SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ શારદા સરિતા ટાઈમ નથી? મૃત્યુ ચોક્કસ આવવાનું છે. કેઈને પણ છોડવાનું નથી અને કયારે આવશે તે ખબર પણ નથી. માટે જ્ઞાની કહે છે કે તમને મળેલા સાધનને સદુપયોગ કરી લે. બંધુઓ ! આપણી નૈકા રાજદ્વાર ઉપર આવી છે. માનવજન્મ મેક્ષનો ભવ્ય દરવાજે છે. સમ્યકત્વની પ્રાપ્તિ માનવભવમાં થાય છે. ક્ષાય સમ્યકત્વ પણ માનવભવમાં થાય છે. માટે કિનારે આવેલી અ. નૌકા ડૂબે નહિ તેનું ખાસ ધ્યાન રાખજે. જે મૈકા ડૂબી જશે તો ફરીને આ ભવ પ્રાપ્ત થવો દુર્લભ છે. માટે ક્ષમા, દયા, દાન આદિ ધર્મોથી તારા આત્માનું રક્ષણ કરી લે. ધ, માન, મળ્યા, લેમ, રાગ અને દ્વેષ એ તારા આત્મધનને લૂંટનારા મહાન શત્રુઓ છે. એ શત્રુઓ તારે આત્મખજાને ચેરી ન જાય અને આત્મધનને લૂંટી ન જાય માટે ખૂબ સાવધાની રાખે. પાંચ ઇન્દ્રિયનું પિષણ કરતા તમારી માનવદેહ રૂપી નૈકાના ભુક્કા બેલી જશે. પછી વમળ વટાવવા ખૂબ મુશ્કેલ થઈ પડશે. માટે જાગૃત બને. આત્મસાધના કરવાનું આ સુંદર કેન્દ્ર છે. ભાવનિદ્રા ખૂબ લીધી. હવે અવિનાશી પદ પ્રાપ્ત કરવા ભાવનિદ્રાનો ત્યાગ કરી જાગૃત બને અને પર્વાધિરાજ પર્યુષણના મંગલ દિવસે આત્મસાધના કરીને જીવન મંગલમય બનાવે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૪૮ વિષયઃ સત્સંગને મહિમા અને કુસંગનું પરિણામ શ્રાવણ વદ ૧૪ ને રવિવાર તા. ૨૬-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! અનંતજ્ઞાની તીર્થ કર ભગવતેએ જગતના જીવોના ઉધ્ધારને માટે, ભવભ્રમણ ટાળવાને માટે, અને જન્મ-જરા અને મરણની સાંકળ તેડવા માટે રાહદારી માર્ગ બતાવ્યું. આત્માની આરાધના કરવાના માંગલિક દિવસો એક વર્ષમાં એક વખત આવે છે. આઠ દિવસોમાંથી એક દિવસ તે પસાર થઈ ગયે. આજે બીજો દિવસ આવી ગયો. આ પર્વના દિવસો આત્માને જાગૃત કરવાને દિવ્ય સંદેશ લઈને આવ્યા છે. હે ભવ્ય છે અનાદિકાળથી અજ્ઞાનના અંધકારમાં અને મોહની માયાજાળમાં ફસાઈ રહ્યા છે તે હવે અજ્ઞાનને અંધારપછેડે ખસેડી મેહની બેડી તોડવા માટે તૈયાર થાવ. જડના ભિખારી ન બને. અનાદિકાળથી જીવ જડને સંગી બનીને જડને રાગી બની ગયે છે. પણ હવે ચેતનના સંગી બની આત્માને જડને સંગ છોડાવી દે. જીવ જેવી સંગત કરે છે તેવી તેને અસર થાય છે. આજના વ્યાખ્યાનને વિષય છે “સત્સંગને મહિમા ને કુસંગનું પરિણામ. જેમ કેઈ સજજન માણસ દુર્જનના સંગે ચઢે છે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy