SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૩૧૯ હૈયું કંપી જાય છે. હું માંસાહારી છું. ગઈ કાલે પણ ઈસ્લામી લેજમાં ટેસ્ટધાર રસોઈ જમી આવ્યો છું. મેં માંસ ઘણું ખાધું છે. પણ આ જીવોની જે કતલ થઈ રહી છે તે નજરે મેં કદી જોઈ નથી, અમે તે બજારમાંથી તૈયાર લાવીને ખાઈ લઈએ. પણ અત્યારે હું મારી નજર સમક્ષ નિહાળી રહ્યો છું. આ મૂંગા પ્રાણુઓની કેવી દશા? નાના નાના કમળ બચ્ચાઓને એની માતાથી વિખૂટા પાડીને એની માતા અને એનાં પ્યારા બાળકને કુર રીતે કાપી નાંખે છે તે જોઈને મારું માથું ભમી જાય છે. આંખે અંધારા આવે છે. હવે મને સમજાયું કે મઝાની ટેસ્ટદાર રસાઈ કેવી રીતે તૈયાર થાય છે.! કેટલા જીવોના પ્રાણ લૂંટાય છે! થાળીમાં સ્વાદિષ્ટ ચીજો પીરસાય છે તે કેવી રીતે બને છે તેની અત્યાર સુધી માત્ર કલ્પના હતી પણ આજે પ્રત્યક્ષ જોયું ને મને કમકમાટી આવી ગઈ. હવે આ નેકરી મારે ના જોઈએ. જુઓ, માંસાહારી મહંમદને આટલી અસર થઈ પણ પેલે જેનને દીકરે સરેરાશ કહે છેઃ મહંમદ ! પણ આપણે આ હિંસા કયાં કરવાની છે? એ તે બીજા માણસે કરશે. આપણે તો માત્ર નિરીક્ષણ કરવાનું ને ઓર્ડર આપવાના. મહંમદ કહે છે તમારે આવા કતલખાના જેવા જવાનું અને મારે સાથે ગાડી લઈને તે આવવું પડે ને ! મારાથી આ જેવાતું નથી. મેં આજથી નક્કી કર્યું છે કે મારે હવે કદી માંસ ખાવું નહી. મને જેવું મારૂં જીવન પ્રિય છે. તેમ દરેકને પિતાનું જીવન પ્રિય છે. કોઈને મરવું ગમતું નથી. બસ, મારે આ નોકરી કરવી નથી. આપણું કતલખાનું શરૂ થાય તે પહેલાં નોકરી છેડી દેવી છે મહંમદના એકેક શબ્દ સરોશના હૃદયનું પરિવર્તન થવા લાગ્યું. ઘેર જઈને જમવા બેઠે ત્યાં પણ તેને કતલખાનાનું દશ્ય પ્રત્યક્ષ દેખાવા લાગ્યું. જેમ તેમ ખાઈને ઉઠી ગયે. રાત્રે સૂઈ ગયો પણ મહંમદના શબ્દો કાનમાંથી જતા નથી. અહે! જે કાયમ માંસાહાર કરનારો, અને સામાન્ય કક્ષાના અભણ ડ્રાઇવરે કતલખાનાનું દશ્ય જોઈને માંસાહારનો ત્યાગ કર્યો અને નેકરીમાંથી છૂટે થવા ઈચ્છે છે. એને તો ફકત મારી ગાડી ચલાવવાની છે છતાં તેને જેને કપાતા જોઈને કેટલી અનુકંપા આવી છે ! જયારે મેં તો કદી દારૂ પીધે નથી, માંસ ખાધુ નથી. જેનને દીકરો છું છતાં આટલા મેટા ભયાનક કતલખાનાને મેનેજર બને? કેટલા ઓની હિંસા થશે? હું કે પાપી? માબાપની શિખામણને અનાદર કર્યો. ધિક્કાર છે મને! બસ, હવે મારે પણ આ નોકરી ન જોઈએ. દેશમાં ૫૦૦, રૂ. ના પગારની નોકરી સ્વીકારી લઈશ પણ આ પાપનો ધંધે કર નથી. બીજે દિવસે સવારમાં ઉઠી રાજીનામું આપી દીધું બધા સાહેબોએ એને ખૂબ સમજાવ્યું પણ એણે ચેખી ના પાડી દીધી અને સાંજે પિતાના વતનમાં જવા ઉપડી ગયો. માતા-પિતા પાસે જઈને પોતે આવી રીતે રાજીનામું આપ્યાની વાત
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy