________________
બાદ શેઠે જેભાઈ માસ્તરને કહ્યું કે, “તમે બહાર જાઓ. અમારે કેટલીક ખાનગી વાત કરવી છે.” માસ્તરો Tબહાર ગયા. શેઠે સાંકળચંદભાઈને કહ્યું કે “આ ૭૦૦-૮૦૦ રૂ. ની રકમ ચોપડે લેવામાં આવી નથી. તેમાં | માટે તમારો શો જવાબ છે?” સાંકળચંદભાઈએ કહ્યું કે, “જે રકમ ડિપોઝીટની અદ્ધર રાખી છે તે રકમ : ચોપડે લેવરાવી દઈશું.” શેઠે કહ્યું, “આજ સુધી ન લીધી તેનું શું? આ ન ચાલે.” તેમણે જેભાઈ માસ્તરને
બોલાવ્યા. તેમનો જવાબ લીધો. તે ગલ્લાં-તલ્લાં કરવા માંડ્યા. શેઠે તેમની મિટિંગમાં રહેલા તેમના ભાણેજ jનરોત્તમદાસને કહ્યું કે “પોલિસને બોલાવો અને આ કેસ પોલિસને સોંપી દો”. શેઠ ચાલ્યા ગયા. પછીj I સારાભાઈ ડાહ્યાભાઈ હતા, તેમણે માસ્તરને ઠપકો આપ્યો. ચોપડે રકમ લઈ લેવરાવી. અને શેઠને શાંતા ! પાડી પોલિસને સોપવાનું બંધ કરાવ્યું. આ પછી જેભાઈ માસ્તરને રજા આપી.
આ જેભાઈ માસ્તર વિશા ઓસવાલ હતા, અને વિશા ઓસવાલનાં કુટુંબોમાં જૂના વખતનાં તેમનાં સિગા-સગપણ પણ હતાં. પણ શેઠ કોઈ પણ જાતના ગોટાળાને ચલાવી લેવાના મતના ન હતા. ! આ જેભાઈ માસ્તરને સારાભાઈ, કનુભાઈ અને મનુભાઈ એ ત્રણ દીકરા હતા. ત્રણેય પાછળથી ; સારી લાઈનમાં જોડાયા હતા, અને સુખી થયા હતા. જેભાઈ માસ્તર પાછળના વખતમાં મોતિયાનાં ઑપરેશન 1 બાદ જામરનું પાણી ઊતરવાથી બે આખે અંધ બન્યા હતા. તે પાછળના વખતમાં ઝવેરીવાડ રહેતા હતા. jતેમનો મારી સાથે ખૂબ સારો મીઠો સંબંધ હતો.
- કસ્તુરભાઈ શેઠ પોતાના વહીવટમાં કોઈપણ જાતનો નાનો કે મોટો ગોટાળો ચલાવી લેતા નહિ કે : સહન કરવાના પક્ષમાં ન હતા. તેમના હાથે ગોટાળાનો કોઈ પણ માણસ સપડાય તો તેને સષ્ઠ શિક્ષા કરવામાં i માનતા હતા.
બીજો પ્રસંગ : હરજીવન માસ્તર આણંદજી કલ્યાણજીની પેઢીમાં કામ કરતા હતા. પેઢીમાં તેમની એ કામ સાધુ સાધ્વીજીઓને કોઈ ઉપકરણોની જરૂર હોય તે પૂરા પાડવાનું અને ગરીબોને ચણા વિગેરે વહેંચવાનું ' હતું. આ કામમાં તેમણે ખોટા-ખોટાં બિલો રજૂ કરી છ થી સાત હજાર રૂપિયા જેવી રકમ બનાવી હતી.' 1 સાધુ-સાધ્વીઓને પૂછતાં ખબર પડી કે તેમણે સાધુ-સાધ્વીઓને તેમનાં ઉપકરણો અને પાત્રા રંગવા માટેના I ડબા વિગેરે લાવી આપ્યા ન હતા, છતાં લાવી આપ્યા એમ જણાવી ખોટાં બિલ રજૂ કરી આ પૈસા બનાવ્યા Tહતા. આની જાણ ભગુભાઈ શેઠને થઈ. તે વખતે ભગુભાઈ શેઠની પેઢીમાં વારી હતી. (પેઢીમાં છ-છI
મહિના માટે ટ્રસ્ટીઓમાંથી બે ટ્રસ્ટીઓની વારી રાખવામાં આવે છે. જે છ મહિના સુધી પેઢીનો કારોબારી સંભાળે છે). ભગુભાઈ શેઠ હરજીવન માસ્તરને બોલાવ્યા. અને ખૂબ શાંતિથી તેમને કહ્યું, “તમે જે આ [ ગોટાળો કર્યો છે તે માટે પેઢીના રિવાજ મુજબ તમારી ઉપર ફોજદારી પગલાં લેવામાં આવશે. તે ન લેવાં; i પડે માટે તમે જે બન્યું હોય તે યથાતથ્ય શાંતિથી બેસી લખીને આપો”. માસ્તરે ગભરાઈ જે રીતે તેમણે ગોટાળો કર્યો હતો તે બધું લખી આપ્યું. આ પછી ભગુભાઈએ તેમની પાસે શું મિલ્કત છે તે જાણી લીધી.1 પાલિતાણાનું ઘર વિગેરે તેમની પાસે મિલ્કત હતી. તે દ્વારા પેઢીનું લેણું વસુલ કર્યું. માસ્તરને પેઢીમાંથી છૂટી | કર્યા. એ વખતે કસ્તુરભાઈ શેઠ પરદેશ હતા. પરદેશથી આવ્યા પછી તેમણે આ વાત જાણી અને તેમના | સ્વભાવ મુજબ ફરિયાદ કરવાનું સૂચવ્યું. ભગુભાઈ શેઠે કહ્યું, “તમે કહો છે તે બરાબર છે. માસ્તરે ગલ્લાં
તલ્લાં ક્યું હોત તો ફરિયાદ જરૂર કરત. પણ મારા કહેવાથી મારા ઉપર વિશ્વાસ રાખી તેણે બધુ લખી આપ્યું jછે. માટે ફરિયાદ ન કરવી જોઈએ”. શેઠના આ કહેવાથી પેઢીએ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું.
================================ | જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય
[૧૭૫