SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા અનુભવ નથી. બીજા રાજ્ય તરફથી આક્રમણનો ભય નથી તેવી દેવનગર સમાન કૌશંબી નામની નગરી છે ત્યાં સત્ય વચન બોલનાર, પ્રિય વચન બોલનાર અને અહંકારી રાજાઓ જેના ચરણમાં નમે છે તેવા તેજસ્વી પ્રજાપાલક, ન્યાયી અજિતસેન રાજા રાજ્ય કરે છે. તેને સમગ્ર રાજયની ચિંતા કરનારે, પિતાનાથી જરા પણ જુદે નહિ પડનારે તે ઈન્દ્રશમાં નામનો બ્રાહ્મણ મંત્રી હતો. તેને શુભંકરા નામની પત્ની હતી. આનંદકુમાર જે નરકમાં ગયો હતો તે નરકનું આયુષ્ય પૂર્ણ કરીને કંઈક ન્યૂન ચાર સાગરેપમ કાળ રખડીને ઈન્દ્રશર્મા પ્રધાન, તેની પત્ની શુભંકરાની કુક્ષીમાં પુત્રીપણે ઉત્પન્ન થયે. જન્મ લીયા કુંવરીકે રૂપમેં દિયા જાલિની નામ, બાલાવયસે મુક્ત બની હૈ, સીખી કલા તમામ * બુદ્ધિસાગર મંત્રી કાર્ત, બ્રહ્મદત્ત અભિરામ હે ... શ્રેતા તુમ. આનંદનો જીવ શુભંકરાની કુખે પુત્રીપણે ઉત્પન્ન થયે છે. જન્મ થયા પછી એનું નામ જાલિની પાડ્યું છે. અગ્નિશમના ભવમાં ઘણા માસમણ કર્યા છે એટલે એણે ખૂબ પુણ્ય બાંધ્યું છે તેના પ્રભાવે રૂપ-સંપત્તિ ખૂબ મળ્યું છે. પ્રધાનને ત્યાં પુત્રી તરીકે ઉત્પન્ન થઈ છે ત્યાં સુખને તૂટે નથી. એ જાલિની ધીમે ધીમે મોટી થઈ. સ્ત્રીઓની ૬૪ કળામાં નિપુણ બની છે. યૌવનના આંગણામાં પ્રવેશ કર્યો. દીકરી મટી થાય એટલે એના મા-બાપને એને પરણાવવા માટે મુરતીય ગતવાની ચિંતા થાય છે. તે રીતે ઈન્દ્રશર્મા બ્રાહ્મણ પુત્રી માટે મુરતીયે ગતવા લાગે. શેધતા શોધતા એ અજિતસિંહ રાજાને પ્રધાન બુદ્ધિસાગર નામને બીજે મંત્રી હતા. તેને બ્રહ્મદત્ત નામે એક પુત્ર હતું. તે ખૂબ સ્વરૂપવાના અને ગુણવાન હતે. ઈદ્રશર્માને થયું કે મારી એકની એક લાડીલી પુત્રી છે તેને અહીં પરણાવું તો સારું. જુકિત જેડી મળે. પિતાને વિચાર બુદ્ધિસાગર મંત્રીને જણાવે છે ને જાલિની તથા બ્રહ્મદતને પણ એકબીજા પ્રત્યે પ્રેમ જાગે છે એટલે બંનેના લગ્ન કરે છે. બ્રહ્મદત અને જાલિનીના લગ્ન થયા પછી સંસારસુખ ભોગવતાં કેટલેક સમય વ્યતીત થયે. શિખીકમારને જન્મ - આ બાજુ સિંહકુમારનો જીવ દેવલોકથી ચવીને કર્મના અચિંત્ય પ્રભાવથી જાલિનીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયું. તેણે તે રાત્રે સ્વપ્ન જોયું કે સુવર્ણને પૂર્ણકળશ મારા ઉદરમાં પેઠે ને પાછો બહાર નીકળી ગયે ને કઈ પણ રીતે ભાંગી ગયે ને પોતે ગભરાતી હોય તેમ લાગી ગઈ. પણ સ્વપ્નની હકીકત તેના પતિને જણાવી નહી. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યા. બંધુઓ ! આ ગર્ભમાં આવેલો જીવ પુણ્યવાન છે ને માતાને જીવ પાપી છે. પુત્ર જ્યારથી ગર્ભમાં આવ્યો ત્યારથી માતાના મનમાં એવા ભાવ થવા લાગ્યા કે આ ગર્ભને મારી નાખું, પાડી નાખ્યું અને ગર્ભને પાડવા માટે અનેક ઉપાય કરવા લાગી. પણ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy