SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ શારદા સરિતા આત્મજ્ઞાનની આંખ જોઈએ. જે પિતાના આત્માને ન દેખી શકે તે બીજાના આત્માને કેવી રીતે દેખી શકે? એમાં સામાન વાંક નથી. જેમ એ તમને નથી જોઈ શકતા તેમ તમે પણ તમારા વજનને અંતરદષ્ટિથી નથી જોઈ શકતા. અજ્ઞાનની આ કેવી વિષમતા છે! સમ્યગદર્શનથી આત્મદિષ્ટ ખુલે છે પછી તે દેહને નહિ પણ આત્માને જુએ છે. ભૌતિક જ્ઞાન જડ પદાર્થોનો સંગ્રહ કરાવે છે ને આત્માનું જ્ઞાન સંગ્રહમાંથી મુકત કરાવે છે. વિજ્ઞાનથી પ્રાપ્ત થયેલ સાધને બંધનકારક બને છે જ્યારે આત્મજ્ઞાનથી પ્રાપ્ત થયેલા સાધને બંધનમાંથી મુકત થવામાં સહાયક બને છે. આ જ્ઞાન એ સમ્યગ જ્ઞાન છે. સંસારનું સુખ આપનારું જ્ઞાન સ્કૂલમાં ને કોલેજોમાં ભાડે મળે છે પણ આત્મસ્પશીજ્ઞાન બહારથી ભાડે મળતું નથી. એને માટે તો અંદર ડૂબકી મારવી પડે છે. અંદર ડૂબકી લગાવ્યા પછી આત્માનું જે જ્ઞાન મળે છે ત્યારે એ જીવતાં જેમ હસે છે તે જ રીતે મરણ સમયે પણ હસે છે. ભગવાન મહાવીરે દેહ છોડતાં પહેલા સેળ પહેર સુધી છેલ્લી દેશના આપી. એમને એમ થયું કે મારી પાસે જે છે તે દરેક જીવને આપતો જાઉં. જ્ઞાનનો ખજાને જેમાં ભરપૂર ભરેલું છે તેવું ઉત્તરાધ્યયન સૂત્ર જગતના જીવને આપતા ગયા. એ જ્ઞાન સુધારસના ઝરણું વહાવતાં એમના મુખ ઉપર કેટલે આનંદ હતો ! એમના અંતરમાં એમ હતું કે જતાં જતાં પણ જગતના જીના હૃદયના પ્યાલા છલકાવી દઉં. જેને મરતા આવડે સાચું જીવ્યા કહેવાય. જેને આત્માનું ભેદજ્ઞાન થયું છે તેવા મહાન પુરૂષને સંગ આત્માને ઉન્નતિના શિખરે લઈ જાય છે. અને દુર્જનને સંગ દુર્ગતિની અંધારી ને ઉંડી ખાઈમાં પટકાવે છે. આજના વ્યાખ્યાનો વિષય છે “સત્સંગનો મહિમા અને કુસંગનું પરિણામ,’ પરમ દિવસે મેં કહ્યું હતું કે લેખડનો ટુકડે એક પાણીમાં ડૂબી જાય છે અને એ ટુકડાને જે લાકડાના પાટીયા સાથે જડવામાં આવે તે તરી જાય છે. તે જ રીતે અજ્ઞાનથી અવરાયેલે આત્મા જે સંત સમાગમ કરે તે તરી જાય છે. સંત સમાગમથી અનેક જી તરી ગયા છે અને કુસંગથી અનેક જીવો ડૂબી ગયા છે તેવા અનેક દષ્ટાંત સિદ્ધાંતમાં મોજુદ છે. ગોશાલક ભગવાનની સાથે ઘણું રહ્યા પણ સુધર્યો નહિ. છેલ્લે છેલ્લે એને પોતાની જાતનું ભાન થયું. પાપને પશ્ચાતાપ થતાં અંતિમ સમય સુધર્યો. સંગમ છ છ મહિના પ્રભુની સાથે રહો પણ સુધર્યો નહિ. રેજ સાત સાત જીવોની ઘાત કરનારે અર્જુન માળી પણ સુદર્શન શેઠને સંગ થતાં પાપી પુનિત બની ગયો. પારસના સંગથી લેતું સુવર્ણ બની જાય છે, પણ લેતું કાટવાળું હોય અગર પારસની વચમાં અંતર હોય તે તે લોખંડ સુવર્ણ થતું નથી.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy