SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૬૭ ભગવાનની વાણી સાંભળતા ભવકટ્ટી થવી જોઇએ. પણ કાની? જે રાગદ્વેષ અને કષાયના કચરા ખાલી કરી જાય તેને વીતરાગ વાણી અંતરમાં ઉતર્યા વિના રહે નહિ. મહેના કૂવે પાણી ભરવા જાય છે ત્યારે ખેડું ખાલી લઇને જાય છે ને પાછા વળતાં પાણી ભરીને આવે છે તેમ આપણાં અંતરરૂપી ઘટમાં વીતરાગવાણીનું પવિત્ર જળ ભરવુ હશે તા ક્યાયના કચરા સારૂં કરી શુદ્ધ મનીને જવુ જોઇએ. પ્રભુની વાણી તે દરેક જીવે માટે સરખી વરસે છે પણ કેટલું ગ્રહણ કરવું તે જીવની પાત્રતા ઉપર આધાર રહે છે. જેમ સ્વાતિ નક્ષત્રનું વરસાદનું પાણી સર્પના મુખમાં પડે ઝેર બની જાય. લીખડા પર પડે તા કડવાશ રૂપે પરિણમે, ગટરમાં પડે તે ગંદું બની જાય ને માછલીના પેટમાં મેાતી પાકે છે તેમ હળુકમી જીવા શુદ્ધ ભાવનાના વેગથી ઉછાળા મારીને વીતરાગવાણી ઝીલી લે તા મેાક્ષના મેાતી મેળવે છે. ભગવાનની દેશના સાંભળીને કંઇક જીવા સરવરતી મને, કઇંક દેશિવરતી અને ને કંઇક સમકિત પામે. તમે બજારમાં જાવ તેા પણ કંઇક ને કંઇક ખરીદી કરીને આવે છે, તેમ વીતરાગની પેઢી ઉપર આવે ત્યારે ત્યાગને માલ ખરીદો. જેમ કોઇ ભયંકર વનમાં ભૂલા પડેલા, તાપ ને થાકથી આકુળ-વ્યાકુળ થયેલા માનવીને લીંબડાની છાયા મળે તે તેના આત્માને શાંતિ મળે છે તેમ જમાલિકુમારને આત્મા પ્રભુની વાણી સાંભળીને શીતળીભૂત અની ગયા. એના અંતરમાંથી ઉગાર નીકળ્યા નાથ! તારા દર્શન કરી પવિત્ર મુની ગયેા. ધન્ય છે તને. તારા શરણે આવી જાય તે તારા જેવા બની જાય. નાથ! તે કેવા ઉપસર્ગો વેઠયા ! તને કેવ! પરિષહ આવ્યા પણ તારી કેવી સમતા! ખોઁધક મુનિના પાંચસે શિષ્યને ઘાણીમાં પીલી નાંખ્યા. જેમ ચીચે!ડામાં શેરડી પીલાય ને રસની સે। છૂટે તેમ સતાને ઘાણીમાં પીથ્યા છતાં કેવા ગજબ સમતાભાવ! પીલાતા પીલાતા શુ મેલ્યા કરે છે ગુરુદેવ! અમે નથી પીલાતા, અમારા કપીલાય છે. ગજસુકુમારને માથે અંગારા મૂકયા. ખાપરી ખખદવા લાગી. મેતારજ મુનિના શરીરે સેાનીએ ચામડાની વાધળી વીંટી તડકે ઉભા રાખ્યા. નસેનસે ખેંચાવા લાગી. ચામડી તડતડ તૂટવા લાગી છતાં કારા નથી કર્યા.ઉપસર્ગો સહન કરવાની કેવી તાકાત ! ગજબ સમતાભાવ રાખીને કમને ચકચૂર કરી નાખ્યાં. આ હતા ભગવાનના સતે।. તમને થશે કે આ બહુ જૂની વાત છે. પણ ૧૦૦ વર્ષ પહેલાના એક દાખલે આપુ. એ મુનિએ કેવા ઉપસગે સહન કર્યાં છે ! ', એક મુનિ અઇને પારણે આઈ કરતા હતા. ખૂબ તપસ્વી ને ક્ષમાવાન હતા. તે પેાતાના ગુરૂને કહે છે મારા કમે ખપાવવા અને આકરા રિસહૈા સહન કરવા માટે જો આપ આજ્ઞા આપે તે એકલા વિચરૂ. જૈન મુનિ એકવિહારી હોય તે! તેમાં એ પ્રકાર છે. કાં આઠ ગુણાના ધણી એકલા વિચરે ને કાં આઠ અવગુણના ધણી એકલે વિચરે. ગુરૂ પેાતાના શિષ્યમાં ચેાગ્યતા જુએ તા એકા વિચરવાની આજ્ઞા આપે. આ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy