SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ શારદા સરિતા રાગ છૂટતો નથી. પરિગ્રહની મમતા ઉતરતી નથી, તો કેવળજ્ઞાન કયાંથી મળે? હળકમી છેવો આશ્રવના સ્થાનમાં પણ કેવળજ્ઞાન પામી ગયા છે. પૃથ્વીચંદ્ર રાજાએ રાજગાદી ઉપર બેઠા બેઠા અને ગુણસાગરે પોતાના લગ્નના મહોત્સવમાં બેઠા બેઠા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. જેમણે રાજગાદી ઉપર અને લગ્નના મહત્સવમાં બેઠા બેઠા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તો એ આત્માઓ કેવા હશે? કેવી પૂર્વની સાધના હશે ને કેવું ઉત્તમ જીવન જીવતા હશે! રાજગાદી ઉપર બેઠા બેઠા અને લગ્નના મંડપમાં બેઠા બેઠા ક્ષપકશ્રેણી માંડવી એ કંઈ રહેલ વાત છે! સહેલ નથી ને અશકય નથી પણ અતિ દુર્લભ છે. એ એક ભવની સાધના નથી પણ એ બને આત્માઓએ પૂર્વે જમ્બર સાધના કરી હતી. રાજાને જીવ એ પૃથ્વીચંદ્ર છે ને કલાવંતીનો જીવ એ ગુણસાગર છે. એ બંને ને સબંધ શંખ અને કલાવંતીના ભવથી છે એવું નથી. પણ એમને સબંધ એનાથી પૂર્વે થયે હતા. શંખ રાજા અને કલાવંતીના ભવની પૂર્વે શંખ રાજાને જીવ પોપટ તરીકે હતો અને કલાવંતીને જીવ રાજપુત્રી તરીકે હતો. પણ શંખ રાજાને જીવ પોપટ તરીકે કેમ ઉત્પન્ન થયો હતો તે તમે જાણો છો? પિપટની પૂર્વભવમાં એ મનુષ્ય હતો. એ ઉતમ માનવભવ પામીને એણે સાધુપણું સ્વીકાર્યું હતું. સાધુ બનીને ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું. વિદ્વાન બન્યા. શાસ્ત્રના પઠનપાઠનમાં તત્પર રહેતા હતા, પણ થોડી મમતા રહી ગઈ. વરતુ પાસે ગમે તેટલી હોય પણ તેના ઉપર આસકિત ન હોવી જોઈએ. માણસ ગમે તેટલે ધનવાન હોય, લક્ષાધિપતિ કે કેડાધિપતિ હોય પણ એના પ્રત્યે મૂછ ન હોવી જોઈએ. મૂછ આવી તે મરી ગયા સમજે. ભરત ચક્રવર્તિ છ છ ખંડના ધણી હતા. રાજપાટ જોગવતા હતા પણ અનાસકત ભાવે રહેતા હતા, તે અરિસાભુવનમાં કેવળજ્ઞાન પામી ગયા. દશવૈકાલિક સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે जंपिवत्थं च पायं वा कंबल पापपुंछणं । तंऽपि संजम लज्जट्ठा धारन्ति परिहरन्ति य ॥ દશ. સૂ. અ. ૬, ગાથા ૨૦ સાધુ વસ્ત્ર, પાત્ર આદિ જે કંઈ ધારણ કરે છે તે સંયમની લજજાને અર્થે ધારણ કરે છે. न सो परिग्गहो वुत्तो नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥ દશ. સૂ. અ. ૬, ગાથા ૨૧ વસ્તુ એ પરિગ્રહ નથી પણ એના ઉપરની મૂછ એ પરિગ્રહ છે. શંખરાજાને જીવ સાધુપણામાં હતા ત્યારે જ્ઞાન ભણવામાં ને ભણાવવામાં તત્પર રહેતો હતો. પણ એ પુસ્તક અને વચ્ચેની મૂછમાં એ ઘેરાઈ ગયું હતું કે ધીમે ધીમે સંયમની ક્રિયામાં શિથીલ બને અને એ શિથિલતામાંથી સંયમના વતની વિરાધના થઈ એટલું નહિ પણ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy