________________
-
ભ વિભાગ - ૧૧
જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય
પ્રભુદાસભાઈ હું વિ.સં. ૧૯૭૯માં મારી ૧૪ વર્ષની વયે વિદ્યાભવનમાં દાખલ થયો. આ દાખલ થયા પહેલાં હું રત્નસાગરજી બોર્ડિંગ સૂરતમાં રહ્યો હતો. ત્યાં મેં ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. આ સંસ્થામાં એકાદ વર્ષ રહ્યો હોઇશ. ત્યાં તાવ વિગેરે આવવાના કારણે મેં આ સંસ્થા છોડી હતી. |
આ સંસ્થા છોડી ત્યારે મારી ઉંમર પ્રાયઃ ૧૧-૧૨ વર્ષની હશે. હું રણુંજ આવ્યો. ત્યાં બાલમિત્રો, i સાથે ફરવામાં, રખડવામાં ચાર-છ મહિના ગાળ્યા હશે. તે વખતે અમે દેરાસરની સામેના એક મકાનમાં Jરહેતા હતા. આ મકાન આગળથી સિદ્ધપુર વિગેરે જવા માટેના યાત્રાળુઓ પસાર થતા હતા. તેઓ કાંઈકા lખરીદ કરે તે માટે બીડીઓ, દીવાસળીની પેટી વિગેરે રાખી થોડો વખત વેચવાનું કરેલું, અને ત્યાર બાદ 1 મંગળવિજયજી મ. અમારે ત્યાં ૧૯૭૪માં ચોમાસું રહેલા તે પરિચયને કારણે હું મહેસાણા પાઠશાળામાં દાખલ થયેલો. આ મહેસાણા પાઠશાળામાં ચાર-છ મહિના રહ્યા બાદ પાટણ વિદ્યાભવનમાં દાખલ થયો.' અહીંથી જ મારી ખરી પ્રગતિનાં મંડાણ શરૂ થયાં. આ સંસ્થામાં મને બધી જાતની તાલિમ મળી. 1
કસરતમાં હું કેશવલાલ સૈના સાથે કુસ્તીનો પરિશ્રમ કરતો. પાટણની વિવિધ સંસ્થાના સંમેલનમાં. વખ્તત્વ હરિફાઈમાં ભાગ લેતો હતો. વ્યાયામની હરીફાઈમાં, દોડની હરીફાઈમાં હું જોડાતો. આ સંસ્થામાં | સર્વોતમુખી વિકાસની પ્રક્રિયા હતી. જેને લઈ ઉદ્યોગમાં શીવણકામ શીખ્યો. ધાર્મિક શિક્ષણમાં પ્રતિક્રમણ, Tચાર પ્રકરણ, કર્મગ્રંથ, પંચસંગ્રહ વિગેરેનો ધાર્મિક અભ્યાસ કર્યો. સંસ્કૃતમાં માર્ગોપદેશિકા, દક્ષિણામૂર્તિનાં 1સંસ્કૃત પ્રથમ પુસ્તક, દ્વિતીય પુસ્તક, લઘુવૃત્તિ, હરસૌભાગ્ય, મુદ્રારાક્ષસ વિગેરે ગ્રંથો ભણ્યો. વ્યવહારિકા ક્ષેત્રનાં અભ્યાસમાં કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનાં વ્યાકરણનો પહેલો. બીજો અને ત્રીજો ભાગ હિમાલયનો! પ્રવાસ, પિંગળનો અભ્યાસ, વિગેરે, ઇંગ્લિશના અભ્યાસમાં નેપોલિયન બોનાપાર્ટ, ગોલ્ડન ડિડઝ અને પાઠમાળા વિગેરેનો અભ્યાસ કર્યો.
અહીં બધા સારા વિદ્વાનો ઉચ્ચ કોટિના આચાર્ય ભગવંતો અને રાજદ્વારી પુરુષોનો પરિચય અને =============================== | ૧૭૨] .
( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા