SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શારદા સરિતા ખૂબ ખેદ છે. જ્યાં સુધી મારે ત્યાં તપસ્વીનું પારણું નહિ થાય ત્યાં સુધી મારા દિલ માંથી દુઃખ જશે નહિ માટે આવતું પારણું મારે ત્યાં કરવાનું આમંત્રણ સ્વીકારે. કુલપતિએ અગ્નિશમને કહ્યું કે રાજાના મસ્તકમાં વેદના થવાથી આપનું પારણું નથી કરાવી શક્યા તેનું તેમના મનમાં ખૂબ દુઃખ થાય છે માટે તમે આવતું પારણું તેમને ત્યાં કરજે. તપસ્વી કહે જેવી આપની આજ્ઞા. કુલપતિએ રાજાને કહ્યું કે કાલની કેઈને ખબર નથી પણ કઈ જાતનું વિના નહિ આવે તો આપને ત્યાં પારણું કરશે. હવે બીજી વખતનું આમત્રણ તાપસે સ્વીકાર્યું અને અવસરે પારણું કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૯ અષાઢ વદ ૧૪ ને શનિવાર તા. ૨૮-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતકરૂણનીધિ વીર ભગવતે જગતના જીવના ઉદ્ધારને અર્થે આગમ વાણ પ્રકાશી. ભગવાન કહે છે હે ભવ્ય જીવો! સંસાર રૂપી સાગરને તરવા માટે આ માનવભવ મળ્યો છે. કોઈપણ માણસ દરિયામાં ડૂબવાની અણી ઉપર હોય તે વખતે કઈ તેને ઉગારનાર મળી જાય તો તેને કેટલો ઉપકાર માને છે ! તેમ જ્ઞાનીઓએ આપણા ઉપર કંઈ ઓછો ઉપકાર નથી કર્યો. આ પંચમકાળમાં અહીં અવધિજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની કે કેવળજ્ઞાની નથી કે આપણી શંકાનું સમાધાન કરી શકે. અત્યારે જે આપણા માટે તરવાનું કેઈ સાધન હોય તો આગમની વાણી છે. એ આગમ વાણી ગમશે, તેના ઉપર રૂચી થશે ત્યારે રાગ, દ્વેષ, કૅધ, માન, માયા અને લેભાદિ કષાયે મેળા પડશે ત્યારે પ્રભુના વચન ઉપર શ્રદ્ધા થશે. જેમ કેઈ માણસને તાવ આવ્યો હોય તે એને ખાવાની રૂચી થતી નથી પણ રોગ મટી જાય તે ખાવાની રૂચી જાગે છે તેમ જીવના રાગ-દ્વેષ અને કષાય રૂપી રોગ જશે ત્યારે આગમ વાણીની રૂચી જાગશે. જ્ઞાની કહે છે ચાર કષાયે કેવી છે – कोहो पीइं पणासेइ, माणो विणयनासणो। माया मित्ताणि नासेइ, लोहो सव्व-विणासणो।। દશ. સૂ. અ. ૮, ગાથા ૩૮ કે પ્રેમને નાશ કરે છે, માન વિનયને, માયા મિત્રાચારીને નાશ કરાવે છે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy