SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૩૮૫ તે તેનું વર્તને ખરાબ બને છે. તેમ જ્ઞાની કહે છે આત્મા કુસંગે ચઢે તે એનું વર્તન પણ બગડે ને? એક વાત તમે અંતરમાં ઘૂંટી લો કે જડ તે હું નહિ અને હું તે જડ નહિ. હું તે અનંતજ્ઞાનને ધણી આત્મા છું. ' આત્મ સ્વામી છે અને દેહ દાસ છે. આત્માએ શરીરને ધારણ કર્યું છે. દેહને ધારણ કરનાર સ્વામી જ્યારે ધારે ત્યારે દેહને સંપૂર્ણ પણે છેડી શકે તેવી વિતંત્રતા ધર વે છે, જેમ કોઈ માલિક કહે કે આ મારે નેકર છે. તેમ આત્મા કહે છે કે આ મારું શરીર છે. અહીં મારું એટલું એમ નથી સમજવાનું પણ મારાથી ભિન્ન એમ સમજવાનું છે. એકતા લાગે છે તે તે કર્મ અને આત્માના સબંધની છે. જ્યાં કર્મને સબંધ તૂટે ત્યાં દેહ જુદે અને આત્મા જુદે. સંબંધ પૂરો થયો એટલે દુઃખ પણ દૂર થયું. ઘણાં માણસે એવા સુકુમાર હેાય છે કે એમનાથી તાપ સહન થતું નથી પણ જ્યારે દેહ અને આત્માને સબંધે છૂટી જાય છે ત્યારે શરીરને બાળવામાં આવે છે તે વખતે શરીર એવી ફરીયાદ નથી કરતું કે મારાથી આગ સહન થતી નથી. આ વાત મરણ પછી નહિ પણ જીવતા સમજવાની છે. જ્યારે આત્મા જ્ઞાતા અને દૃષ્ટા બનશે ત્યારે જેને સ્વમાને છે તે તેને પર દેખાશે. વરતુ પ્રત્યેથી મમત્વભાવ ઉતરી જતાં નિમમત્વની શાંતિ મળશે. પછી શરીરને દુઃખ થાય છે એમ લાગશે પણ દુઃખનો સ્પર્શ નહિ થાય. દષ્ટા બનીને જેનારને અડે, પણ સ્પશે નહિ. દેવાનુપ્રિયે! આ પ્રયોગ શરૂઆતમાં કઠીન લાગશે. પણ ધીમે ધીમે જેમ જેમ દષ્ટિ ખીલશે તેમ તેમ ભેદજ્ઞાન વધતું જશે. પ્રયોગ વિના કદી આગળ નહિ વધાય. પ્રસન્નતાપૂર્વક ઉપવાસ કરતા, અને ઉપવાસ કરી પ્રસન્નતા અનુભવતા સાધક તેમની સાધનામાં કેવા મસ્ત છે ! ભૂખ્યા છતાં કેવી પ્રસન્નતા છે ! ભૂખ લાગે પણ સ્પશે નહિ. અંદરની જાગૃતિનું આ પરિમાણ છે. સમ્યકત્વની આ એક ભૂમિકા છે કે જેનાથી ચિત્ત પ્રસન્ન બને છે. એ સંપત્તિની જેમ વિપત્તિને સ્વીકારે છે. એવી ભૂમિકાએ પહોંચેલે આત્મા સદા હસતો રહે છે. તમે ગમે તેટલા આવે પણ નૌકા તરવા તૈયાર છે. સંપત્તિની ભરતી આવે કે વિપત્તિની ઓટ આવે પણ અમારી નૌકા તરવાની છે. જીવન છે તે સુખ-દુઃખ આવવાના, કારણ કે જીવનને એ માર્ગ છે. આપણું આસપાસ બધા જ્ઞાની નથી. આપણે તો અજ્ઞાન અને અજ્ઞાનીઓથી ઘેરાયેલા છીએ. ઘણી વાર મહાન પુરૂષને એમના જીવનકાળ સુધી એમના ઘરના પણ એમને ઓળખી શકતાં નથી તેનાથી અજાણ રહે છે. જાણે ધર્મશાળામાં ઉતર્યા ન હોય? જ્ઞાનદષ્ટિથી એકબીજાથી અલિપ્ત રહેતા હોય તે માની લઈએ કે જળ અને કમળની જેમ અલિપ્ત રહે છે. પણ આ તે અજ્ઞાનના કારણે અલિપ્ત રહે છે. આપણા પ્રિયમાં પ્રિય સ્વજને પણ આપણને અંદરથી નહિ પણ બાહ્યદષ્ટિથી જુએ છે. અંદરથી જોવા માટે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy