________________
|પાઠશાળામાં રહી સારા વિદ્વાન શ્રદ્ધાળુ પંડિતોને તૈયાર કરી સમાજને સોંપ્યા છે. તેમણે સ૨કા૨ના ધર્મવિરોધી | |કાયદાનો પ્રતિકાર કરવા માટે જે કોઈ સમર્થ હોય તેમને દિશાસૂચન તથા રાહ અર્પી છે. સમાજના મતભેદો વખતે મતભેદો ટળે તે માટે રાત કે દિવસ જોયા વગર અહીંથી તહીં ફર્યા છે અને એકબીજાને સહમત કરવામાં ખૂબ જ પ્રયત્ન કર્યો છે.
પ્રભુદાસભાઈની તોલે આવે એવી આજે કોઈ વ્યક્તિ નથી. પોતાના બાલ્યકાળના ઉપકારી એવા પંડિત સુખલાલજી વિગેરેને પણ ધર્મમાર્ગે દોરવા તેમણે પ્રયત્ન કર્યો છે. આમ જૈન શાસનની છેલ્લા ૬૦। વર્ષની દરેક પ્રવૃત્તિમાં તેમનો સુંદર ફાળો છે.
શેઠશ્રી કસ્તુરભાઈ (૧)
શેઠ શ્રી કસ્તુરભાઈનો મારો પરિચય ઘર્ષણમાંથી થયો છે. તિથિ-ચર્ચા, ટ્રસ્ટ-એક્ટ, વિગેરે પ્રસંગોમાં | તો એમનાથી હું સામા-પક્ષે જતો. અને તે બધા વખતે તેમને હું એક તોફાની અને સાધુઓનો ચડાવ્યો હોઉં ! તેવું લાગતું. પણ પાછળથી તેમનો અને મારો ગાઢ પરિચય થયો તે તેમના જીવનના અંત સુધી રહ્યો.
(૨)
હું અમદાવાદમાં આવ્યો ત્યારે શરૂઆતમાં બાલાભાઈ કકલની પાઠશાળા પછી કેશવલાલ પ્રેમચંદ | |મોદી દ્વારા હું જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક બોર્ડિંગમાં (લલ્લુ રાયજી બોર્ડિંગ) ધાર્મિક શિક્ષક તરીકે ૩૦ રૂા.ના | પગારથી જોડાયો. આ સંસ્થામાં કસ્તુરભાઈ શેઠ પ્રમુખ હતા. અને કાળુશાહની પોળવાળા સાંકળચંદભાઈ સેક્રેટરી તરીકે હતા. પણ તે વખતે મારે કોઈ દિવસ શેઠને રૂબરૂ મળવાનું થયું ન હતું.
બોર્ડિંગમાં હું ધાર્મિક ભણાવતો હતો, ત્યારે એક પ્રસંગ બન્યો. બોર્ડિંગમાં ભણવા માટે અરજી | કરનારા વિદ્યાર્થીઓ દાખલ થવાનું ફોર્મ મંગાવે ત્યારે બે કે પાંચ રૂ।. તેની પાસેથી ડિપોઝીટ લેવામાં આવતી. ! આ વખતે બોર્ડિંગમાં ગૃહપતિ તરીકે જેભાઈ માસ્તર હતા, તેમની સાથે આસિસ્ટન્ટ ગૃહપતિ તરીકે વિમળચંદ મોદી હતા. આ જેભાઈ માસ્તર જે ડિપોઝીટના પૈસા આવતા, તે ચોપડામાં જમા નહિ આપતા 1જુદા રાખી મૂકતા, પોતાની પાસે રાખતાં.
જેભાઈ માસ્તર પ્રત્યે સાંકળચંદભાઈને ખૂબ લાગણી હતી. કેમકે તેઓ પહેલાં ગવર્ન્મેન્ટમાં કેળવણી ખાતામાં ડેપ્યુટી હતા, અને જેભાઈ સરકારી ગુજરાતી શાળાના માસ્તર હતા. તેને લઈ તેમનો પરિચય હતો.
I
આસિસ્ટન્ટ ગૃહપતિ અને જેભાઈને પરસ્પર બનતું ન હતું. એક વખતે જેભાઈ માસ્તર ૨જા ઉ૫૨ I હતા, ત્યારે વિમળચંદે જેભાઈ માસ્તર જે ડિપોઝીટની રકમ અલગ રાખતા હતા, અને ચોપડે બતાવતા ન હતા, તે બધી વિગત એકઠી કરી અને બોર્ડિંગની કમિટીના સભ્ય ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધીને બતાવ્યું કે આ ૭૦૦ થી ૮૦૦ રૂપિયા જેવી રકમ ચોપડે લેવામાં આવી નથી. જેભાઈ માસ્તર તે પોતે લઈ ગયા છે અને પોતાના માટે વાપરી નાખી છે. આ વાત તેણે કસ્તુરભાઈ શેઠને પહોંચાડવાનું ચંદ્રકાન્ત ગાંધીને કહ્યું. તેમણે |આ વાત કસ્તુરભાઈ શેઠને કહી. તેમણે વાત મનમાં રાખી અને મિટિંગ મળી ત્યારે મિટિંગનું કામ પૂરું થયા |
૧૭૪]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા