SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૪૮૫ વ્રતનો વિરાધક બનવા છતાં પણ લોકમાં પિતાને સારે સાધુ તરીકે ઓળખાવા માટે માયા કરી. આ રીતે એ જીવ સાધુપણામાં વિરાધક બનવાથી ને સાથે માયા આચરવાથી મરીને પોપટ બન્યું હશે, છતાં પૂર્વે પ્રાપ્ત કરેલો જ્ઞાનગુણ સર્વથા ભૂંસાઈ ગયો ન હતે. પણ અમુક અંશે એના જ્ઞાનના સંસ્કાર જાગૃત હતા. પિોપટ એક વખત શિકારીના હાથમાં પકડાઈ ગયે. પણ પૂર્વની આરાધનાને કારણે ભવિતવ્યતા સુંદર હતી. તેના કારણે તે વિવિધ ભાષા બોલવા લાગ્યો. એવું મીઠું ને મધુર ભાષાથી બોલવા લાગ્યો. આ સાંભળીને શિકારી ખુશ થયા. તેને વિચાર થયે કે આ પિપટ કેવો મઝાને છે ! કેવું મીઠું મીઠું બોલે છે ! વળી દેખાવમાં પણ સુંદર છે અને વિવિધ પ્રકારની ભાષાઓ બેલે છે. આ ચતુર પોપટ જે રાજાને ભેટ આપે હોય તો રાજા મારા પર પ્રસન્ન થઈને માંગવાથી પણ અધિક ઈનામ આપશે એમ વિચારી તે શિકારી પોપટને રાજા પાસે લાવ્યો. રાજા પણ પિપટને જોઈને ખુશ થયા ને પિોપટને લઈ લીધે. ને શિકારીને ખૂબ ધન આપ્યું તે ઉપરાંત પિતાના અંગ ઉપરના બધા આભૂષણો આપી દીધા. એ રાજાનું નામ નરવિક્રમ રાજા હતું. તે રાજા પિપટની ચતુરાઈ જોઈને ખુશ થયા ને તેણે પિતાની હાલી પુત્રી સુચનાને ભેટ આપે. સુચનાને પણ આ પોપટ બહુ ગમી ગયે. તે પિપટને ખૂબ સાચવવા લાગી. રત્નજડિત સેનાના પાંજરામાં એને રાખતી. રેજ મેવા ને દાડમની કળીઓ ખવડાવતી હતી. પોપટ પ્રત્યે આટલે બધે રાગ થઈ ગયો કે પોપટ વિના એને કયાંય ગમતું નહિ. ખાતા-પીતાં– ઉઠતા-બેસતાં છેવટે સૂતાં પિપટ એની સાથે જોઈએ. એ જ્યાં હરવા-ફરવા ગમે ત્યાં જાય તે પોપટને એની સાથે લઈ જતી. સુલેચના સંતના દર્શન કરવા જતી તે પણ પિપટને સાથે લઈ જતી હતી. એક વખત એક ગામમાં મહાજ્ઞાની સંત પધાર્યા. સુચના દર્શન કરવા ગઈ પોપટને પણું ભેગે લઈ ગઈ. પૂર્વે સાધુપણું પાળીને આવ્યું છે એટલે પંચમહાવ્રતધારી સંતને જોઈ પોપટને આનંદ આનંદ થયે. લળીલળીને વંદન કરવા લાગ્યો. વાણી સાંભળીને ખૂબ જાગૃતિ આવી અને ચિંતવણું કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું. અહો! મેં પૂર્વભવમાં કેવી સુંદર આરાધના કરી હતી પણ પરિગ્રડની મુછ અને લોકમાં સારા કહેવડાવવા માટે માયા કરી તેથી વિરાધક બનીને પોપટ બન્ય. આ તિર્યચપણું પામ્યો. મુનિપણમાં કરેલી વિરાધના શલ્યની જેમ એને ડંખવા લાગી. પણ તિર્યંચના ભવમાં એ બીજું શું કરી શકે! છતાં એ નિર્ણય કર્યો કે રોજ સવારમાં જ્યાં સુધી સંતના દર્શન ન કરૂં ત્યાં સુધી મારે ખાવું પીવું નહિ. સુલોચના દરરોજ એને દર્શન કરવા લઈ જતી પણ એક દિવસ એવું બન્યું કે તે સંતના દર્શન કરવા ગઈ નહિ. પિોપટને દર્શન કરવાનો નિયમ હતો. સુલોચનાએ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy