________________
-
-
| તેમના દ્વારા હિતોપદેશ વિગેરે પ્રાપ્ત કર્યા. આ સંસ્થામાં રહી જીવનનો સર્વતોમુખી વિકાસ સધાયો. આ Tબધાનાં મૂળ અમારે માટે આદર્શરૂપ પ્રભુદાસભાઈ હતા.
પ્રભુદાસભાઈ અમારાથી પંદરેક વર્ષે મોટા હશે. એટલે જ્યારે અમે ભણતા ત્યારે તેમની ઉંમર ૨૮T૩૦ વર્ષની હશે. તેઓ તેમના પિતા અને ભાઈ સાથે પાટણ ખેતરવસીના પાડામાં રહેતા. તે પહેલેથી એકા | આદર્શ અને સિદ્ધાંતપ્રિય પુરુષ હતા. તેમની ભણાવવાની અને વિદ્યાર્થીઓને તૈયાર કરવાની અપૂર્વ કળામાં | હતી. કોઈ પણ ગ્રંથ એ ભણાવે તો તેનું એટલું વિશદ પૃથક્કરણ કરે કે આખો ગ્રંથ આંગળીના ટેરવે વિચારી! ( શકાય. ધાર્મિક અભ્યાસ અને સંસ્કૃત અભ્યાસ તેમણે કરાવ્યો. તેમજ જીવનમાં સંસ્કારનું બળ તેમણે અમારામાં : રોપેલું. જેને લઈ ખડતલ શરીર સાથે અમે વિદ્યાભ્યાસ કરી શક્યા. તેમનો મારી પ્રત્યેનો ઉપકાર કોઈ રીતે T વિસરી શકાય તેમ નથી.
તે સિદ્ધાંતવાદી, ખૂબ જ પ્રામાણિક અને જૈન શાસનના અવિહડ રાગી હતા. કુટુંબનું ભરણપોષણ ; કરવાની જવાબદારી અને તેમનાં બાળકોને ભણાવવાની જવાબદારી હોવા છતાં તેઓ કોઈ દિવસ સિદ્ધાંતની
બાંધછોડ કરી જીવ્યા નથી. વર્ષો સુધી તેમણે દુઃખ વેક્યું છે, પણ કોઈ દિવસ તેમણે સ્વાર્થ ખાતર નમતું | જોખ્યું નથી. તેમનું ચિંતન ખૂબ ઊંડું હતું. તે ભવિષ્યનાં પચાસ-સો વર્ષ પછી શું થશે તે જ્યોતિષથી નહિ, I પણ આજની હિલચાલથી પારખી અને જોઈ શકતા. સને ૧૯૩૯માં તેમણે બહાર પાડેલ પ્રતિક્રમણની | પુસ્તિકામાં દેશની કેવી પરિસ્થિતિ થશે તેનું આલેખન પચાસ વર્ષ પહેલાં કર્યું હતું. તે આજે સાક્ષાત જોઈ!
શકીએ છીએ. રાજકીય પ્રસંગોનું તેમનું આલેખન ખૂબ વિચારણાપૂર્ણ હોય છે. તે જ રીતે ધાર્મિક પ્રસંગોનું પણ તેમનું આલેખન સચોટ હતું. તેઓ સાધુઓમાં વિજયનેમિસૂરિજી મ. તરફ ખૂબ જ આકર્ષાયા હતા.' તેમને તે ખૂબ દીર્ધદષ્ટિવાળા, વિચારક અને સંઘના હિતેચ્છુ લાગતા હતા.
તેઓના વિચારો તેમના કાળમાં તો લોકોને હાસ્યાસ્પદ લાગતા, પણ આજે તેમના લેખો પુરવાર! કરે છે કે તેમણે લખેલું, એ જ રીતે આજે દેશમાં ચાલી રહ્યું છે.
તેમના વિચારોને પોષક જૈન સંઘમાં સાધુઓ અને શ્રાવકોનો આજે પણ કેટલાક વર્ગ છે. તે તેમના T વિચારોને આગળ ધરી સમાજને તે રીતે દોરવા પ્રયત્ન કરે છે..
પ્રભુદાસભાઈ મારા તો જીવન સર્વસ્વ હતાં. પણ જૈનશાસનના એકે-એક પ્રશ્નમાં તેઓ દીર્ઘદ્રષ્ટિથી i વિચારતા. પોતાની શક્તિ મુજબ તેમાં રસ લઈ દરેક પ્રશ્નને હલ કરવા પ્રયત્ન કરતા. તેમણે સાધુઓ, | સાધ્વીઓ અને ગૃહસ્થોનો સારો સદ્ભાવ મેળવ્યો હતો. ઘર બાળીને તીર્થ કરવા જવા જેવું કામ તેમણે
તેમના જીવનમાં કર્યું હતું. અર્થાત્ પોતાનાં સંતાનો કે કુટુંબની પરવા કર્યા વિના શાસનનાં કાર્યમાં તેઓ સદા/ | રત રહેતા. આજે તેઓ નથી. પણ તેમના વિચારને અનુસરતો બહોળો વર્ગ છે. તેમની તેમના જીવનકાળા : દરમ્યાન કદર ન થઈ તે આજે તેમના ગ્રંથો વાંચીને થાય છે.
ધર્મસાગરજી મહારાજે તેમને અને તેમના વિચારોને સમર્થન આપેલું પણ તે અતિસંકુચિત સ્વભાવના I હોવાથી તેમના જીવનકાળ દરમ્યાન વિચારોનો ફેલાવો થયો નહિ. ચંદ્રશેખર વિજયજી વિગેરે પણ તેમના | વિચારોથી પ્રભાવિત હતા, પણ તે વખતે પ્રભુદાસભાઈનો ઉત્તરકાળ હતો.
ટૂંકમાં પ્રભુદાસભાઈ જૈનસમાજને માટે સદા યાદગાર રહેશે. તેમણે વિદ્યાભવન અને મહેસાણા ================================ | જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય
[૧૭૩