે છે ને? તે સમજે. દીક્ષા એ આકરો માર્ગ નથી. જગતના સર્વ સબંધે ઉપરથી મેહબંગન ખસેડી સબંધેને સુસંબધ કરવા માટેની એકાંત સાધના છે. એટલે હું આપને તજવા ખાતર નથી જતો પણ આમભાવે વધુ સમીપ આવવા માટેની સિદ્ધિ કરવા માટે તજવા ઈચ્છું છું. જે રીતે તમેને તજવા ઈચ્છું છું તે રીતે જગતને સર્વ પદાર્થોને તજવા ઈચ્છું છું. માતા કહે છે બેટા ! મેં તને કદી દૂર કર્યો નથી. તું ડીવાર માટે બહાર જાય તે અમે સહન કરી શકતા નથી. તે તું કાયમ માટે અમને છોડીને જવાની વાત કરે છે. તારૂં મુખ જોવા ન મળે. તે મારાથી કેમ સહેવાશે ! આટલું બોલતાં માતાની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. શરીર લથડીયા ખાવા લાગ્યું ત્યારે જમાલિકુમાર કહે છે હે માતા ! તું આ શું કરે છે? તું તે ક્ષત્રિયાણી છે. મૃત્યુને માથે લઇ પ્રજાના અને દેશના રક્ષણ માટે તારો લાડકવાયે યુદ્ધમાં જાય તે તું કપાળમાં કુંકુમનું તિલક
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy