SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શારદા સરિતા શિષ્ય ખૂબ ગુણગ્રાહી, જ્ઞાની ને વિનયવાન હતા એટલે ગુરૂની આજ્ઞા લઈને એકલા વિચરે છે. જ્ઞાન ઘણું હોય પણ સાથે ઘમંડ ઘણો હોય, બહાર વાહ વાહ કરાવવા, માન-પ્રતિષ્ઠા મેળવવા ગુરૂની આજ્ઞા વિના એકલા વિચરે તે આઠ અવગુણના ધણી છે. આ સંત એકલા વિચરે છે. અાઈને પારણે અઠ્ઠાઈ કરે છે. પારણાના દિવસે લખો-સૂકે આહાર કરતાં. ઘી-દૂધ તેલ-ગોળ ને મેવા-મીઠાઈનો ત્યાગ હતે. વળી જ્યાં સારે આહાર મળતું હોય તેવા શ્રીમંતોને ઘેર ન જતાં. અન્ય લેકેને ઘેર ગૌચરી જતાં. ત્યાં બધાએ જમી લીધા પછી વધેલો લૂખો સૂકે નિરસ જે આહાર મળે તે લાવીને પારણું કરતાં. આવા તપસ્વી સંત ગ્રામાનુગ્રામ વિચરે છે, ત્યારે કઈ ભાવિક શ્રાવકને એમ થાય કે આવા મહાન તપસ્વી સંત છે, તેમને રસ્તામાં કંઈ મુશ્કેલી ન પડે માટે એક ગામ મૂકવા જાઉં. આ રીતે કઈ શ્રાવક સાથે આવે તો પિતે બેસી જતાં ને કહેતાં કે અમારે રાહ જુદે છે. તમે મારી સાથે ન આવશે. જે કષ્ટ પડશે તે હું સહન કરી લઈશ. આ રીતે વિહારમાં એકલા રહેવાથી કઈ પણ તેમને સહાય રૂપ બની ન શકતું. વચ્ચે મેલાઘેલા, શરીર ઉપર મેલના થર જામેલા. તેને સાફ કરવાની ખેવના ન હતી. બાહ્ય ટાપટીપને શુદ્ધિ કરવાની જરાય તમન્ના ન હતી. એકાંત આત્મકલ્યાણની તેમને ખેવના હતી. આવા સંત વિચરતા વિચરતા એક નાનકડા ગામડામાં પધાર્યા. ગામના પાદરમાં ગામના ઠાકોર અને મંત્રી બેઠેલા હતા. તેમાં ઠાકર જૈન હતા ને મંત્રી વૈષ્ણવધર્મી હતા. જેન મુનિને જતા જોઈને કહે છે ઠાકોર! જુઓ, આ તમારે મેલેઘેલો ગંધાતો-ગેબરે ને સૂકી લાકડી જે સાધુ આવે છે. ત્યારે ઠાકર કહે છે મંત્રી ! એ અમારા ગુરૂની મશ્કરી ન કરે. મારા ગુરૂ બહારથી ભલે મેલાઘેલા હેય પણ અંતરથી ઉજળા છે. જ્યારે તેમનાથ રાજુલને પરણવા ગયા ત્યારે સખીઓ જેવા ગઈ. રાજુલ પૂછે છે કેમકુમાર આવી ગયા? ત્યારે રાજુલની સખીઓ કહે છે હા બહેન. તમારા વર તે આવ્યા પણ રંગે કાળા છે, ત્યારે રાજેમતી કહે છે રંગે ભલે કાળા હોય પણ એમને આત્મા ઉજળે છે. આજને માનવી શીંગ કંપનીમાં ધવરાવેલા ઈસ્ત્રીબંધ સફેદ શંખલા જેવા કપડા પહેરે છે પણ અંતરમાં પાર વિનાની કાળાશ હોય તો તે બહારની ઉજજવળતાથી શું કલ્યાણ થવાનું ? ઠાકોર કહે છે આ સંત ભલે બહારથી કાળા હોય પણ એ મહાન તપસ્વી ને પવિત્ર છે. એમણે તપશ્ચર્યા કરીને શરીર સૂકા લાકડા જેવું બનાવી દીધું છે. પણ અંતર અરિસા જેવું પવિત્ર છે. ત્યારે મંત્રી કહે છે માફી માંગું છું. આવા તપસ્વી જે કે પાયમાન થાય તે શ્રાપ આપે ને આપણને બાળીને ભસ્મ કરી નાંખે. ત્યારે ઠાકર કહે છે મારા ગુરૂ કદી કાપે નહિ ને શ્રાપ આપે નહિ. એ તે તમારા જટાધરી લંગોટીયા ગુરૂ કોપાયમાન થાય ને શ્રાપ આપે. ઠાકરે પોતાના ગુરૂના ગુણ ગાયા ને મંત્રીના ગુરૂનું
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy