SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૪૮૯ તેને પરણવા તૈયાર થયો. પરણીને શું કરે છે? પિલી પરણીને આવેલી નવોઢા પત્ની કહે છે મારે તે અમુકની સાથે પ્રેમ છે ત્યાં મને લઈ જાવ. એ પૈસાને ગુલામ તેને ત્યાં લઈ જાય ને એના પ્રેમની સાથે પત્ની મનગમતા ખેલ ખેલે ને એનો પતિ એનો ચેકીદાર બનીને ઉભું રહે. ખેલ ખેલીને આવ્યા પછી પત્ની પૂછે છે કેમ? તમને આ બધું ગમ્યું ત્યારે પતિ કહે, બસ તને જે ગમે એમાં હું ખુશ છું. કેવી નિર્લજ ગુલામી! લેક નિંદા કરે, એને ચૂંટી ખાય પણ એ નિર્લજને દયા નથી આવતી. એને કેઈની પરવા નથી. એને તો એની પત્નીની ગુલામીમાં આનંદ આવે છે. દેવાનુપ્રિય! આ દષ્ટાંત આત્મા ઉપર ઘટાવવાનું છે. આપણે આત્મા પતિ છે. ને પાંચ ઈન્દ્રિઓ એની ઉછાંછળી કન્યા જેવી પત્ની સાથે કર્મરાજાએ તેનો સબંધ બાંધે છે. એને ઘણી સુખની સગવડ આપી છે તેથી જીવ પેલા ખવાસ–ચોકીદાર પતિની જેમ ઈન્દ્રિરૂપી રાણીઓને તેના મનગમતા વિષયોમાં તેડી જાય છે તે વિષય સાથે ખેલ ખેલાવી કુલટા એવી ઈન્દ્રિય કહે છે કેમ તને ગમે છે ને? ત્યારે મેહમાં ઘેરાયેલ જીવ કહે છે બસ, તમને ગમે એમાં હું રાજા છું. આ રીતે વર્તન કરવામાં આત્મકલ્યાણ ક્યાં થવાનું? પુણ્ય બંધાય નહિ, જ્ઞાનની આરાધના નહિ ને કર્મની નિર્જરા નહિ. બસ એક ઈન્દ્રિઓની ખુશખુશાલી, ઈન્દ્રિઓને પુષ્ટિ ને તુષ્ટિ મળવાની પણ જીવ તો લુખે બાક્સ રહેવાનો. મારી ઈન્દ્રિઓને કેવું સરસ જેવાનું મળ્યું ને સાંભળવાનું મળ્યું. આંખમાં એંટી જાય છે ને, આમાં કાન લીન થઈ જાય છે. બસ ઈન્દ્રિઓને આનંદ એમાં મને આનંદ. મારે બીજું શું જોઈએ? આ રીતે ઈન્દ્રિઓને જોઈ ખુશાલી મનાવે છે તેની બૂરી દશા થાય છે ને વિષ્ટાના કીડાની જેમ તેનું જીવન આ દૂર્ગધમાં પસાર થાય છે. તેને જીવતાં કે મરતાં કેઈ ઓળખતું નથી. ભેગના કીડા મરીને દુર્ગતિમાં ચાલ્યા જવાના. બંધુઓ ! જેના જીવનમાં બ્રહ્મચર્ય તેજ ઝળકે છે તે જીવોની દશા કેવી હોય છે? એક તેજસ્વી યુવાન પોતાના મકાનની ગેલેરીમાં ઉભે ઉભે વાંચતો હતો. સામા મકાનની ગેલેરીમાં એક નવયુવાન સંદર્યવતી સ્ત્રી સ્નાન કરીને ઉઠીને કપડા બદલાવી રહી હતી. તે યુવાનની આંખ તે તરફ જવા લાગી. આંખને કહે છે તું ત્યાં શા માટે જાય છે? તું તારા વાંચવામાં સ્થિર રહેને? પણ આંખ કામી છે. વળી વળીને તે તરફ જવા લાગી. ત્યારે તે યુવાને રૂમમાં જઈ પીસેલા મરચાને ભૂકકે આંખમાં આંજણ આજે તે રીતે ભરી દીધું. આપણને મરચાવાળો હાથ જે અડી જાય તો બળતરા બળે છે. તે જેણે મરચાં આંખમાં આંજી દીધા તેને કેવી બળતરા બળે? આંખમાંથી પાણી નીકળવા લાગ્યા. એ યુવાન કહે છે પરસ્ત્રી જોવામાં નિર્લજ! મેં તને ત્યાં જવાની ઘણી ના પાડી છતાં તું ત્યાં શા માટે ગઈ? ગુન્હ કર્યો તે ગુન્હાની સજા ભોગવ. એમાં રડે છે શાની?
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy