SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૨૩ પણ લાભ તે સમગ્ર ગુણાને નાશ કરાવે છે. અનાદિકાળથી જીવ વિષય ને કષાયને વશ થયા છે. કષાયે રાત-દિવસ આત્મિક ધન લૂંટી રહ્યા છે. જેમ કોઈ વ્યકિત ધન લઈને અટવી પસાર કરે છે તે વખતે રસ્તામાં બહારવટીયા મળી ન જાય તેની સાવધાની રાખતા જલ્દી અઠવી પસાર કરી જાય છે તે રીતે જ્ઞાની કહે છે કષાય રૂપી બહારવટીયા તારુ આત્મિક ધન લૂંટી ન જાય તેની ક્ષણે ક્ષણે સાવધાની રાખીને સંસાર અટવીને પાર કરી જા. કષાયને પુષ્ટ કરનાર હાય તા વિષયા અને તેની સામગ્રી છે. માટે વિષયે પ્રત્યેથી વિરાગ આવે, વિષયા જીવને વિષ જેવા લાગે તેા ચારેય કાચા નબળા પડી જાય. તેને સિ ંચન ન મળે તે એનુ વૃક્ષ કયાંથી વધે! ત્યારે સંસારનેા પાયે પણ હચમચી જશે અને સંસારના સુખના રાગ કરતાં પણ વીતરાગ વચન પ્રત્યે વધુ રાગ થશે. સંસાર એટલે શું? સંસરળ વૃતિ સંસાર: ’· સરકવુ તેનુ નામ સંસાર. કયાંથી સરકવાનુ છે? એક ભવમાંથી ખીજા ભવમાં, એક પુદ્ગલથી ખીજા પુદ્ગલ પર એક કર્મના ઉદયથી ખીજા કમેક્રય પર, એક પ્રવૃત્તિથી ખીજી પ્રવૃત્તિ પર, સુખમાંથી દુઃખ પર ને દુઃખમાંથી સુખ પર અને એક ભવમાંથી ખીજા ભવમાં જવુ તેનુ નામ સંસાર છે. આ રીતે કર્મને વશ થઈને સંસારમાં ભમતાં આ જીવને અનંત પુગા પરાવર્તનકાળ વ્યતીત થઈ ગયા તે પણ હજુ આરેા કેમ નથી આવતા ? એક કર્મના ઉદ્દય પરથી ખીજા કના ઉદ્દય પર ખસવું તેનું નામ સંસાર છે. ક્ષણે ક્ષણે સંસારમાં વસ્તુની પર્યાયે પલટાય છે. અત્યારે શાતાના ઉદય વર્તતા હોય અને કલાક પછી અશાતાને ઉદય થાય છે. આજે માણસ મેટો શ્રીમંત હાય છે અને કાલે એ પુણ્યાય ખલાસ થતાં પાપના ઉદયે આજના કરાડપતિ કાલે રાપતિ (ગરીખ) ખની જાય છે અને પુણ્યાય જાગતાં રાડપતિ. કરોડપતિ અની જાય છે. આજે તમારૂં લાભાં તરાય કર્મ તૂટયું તેા લાભ મળી જશે પણ એની સાથે ભાગાંતરાયને ઉદય થશે તે મળેલુ ભાગવી શકશેા નહિ. ખૂબ પુરૂષાર્થ કરીને જ્ઞાનાવરણીયને ઢમાન્યુ હાય ત્યાં એકાએક દનાવરણીયના ઉદ્દય થતાં આંખે ઝાંખપ આવી જાય. દેખાતુ બંધ થઈ જાય છે તેમ અત્યારે કાઈ માણસના યશેાકીતિ નામકર્મના ઉદય ચાલતા હાય, ચારે દિશામાં એના ચશ ફેલાયેલે હાય ત્યાં એકાએક અપયશ નામકર્મના ઉદ્દય થઈ જાય છે. આવું તમે નથી જોતા ? સીતાજીના દાખલા લઇએ. સીતાજી રામચંદ્રજીની સાથે વનમાં ગયા. તે વખતે રાવણ સીતાજીને હરણ કરીને લઈ ગયા. પાછળ રામચંદ્રજીને કેટલુ કષ્ટ પડયુ છે! શુ રામને બીજી સીતા ન્હાતી મળતી? એને ઘણી સીતાએ મળી રહેત પણ સીતામાં જે સતીત્વ હતુ તે અલૈાકિક હતુ. તેમ શમનું પણ હતુ. હવે રામ – ૯ લક્ષ્મણ અને હનુમાનજી કષ્ટ વેઠી રાવણને હરાવીને સીતાજીને લંકામાંથી લઇ આવ્યા પછી સીતાજીને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy