SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ઉચ્ચ રિતિએ ચડી શકતા નથી મહાન મુનિએ અનેક કટે સેવી, અનેક ગુણે પિતામાં પ્રાપ્ત કર્યા છે, પણ તેવા પુરૂષોમાં જ્યારે મમતા પ્રાપ્ત થાય છે ત્યારે તે મમતાના લાભથી પ્રાપ્ત કરેલા ગુણે ક્ષણમાં તેઓ માંથી નાશ પામી જાય છે મમતા ક્યાંથી અને શાથી પેદા થાય છે, તેને માટે અમુક સ્થળ કે અમુક કારણ નિમિત નથી ગમે તે સ્થળમાં ગમે તે વિષયમાં મમતા પોતે પોતાને દેખાવ દે છે અને જગતના જીને છેતરે છે પુત્ર ત્યજ્યા, અને શિષ્ય ઉપર મમતા થઈ, ઘર મૂકી અનગાર બન્યા, ત્યાં ઉપાશ્રયના વેશમાં મમતા જાગ્રત થઈ, ધન મૂકયું, ત્યાં પુસ્તકના સ્વરૂપે મમતાએ દેખાવ આપે, આ બધું એ સચવાયું તે છેવટ સ્વમતાગ્રહરૂપે મમતાએ પિતાને વેશ ભજવ્યું, આમ અનેકઘા અમુક વિષયમાં મમતા સબળને નિર્બળ બનાવે છે. એક સદી અને નાનામાં નાની ચીજ, જેને આપણે નકામી માનતા હોઈએ તેમાંથી પણ મમતા જન્મ પામે છે તેને માટે એક દાખલો છે કે કેઈ તપસ્વી હતું, અને તે માત્ર એકજ લંગોટી મર્યાદા માટે રાખતો હતો. એક વખત તેના મનમાં સામાન્યતઃ એવી કુરણ થઈ કે, એથી બીજી લગેટી હોય તે અનુકુળતા ઠીક થઈ પડે. આ ઉપરથી એકની બે લંગોટી થઈ ત્યાર પછી લટી મૂકવા માટે સ્થળ નિર્માણ કર્યું સ્થળમાં ઉંદર લગેટી કાપવા લાગ્યા, એ. ટલે બીલાડી રાખવાનું મન થયું. બિલાડી અને પછી તેનાં બચ્ચાં તેને દુગ્ધ પાન કરાવવા તે મહા તપસ્વીએ ગાય રાખી, તેમાંથી વાછડા થયા. એટલે ખેતીવાડી કરવા લાગ્યા. રાજાની જમીન વિના આજ્ઞાએ ખેડવાથી ગુનેગાર ઠર્યા. કેદ પકડાયા, રાજ્ય તરફથી શિક્ષા મળી કે આ દિવસ વાંસા ઉપર પથ્થર મૂકી તડકામાં ઉભે રાખ. મહાત્માની તરતજ તે પ્રમાણે સ્થિતિ કરવામાં આવી. તે વખતે મહાત્માને વિચાર થયે કે, મારી આ દશા કરનાર આ લંગોટી છે, જે એકની બે લંગેટી ન કરી હોત તે હું આ સ્થિતિએ પહોંચતા નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે એક સાધારણ ચીજમાં મમતા પિતાનું સામ્રાજ્ય કેવી રીતે વધારે છે તે આવાં દાંતથી સમજી, તેથી વિમુખ કેમ રહેવું એ તરફ વિશેષ લક્ષ આ પર્વ જરૂર છે. ત્યાગીઓ માટે જ્યારે આવી ફીકર રહે છે. તે પછી જે ગૃહસ્થાશ્રમમાં રહેનારા બહારથી એટલે વ્યવહારથી ભલે, અમુક જાતના નિયમ કે વ્ર સ્વીકારે, પણ તેઓએ એટલું ખાસ યાદ રાખવું જોઈએ કે, જ્યાં સુધી હદયમાંથી મમતા તૃષ્ણ મંદ થઈ નથી, તથા તે મંદ કરવા પ્રયત્ન સેવા નથી, ત્યાં સુધી તેઓ ઉચ્ચ કેટિએ કદી પણ ચડી શ. કવાને અધિકારી બનવાના નથી. આ દરેક હકીક્ત ઉપરથી એમ સમજવાને સબળ કારણું મળે છે, કે ક્રિયા જેને કરતાં વિચારજેને તેજ ખરા અને શ્રેષ્ઠ જૈન કહી શકાય. વિચાર અને ક્રિયા બને પક્ષે જેઓમાં જૈનત્વ ઉદ્દભવેલ છે. તેઓ શ્રેષ્ઠતમ જેને તરીકે માની શકાય. પણ વિચાર જેન વિના દિયા જેને
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy