SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૧૧ "किणं अज्ज खत्तियकुंऽग्गामे नयरे इंदमहेइवा, खंद महेइवा, मुगुंद महेइवा, णागमहेइवा, जक्खमहेइवा, भूयमहेइवा, कूवमहेइवा, तडाग महेइवा, नईमहेइवा, दहमहेइवा, पव्वयमहेइवा, रुक्खमहेइवा चेइयमहेइवा, थूवमहेइवा।" । આજે ક્ષત્રિયકુંડનગરમાં ઈન્દ્ર મહોત્સવ, કંદ મહોત્સવ, મુકુંદ મહોત્સવ, નાગ મહોત્સવ, યક્ષ મહોત્સવ, ભૂત મહોત્સવ, કૂપ મહોત્સવ, તળાવ મહોત્સવ, નદી મહોત્સવ, દ્રઢ મહોત્સવ, પર્વત મહોત્સવ, વૃક્ષ મહોત્સવ, ચિત્ય મહોત્સવ કે સૂપ મહોત્સવ છે? શું છે કે આ બધા ઉગ્ર-ભોગ-રાજ-ઈવાકુ, જ્ઞાત અને કૌરવવંશના ક્ષત્રિય અને ક્ષત્રિયકુમારો, ભટ અને ભટપુત્ર, મોટા મોટા શેઠીયા ને સેનાપતિ બધા સ્નાન, બલીકર્મ વિગેરે કરીને, સારા સારા વસ્ત્રો પહેરીને જઈ રહ્યા છે તો ક્યાં જતા હશે? એમ વિચાર કરીને કંચુકીને બોલાવીને પૂછ્યું કે હે દેવાનુપ્રિય! આજે ક્ષત્રિયકુંડનગરમાં ઈન્દ્ર આદિને મહોત્સવ છે. શું છે? આજે બધાના મુખ આનંદિત છે. હૈયામાં હર્ષ સમાતો નથી અને સારા સારા વસ્ત્રો પહેરી એક જ દિશા તરફ આટલે મોટે જનસમુદાય કયાં જઈ રહ્યો છે? જનારા લોકેએ સારા વસ્ત્ર પહેર્યા હતા. જેવા સ્થાનમાં જઈએ તેવા વસ્ત્રો પહેરવા પડે છે. આજે સ્કૂલમાં જે જાતને વેશ પહેરવાનો હોય તે મા-બાપ પિતાની સ્થિતિ હોય કે ન હોય તો પણ પોતાના બાળકોને પહેરાવે છે અને જેન શાળામાં જતા એમના કપડાના ઠેકાણાં ન હોય. સ્કૂલ કરતાં જેનશાળાનું મહત્વ વધારે છે. સ્કૂલમાં તે ભૌતિક જ્ઞાન મળે છે જ્યારે જેનશાળામાં આધ્યાત્મિક જ્ઞાન મળે છે. ત્યાં બાળકોને શુદ્ધ વસ્ત્રો પહેરીને મોકલવા જોઈએ. કંચુકી આવી ને જમાલિકુમારને કહે છે કે યુવરાજ ! આજે આપણુ ગામમાં કઈ યક્ષનો કે કઈ નદીનો મહત્સવ નથી. પણ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ક્ષત્રિયકુંડનગરની બહાર બહુશાલ નામના ઉધાનમાં પધાર્યા છે. જ્યાં સાક્ષાત તિર્થંકર પધારે ત્યાં લોકેના હૈયામાં આનંદની હેલી ઉભરાય છે. જે તેમના દર્શન કરે તે પાવન થઈ જાય છે. પ્રભુ ભવ્ય અને સાચે રાહ બતાવનાર, તરણતારણ, દુઃખનિવારણ, અજ્ઞાનના અંધકારને ઉલેચનાર છે. એમની વાણી સાંભળતા ભવના બંધન તૂટી જાય છે. એવા ત્રિકાળજ્ઞાની પ્રભુના દર્શન કરવા માટે આ બધા માણસો હર્ષોલ્લાસપૂર્વક બહુશાલ ઉદ્યાનમાં જઈ રહ્યા છે. બંધુઓ ! જ્યાં તીર્થંકર પ્રભુના પગલા થાય છે ત્યાં આનંદ આનંદ વર્તાય છે. આજે આપણું કમભાગ્યે અરિહંત કે કેવલી ભગવંત અહીં નથી. પણ આ પંચમકાળમાં હજુ જૈન શાસન જ્યવંતુ વર્તે છે. આગમાં મોજુદ છે ત્યાં સુધી આપણે ભાગ્યશાળી છીએ. આ પંચમકાળમાં તે કુંડામાં રત્ન છે. પહેલા કૂવામાં રત્ન હતું. તે સમયમાં મનુષ્યના આયુષ્ય લાંબા હતા એટલે એમને આરાધના વધુ કરવી પડતી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy