SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શારદા સરિતા હતી. તે સમયમાં માસખમણનું જેટલું ફળ હતું તેટલું આજે સમભાવે ને સમજણપૂર્વકના એક ઉપવાસનું ફળ છે. માટે બંધુઓ ! આ પંચમકાળમાં બને તેટલી ધર્મારાધના કરી લે. જમાલિકુમારને ખબર પડી કે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. આખા ક્ષત્રિયકુંડનગરની જનતા પ્રભુના દર્શને જવા ઉમટી છે તો હવે મારાથી આ રંગમહેલમાં કેમ બેસી રહેવાય? એને આ ભવ્ય મહેલ, સ્ત્રીઓ ને નાટકે બધું ઝાંખુ દેખાવા લાગ્યું. આજે આ મેહમયી મુંબઈ નગરીમાં કેટલા શ્રાવકે હજુ દર્શન કરવા આવ્યા નહિ હોય. આ ધર્મસ્થાનકમાં આવવું, સંતના દર્શન કરવા અને શ્રુતવાણીનું શ્રવણ કરવું એ જેવી તેવી વાત નથી. જૈન ધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધા થશે, રૂચી જાગશે તો આઠ કર્મોમાં કેઈની વિસ કેડાડી, કોઈની ત્રીસ, કોઈની પંદર કેડાછેડી ને મેહનીય કર્મની સિત્તેર કેડીકેડી સાગરોપમની સ્થિતિ છે તે સ્થિતિને એક કડાછેડી સાગરોપમમાં લાવી દે. પણ એવી રૂચી જાગવી જોઈએ. ઘણા અહીં આવીને વ્યાખ્યાન સાંભળતા ઉંઘતા હોય છે. અહીં પણ દર્શનમહ મૂંઝવે છે. પણ હું તમને પૂછું છું કે રૂપિયાની નોટો ગણતાં ઉંઘ આવે છે? બહેનોને રોટલી કરતાં ઉંઘ આવે છે? તમને દર્શનમોહ અહીં મૂંઝવે છે. આ જીવને તેર કઠીયા ધર્મ કરવા દેતા નથી. એ ઉપાશ્રયે આવતા અટકાવે છે. તે કાઠીયામાંથી દશ કાઠીયાને હરાવીને ઉપાશ્રયે તો આવ્યા પણ ત્રણ કાઠીયા સાથે આવે છે. નિદ્રાલેભ અને માન એ તો અહીં પણ સુખે બેસવા દેતા નથી. તમારા મહાન પુણ્યદય છે કે અહીં આવીને બેસવાનું તમને મન થાય છે. તમારી પાસે કદાચ લાખ-કેડ રૂપિયા ન હોય તો એમ ન માનશે કે હું ગરીબ છું. પણ તમને એમ લાગે કે સંસારના બધા પદાર્થો હેય છે જેન ધર્મ એ સત્ય છે. સંસારમાં રહેવા છતાં સંસારના સુખ ખારા લાગે તે સમજી લેજે કે હું અબજોપતિ કરતાં પણ ધનવાન છું. જમાલિકુમારને ખબર પડી કે ક્ષત્રિયકુંડનગરમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. આવા ઉત્તમ કુળના લેકે એમના દર્શન કરવા જઈ રહ્યા છે. તે મારાથી મહેલમાં કેમ બેસી રહેવાય ! આમ વિચાર કરે છે. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- ગુણસેન અને અગ્નિશમની વાત ચાલે છે. અગ્નિશર્મા તાપસ બન્યા છે. રાજાએ પહેલાં અગ્નિશમની ખૂબ મજાક ઉડાવી હતી તે બદલ તેને ખૂબ પશ્ચાતાપ થવા લાગે. વારંવાર વંદન કરીને નાના બાળકની જેમ રડીને ક્ષમા માંગવા લાગ્યું. જેમાં રાજ્ય માટે ભરત અને બાહબલી વચ્ચે ભયંકર યુદ્ધ થયું. છેવટે બાહુબલીએ દીક્ષા લીધી અને તે પહેલાં પિતાના ૯૮ ભાઈઓએ દીક્ષા લીધી હતી. એ જોઈને ભરત મહારાજા ચોધાર આંસુએ રડયા કે કયાં હું આ રાજ્યના સુખમાં લુબ્ધ બન્યા અને મારા ભાઈઓએ રાજ્યને મેહ છોડી આત્મિક રાજ્ય મેળવવા સંયમ લીધો. ધન્ય છે તેમને, આ ગુણસેન પણ ખૂબ પશ્ચાતાપ કરે છે કે હું કે પાપી છું. હે મહાત્મા !
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy