SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૬૯ નમતું બોલ્યા એટલે મંત્રીને ખૂબ લાગી આવ્યું ને કહ્યું જે તારા ગુરૂ એવા ક્ષમાના સાગર છે તે પરીક્ષા કરૂં આઠ ઉપવાસના પારણને દિવસે જૈન મુનિ ગૌચરી માટે નીકળ્યા. મંત્રીના ઘર આગળથી પસાર થાય છે તે વખતે મંત્રી અંદર રહ્યો ને નેકરને કહે છે પેલા મહારાજને આપણે ઘેર બોલાવ. એટલે નેકર સંત પાસે આવીને ભકિતભાવપૂર્વક કહે છે મહારાજ! પધારે. સંત એના ઘરમાં પ્રવેશ કરવા જાય ત્યાં અંદરથી મંત્રી આવીને કહે છે ઓ ધૂતારા ! મેલાઘેલા ને ગંદા તું મારે ઘેર શા માટે આવે? મારા ઘરમાંથી બહાર નીકળ. તું મારા ઘરમાં પગ મૂકીશ તો મારું ઘર અભડાઈ જશે. ધૂતારા! મારા એટલેથી હેઠે ઉતરી જા. બંધુઓ. જૈન મુનિઓને કેવા પરિષહ સહન કરવા પડે છે. આ કાળમાં કેઈને વધને પરિસહ આવતું નથી. ભગવાન કહે છે એક આકેશ વચનને પરિસહ જે સમતાભાવે સહન કરે તે પણ કમની મહાનિર્જરા થાય છે. હથેળીમાં મોક્ષ છે. પણ આ કાળમાં આકેશ વચનની વાત કયાં કરવી. એક સામાન્ય વચન પણ સહન થતું નથી. પછી મોક્ષ કયાંથી મળે? સમતાના સાગર સંત તરત પાછા ફરી ગયા. આટલું અપમાન થવા છતાં આંખને ખુણે લાલ ન થયે. હજુ થોડે દૂર ગયાં ત્યાં મંત્રી એના છોકરાને મેકલે છે. છોકરો કહે છે મહારાજ ! અમારે ઘેર પધારો. અમારી ભૂલ થઈ ગઈ. ક્ષણ પહેલાં અપમાન કર્યું હતું છતાં પાછા તેના ઘેર ગયા. જે મુનિએ ઉંબરામાં પગ મૂક્યો તે મંત્રી લાકડી લઈને મારવા લાગ્યા ને બે કે ઠગારા ! તમે તે અમારા ભગવાનને નરકગામી બનાવે છે. તમને કેળું ખાવાનું આપે? નીકળ મારા ઘરમાંથી. આટલું અપમાન કરવા છતાં મુનિ સામે ઉત્તર આપતા નથી. ખુબ શાંતિ અને ક્ષમા રાખી પિતે ત્યાંથી ચાલ્યા ગયા. મંત્રી પ્રત્યે એને જરા પણ કેધ ન આવ્યું. ઉત્તરાધ્યયનસૂત્રના ૧૯માં અધ્યયનમાં ભગવંત કહે છે કે જેન મુનિ કેવા હોય? लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा। समो निंदा पसंसासु, तहा माणाव माणओ ॥ ઉત્ત. સ. અ. ૧૯ ગાથા ૮૯ . લાભમાં ને અલાભમાં, સુખ અને દુઃખમાં, જીવવાનો પ્રસંગ હોય કે મરણ આવે તે પ્રસંગે ઉપસ્થિત થયે હય, કોઈ નિંદા કરે કે પ્રશંસા કરે, માન મળે કે અપમાન થાય. આવા દરેક પ્રસંગમાં સમભાવ રાખે તે સાચે મુનિ છે. સંત એમના આત્મદેવને કહે છે જેજે હે.... રખે ભૂવ ખાતે. આજે તારી સેટીને સુવર્ણદિન છે. ખરી કસીને દિવસ છે આજે જોજે આતમ ભૂલ થાય ના
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy