SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શારદા સરિતા કરી. પોતે મેટી ભૂલ કરી છે તે બદલ ખૂબ પસ્તા કરી માતા-પિતાના મેળામાં માથું નાંખીને ધ્રુસકે ને ધ્રુસ્કે રડી પડે અને હવે ફરીને કદી ભૂલ નહિ થાય તેવી પ્રતિજ્ઞા કરી. દેવાનુપ્રિયે! એક મુસલમાન મહંમદ જે ડ્રાઈવર મૂંગા પ્રાણીઓની હિંસા થતી જોઈને કકળી ઉઠે તે સરેશ પણ સુધરી ગયે. અહાહા... પૈસાની લાલસા પાછળ માણસ કેટલું પાપ કરવા તૈયાર થાય છે? - હવે પર્યુષણ પર્વ નજીક આવી રહ્યા છે. ઘરઘરમાં તપની દાંડી પીટા. કર્મ ખપાવવા માટે તપ અમેઘ ઔષધિ છે. ભગવાન મહાવીર રાજકુમાર હતા. કેટલી સુકુમાર કાયા હતી. છતાં કેવા ઉગ્ર તપ કર્યા છે. બે માસી, ચાર માસી, પાંચ માસી ને છ માસી તપ કર્યો. અને કેવળજ્ઞાન લઈને જંખ્યા છે. આપણે પણ કેવળ જ્ઞાન લેવું છે તે એવી ઉગ્ર સાધના કરવી પડશે. જીવનમાં તપ-ત્યાગના દીવડા પ્રગટાવે. ઘરઘરમાં ધર્મની દાંડી પીટાવે. અમે તપની દાંડી પીટાવીએ છીએ તો અમારા ઉપાશ્રયમાં પણ સતીઓને તપ ચાલુ છે. કૃષ્ણ મહારાજા દક્ષાને ઢઢરે પીટાવતા હતા ત્યારે સત્યભામારૂક્ષ્મણી આદિ રાણીઓ કહે છે ઘર સહિત ઢઢેરે પીટાય છે. મારી પટ્ટરાણીઓ, મારા કુમાર-કુમારીઓ જેને દીક્ષા લેવી હોય તે લે. મારી રજા છે. કૃષ્ણની આજ્ઞા થતાં સત્યભામા, રૂક્ષમણ આદિ પટ્ટરાણીએ દીક્ષા લઈને ચાલી નીકળી. મારા બંધુઓ! તમે દીક્ષા ન લઈ શકે તેમ છે તે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરે. તપ કરે, દાન કરે કંઈક કરે તે જીવન સફળ થાય. જમાલિકુમારને મન પણ ક્ષણ ક્ષણ લાખેણી જાય છે. અવિરતીના બંધન તેડવા તૈયાર થયા છે. માતાને કહે છે કે માતા! મને સંસારને ભય લાગે છે. માતાને પુત્રને મેહ છે એટલે હજુ સમજતી નથી કે દીકરાને શેને ભય લાગે છે? એટલે પૂછે છે બેટા! આટલું મોટું રાજ્ય આટલા સિનિક છે બધું છે અને તને શેને ભય લાગે છે? તારું કેઈએ અપમાન કર્યું હોય તે તેને જેલમાં પૂરાવું, તને કટુ વચન કર્યું હોય તે તેને શિક્ષા કરૂં. બેલ તને શેને ભય છે? ત્યારે જમાલિકુમાર કહે છે મને બાહ્યા દુશ્મનને ભય નથી. પણ અંતરંગ શત્રુઓ મારી પાછળ પડયા છે. જરારૂપી રાક્ષસી મારી રાહ જોઈને ઉભી છે. અને મૃત્યુ તે મેં ફાડીને બેઠું છે. માતા! મને એને ભય લાગે છે. હજુ આગળ જમાલિકુમાર શું કહેશે અને માતાને કેવો આઘાત લાગશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - ગુણસેના અને અગ્નિશમ બંને પિતા-પુત્ર તરીકે ઉત્પન્ન થયા છે. એક જીવ કેટલો ક્ષમાવાન ને બીજે કેટલે કેધી! આનંદ કુમારની આંખમાં બાપને જોઈને કેની જવાઓ નીકળે છે. ભય લાગે તો પાણીના બંબા આવે ને આગ બૂઝવે, પણ જ્યાં કેધની આગ લાગી હોય ત્યાં કેણ ઠારે? એને કઈ કહેવા જાય તો આગમાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy