SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શારદા સરિતા છે. સ્વ ને મેાક્ષમાં લઇ જવાવાળું પણ મન છે. મન જેને હાય તે સન્ની કહેવાય અને મન ન હેાય તે અસની છે. અસન્નીને દ્રવ્ય મન નથી પણ ભાવમન છે. દ્રવ્ય મનવાળાને સારા ખાટાની ખખર પડે છે. રાગ-દ્વેષ કરે છે. દ્રવ્યમન જડ છે. ભાવમન ચેતનવતુ છે. એનાથી કર્મના ક્ષાપશમ જીવ કરી શકે છે. એક મનને જે જીતે છે તે સર્વે ને જીતી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં ભગવાન કહે છે. एगे जिए जिया पंच, पंच जिए जिया दस, दसहा उ जिणित्ताणं, सव्वसत्तू जिणामहं ॥ ઉત્ત. સૂ. અ. ૨૩, ગાથા ૩૬ જે એક મનને જીતે છે તે પાંચ ઇન્દ્રિયાને જીતે છે અને પાંચ ઇન્દ્રિયાને જીતે છે તે દસ પ્રાણને જીતે છે. એ દસને જીતે તે આત્માના સભાવ શત્રુઓને જીતે છે. માટે આપણા મનને શુભ પ્રવૃત્તિમાં જોડવું કે અશુભ પ્રવૃત્તિમાં જોવું તે આપણા હાથની વાત છે. જમાલિકુમારનું મન ભગવાનના દર્શન કરવા તલસી રહ્યું છે. એક તરફ રથ તૈયાર કરવાની સારથીને આજ્ઞા આપી છે અને સ્નાન કરી પતે શણગાર સજે છે. હવે તે પ્રભુના દર્શન કરવા બહુશાલ ઉદ્યાનમાં કેવી રીતે જશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર – જીણુસેન અને અગ્નિશમાં ચરિત્ર ચાલે છે. કાઇને એમ થાય કે વ્યાખ્યાન પછી ચરિત્રની શી જરૂર છે. અમુક વ્યકિત માટે ધર્મકથા પણ જરૂરી છે. કથાનુ ચેાગથી પણ જીવા ધર્મ પામી જાય છે. જે આત્મા તત્ત્વની વાત સમજતા ન હેાય તેને કથાનું યાગમાં આનંદ આવે છે. ધર્મકથા સાંભળવાથી પણ મનના અધ્યવસાયા નિર્મળ બને છે. ગુણુસેન રાજાને ઘેર અગ્નિશમાં તાપસ માસખમણના પારણાના દિવસે પારણુ કરવા માટે ગયા રાજાને ખૂબ ભાવથી પારણું કરવા માટે આમત્રણ આપ્યું હતું. એના ભાવમાં ખામી ન હતી. ઘેર જઇને એમના માણસાને કહી દીધુ હતુ કે આપણે ત્યાં છઠ્ઠું દિવસે મહાન તપસ્વીના પુનિત પગલા થશે. તેમને મહિનાના ઉપવાસ છે માટે તેમને શાતા ઉપજાવો. એના મનમાં ખૂબ આનંદ હતા. પણ જ્ઞાની કહે છે તું ગમે તેમ કર પણ કના લેખ ઉપર કાઇ મેખ મારી શકે તેમ નથી. કર્યાં તે કહે છે હું તારી સાથે આવુ છું. રાજાના મસ્તકમાં ભયંકર વેઢના થવાથી બધા તેમની સારવારમાં પડયા એટલે તપસ્વીને આવે, પધારો, એમ ન કહ્યું તેથી ખીજા માસખમણની પ્રતિજ્ઞા કરી લીધી. આયા ધ્યાન રાજાકા જખ ગઈ શીશ વેદના દૂર, આશ્રમ મે' આ કહે કર જોડી, તબ થા સૌ મજબૂર, શીધ્ર પધારા કરી પારણા, કર સબ માફ કર હા... શ્રોતા નુમ સુનો સમરાદિત્યમા ચરિત્ર સુહાવના...
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy