SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. મહારાજ સાહેબને ખબર પડી કે વાડીલાલભાઈ શ્રાવકનું કન્યારત્ન દીક્ષા લેવાના ભાવ રાખે છે તેથી તેમણે શારદાબહેનને બોલાવીને કસોટી કરી. બહેન ! સંયમમાર્ગે વિચરવું કઠિન છે. સંયમ ખાંડાની ધાર છે. સંસારના સુખે છોડવા સહેલાં નથી. બાવીસ પરિષહ સહન કરવા મુશ્કેલ છે. બહેન તારી ઉંમર સાવ છોટી છે. આમેન્નતિને માર્ગ ઘણું સાધના માગી લે છે. તમે આ બધું કરી શકશે ? માતા-પિતાની શીતળ છાંય છોડી શકશે ? માતા પિતા રજા આપશે? જુઓ, વૈરાગી શારદા બહેનને જવાબ પણ કેવો વૈરાગ્ય ભર્યો છે? તેમણે કહ્યું ગુરૂદેવ! મારી સંપૂર્ણ તૈયારી છે. અંતરના ઉંડાણને અંતરંગ વૈરાગ્યને આ રણકાર હતો.” જેને મન સંસાર એક અનર્થની ખાણ છે અને જેને છોડવું છે તેને કેણ રોકનાર છે? ક્ષણિક જીવનમાંથી આત્મપ્રકાશ લેવાની મારી અહોનિશ ભાવના છે. પૂ. ગુરૂદેવને ખાત્રી થઈ કે ખરેખર આ કન્યારત્ન દીક્ષા લઈ જૈન સમાજને અજવાળશે, સંપ્રદાયની શાન વધારશે ને શાસનની સેવા કરશે. આ ચાતુમાસની અંદર વૈરાગી શારદાબહેને વધુ દઢતાથી અને વધુ સમય મેળવીને ધાર્મિક અભ્યાસ શરૂ કરી દીધે. ટૂંક સમયમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર, અને ઘણા કડા કંઠસ્થ કર્યા. દઢ વૈરાગી શારદાબહેનની કટી એક બાજુ શારદાબહેન વૈરાગ્યના પંથે જવામાં આગેકૂચ કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ માતા-પિતા તેમના સગપણ માટે વાત કરતા હતા. વૈરાગ્ય અને સંસારનું તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. શારદાબેને દઢતાપૂર્વક જણાવી દીધું કે મારી સગપણની વાતો કરશે નહિ. આ સાંભળી માતા-પિતાને ઘણું દુઃખ થયું. માતા-પિતાએ અન્નજળને ત્યાગ કરવાની ધમકી પણ આપી, પણ જેનું મન વૈરાગ્યમાં રમી રહ્યું છે, જેની રગેરગે વૈરાગ્યને સ્રોત વહી રહ્યો છે, જેના ચિત્તડામાં ચારિત્રમાર્ગની ચટપટી લાગેલી છે એવા દઢ વૈરાગીને શી અસર થાય? આખરે માતા-પિતાએ કહ્યું કે અત્યારે સેળ વર્ષની ઉંમરે નહિ પણ એકવીસ વર્ષની ઉંમરે દીક્ષા માટે રજા આપીશું, પરંતુ શારદાબહેન સેળ વર્ષની ઉંમરે દીક્ષા લેવામાં જ મકકમ હતા. તેમણે કહ્યું કે “સત્તર વર્ષના વિમળાબહેનના મૃત્યુને કોઈ રોકી શકયું નહિ તે આ જિંદગીને શે ભરે સો છે? મારું મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે તેમાંથી પીછેહઠ થનાર નથી.” અંતે માતા-પિતા, સગાવહાલા-કુટુંબીજનોને જણાયું કે “શારદાના દીક્ષાના વિચારો દઢ છે.” આથી રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી. શારદા બહેનને ભાગવતી દીક્ષા મહોત્સવ સંવત ૧૯૬ ના વૈશાખ સુદ છ8 ને સોમવારે સાણંદમાં જ તેમના (માતા પિતાના) ઘેરથી ભવ્ય રીતે ખૂબ ધામધૂમથી શારદાબહેનને દીક્ષા મહોત્સવ ઉજવાયે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy