SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૨૧ આ તરફ અગ્નિશર્માએ બીજા માસના ઉપવાસની પ્રતિજ્ઞા કરી લીધી પછી શું બન્યું રાજાનું ફરી પારણુ માટે આમંત્રણ રાજાને મસ્તકની વેદના શાંત થઈ એટલે તરત એના પરિવારને પૂછયું કે આજે આપણે ઘેર ઉગ્ર તપસ્વીનું પારાયું છે. તે તેઓ પારણું કરવા માટે આવી ગયા કે હવે આવવાના છે? ત્યારે એના માણસો કહે છે એ મહા તપસ્વી આવ્યા હતા પણ આપના મસ્તકની વેદના ખૂબ હતી એટલે મેં ચિંતામાં હોવાથી કોઈએ તેમનો આદર સત્કાર કર્યો નહિ એટલે તેઓ પાછા ફર્યા હશે. આ સાંભળીને રાજાને ફાળ પડી શું એ મહા તપસ્વી મારા આંગણે આવી ને પાછા ફર્યા? કે કમભાગી ! કેટલી વિનંતી કરી ત્યારે મારું આમંત્રણ સ્વીકાર્યું ને આવું બન્યું? રાજાના મનમાં ખૂબ ચિંતા થઈ. હજુ પિતાને વેદના મટી છે પણ શરીર અસ્વસ્થ હતું છતાં રાજા ઉભા થઈ ગયા અને સીધા તપોવનમાં આવી કુલપતિને પ્રણામ કરીને કહે છે ગુરૂદેવ! મેં મોટે અપરાધ કર્યો છે. મારા ઘેર તપસ્વી પારણું કરવા આવ્યા ત્યારે મને મસ્તકમાં સખત વેદના ઉપડી હતી એટલે તેઓ મારે ત્યાં આવ્યા ને પાછા ફર્યા તેનું મારા મનમાં ખૂબ દુઃખ થયું છે. મને તપસ્વી પાસે જવા દે. ગુણસેન રાજાને ખૂબ પશ્ચાતાપ થાય છે. અગ્નિશમ પાસે જઈ નમન કરીને કહે છે ગુરૂદેવ! ક્ષમા કરે. હું મહાપાપી છું. આપને હું આમંત્રણ આપી ગયો ને આપ પધાર્યા પણ મારા મસ્તકમાં અતુલ વેદના હોવાથી મને ભાન ન હતું તેથી આપ પાછા ફર્યા. પણ હજુ તો એને એ જ દિવસ છે. તે આપ મારા મહેલમાં પધારો અને સુખપૂર્વક પારણું કરી મને પાવન કરે. મેં આપને અસમાધિ કરી. મારી ભૂલ થઈ છે. મને ક્ષમા કરો. આ રીતે ખૂબ આજીજી કરે છે ત્યારે અગ્નિશર્મા કહે છે રાજન! તમારી ભૂલ નથી. તમારે દુઃખ લગાડવાની જરૂર નથી. આજે મારા તપની કસોટી છે. તમારી દાનાંતરાય અને મારી લાભાંતરાય હશે માટે આમ બન્યું. તમે રડશે નહિ, મારા અંતરાય કર્મના કારણે બધે ભાવ ભજવાઈ ગયે. અને મારે નિયમ છે કે હું જે ઘેર, પ્રથમ જાઉં ત્યાં પારણું થાય તો મારે કરવું અને ન થાય તો બીજા માસખમણની પ્રતિજ્ઞા લઈ લેવી. તે અનુસાર મેં બીજા માસખમણની પ્રતિજ્ઞા કરી લીધી છે. મારો નિયમ એટલે નિયમ. એમાં કઈ રીતે ફેરફાર થઈ શકે તેમ નથી. રાજા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા. તથા મારા પરિવારે કેઈએ ઉપયોગ ન રાખે ત્યારે આમ બન્યું ને! મુનિને કેટલી અસમાધિ ઉપજાવી, હવે તો કોઈ ઉપાય ચાલે તેમ નથી. હવે રાજા કુલપતિ પાસે જઈને વિનંતી કરે છે ફરીને મા ખમણનું પારાણું મારે ત્યાં થવું જોઈએ. આ વખતે તપસ્વીનું પારણું મારે ત્યાં નથી થયું તેને મારા મનમાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy