SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૧૩ મેં આપને કેવા કેવા કટા આપ્યા છે. હું મહાપાપી છું. ધિક્કાર છે મને! ત્યારે અગ્નિશમાં કહે છે હે રાજન! તમે પાપી નથી. એ તા મારા કર્માએ મને કષ્ટ અપાવ્યુ છે તેમાં આપને દોષ નથી. તમે તે મારા કલ્યાણ મિત્ર છે. એમ કહી રાજાને શાંત કર્યા. પછી જતી વખતે રાજા શુ કહે છેઃ મહેર, સ્વામી પાર! કમ હેાગા, કહે પાંચ દિનાકી ઢેર, યહતા લાભ બખ્ખા દા‚ કરી ઇતની નહી ભરેસા કલકા કિચિત, પલમે... હવે હેર... હે .. હું તપસ્વીરાજ ! આપનુ પારણુ કયારે થવાનુ છે? ત્યારે અગ્નિશમાં કહે છે હજુ પાંચ દિવસની વાર છે તેા આપ મારા ઉપર મહેર કરીને આ વખતનું પારણું મારા ઘેર કરજો. મને લાભ આપજો, ત્યારે અગ્નિશાં કહે છે, હે રાજન! કાલે શું થવાનુ છે તે કોઈ જાણી શકતુ નથી. લીધેલે શ્વાસ પાછો મૂકીશુ કે નહિ, ખાધેલું અન્ન પચાવીશુ કે નહિ તેના ભરેસે નથી. માટે એક ક્ષણને પણ વિશ્વાસ કર્યા વિના આત્મસાધના કરા. શજા કહે છે આપની વાત સાચી છે, પણ મને ખૂબ ભાવના છે. મારા ઘેર પારણુ કરવાનુ વચન આપો. ત્યારે તાપસ કહે છે, કોઈ જાતનું વિઘ્ન નહિ આવે તે હું મારું પારણું તમારે ત્યાં કરીશ. આમ કહી રાજાના આમંત્રણનો સ્વીકાર કર્યાં. જૈન ધર્મના સતામાં ને આમાં આટલે ફેર છે. જૈન મુનિએ અતિથિ છે. જેમ અતિથિની કાઈ તિથિ નિર્માણ ન હોય તેમ સંતા કયે દિવસે કયાં ગૌચરી પધારશે તે નક્કી ન હેાય. ખાર વ્રતમાં અગિયાર વ્રત તમને સ્વાધીન છે પણ ખારમું વ્રત પરાધીન છે. તમને ગમે તેટલા ભાવ હોય પણ સત ન પધારે તે ખારમુ વ્રત પૂરું ન થાય. જૈનના સંતા નિર્દોષ આહારની ગવેષણા કરે છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવ ંતે કહ્યું છે કેઃदुलहाउ मुहादाई, मुहाजीवि वि दुल्लहा मुहादाई मुहाजीवी, दो वि गच्छन्ति सुग्गई तिबेमि । દેશ. યુ. અ. ૫, ૩. ૧, ગાથા ૧૦૦ શુદ્ધ આહારના દેનાર આ જગતમાં દુભ છે ને લેનાર પણ દુર્લભ છે. આહાર શુદ્ધ હાય, લેનાર શુદ્ધ હોય તેા અને સુગતિમાં જાય છે. જૈન મુનિ શૈાચરી જાય ત્યારે ગુપ્ત રીતે જાય. બહાર આંગણામાંથી ધર્મલાભ સૂઝતા છે એમ ન કહે પણ અંદર ધીમે રહીને જાય. અને બહેન કે ભાઇ સૂતા હાય તા તેના હાથે ખપ હોય તેટલુ વહારે. તમે નિર્દોષ આહાર વહેારાવશે। તે ઘણા લાભ મળશે. અગ્નિશર્માએ માસખમણને પારણે માસખમણુ એવા એક-બે નહિ પણ ઘણાં પૂર્વ સુધી એવા તપ કર્યાં છે. છતાં તેને તપ અજ્ઞાન તપ છે. અગ્નિશર્માએ ગુણુસેન
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy