________________
આ પછી સાગરજી મ. જૈન સોસાયટીમાં મણિલાલ સુરચંદના સુમતિવીલા બંગલે આવ્યા. ત્યારે। તેમને મળવા બાપાલાલ વિગેરે તોફાનીઓ ગયા, અને કહ્યું કે ‘‘માણેકબેન બોલ્યા તેનો વિરોધ થવો જોઈએ”. સાગરજી મ. મક્કમ હતાં. તેમણે કહ્યું કોઈ વિરોધની જરૂર નથી. ગરબડ કરો નહિ. ચાલ્યા
જાઓ’'.
આ પછી સાગરજી મહારાજે માણેકબેન તથા ઇન્દુમતી બેનને બોલાવ્યા. તેમણે કહ્યું કે “કાંઈ| મનમાં લેશો નહિ”. માણેકબેને કહ્યું, “મને જૈન સમાજનાં સર્કલનો પરિચય નથી. આ લખેલું ભાષણ મારે ! મફતલાલને વંચાવવાનું હતું. પણ ઠેઠ સુધી બન્યું નહિ. મારી ઇચ્છા કોઈનું મન દુભવવાની હતી જ નહિ. મને ખબર હોત કે મારા આ બોલવાથી કોઈનું મન દુભાય છે તો હું આ બોલત જ નહિ. ઇન્દુમતી અને ફૂલચંદભાઈએ મારા બોલવાનું લખાણ તૈયાર કરેલું. મને તો આની કાંઈ સમજણ જ નથી'. સાગરજી મહારાજે આશ્વાસન આપ્યું અને કહ્યું, “કશો વાંધો નથી. તમે મનમાં કશું લાવશો નહિ.'
રાજનગર ઇંનામી પરીક્ષા]
I
'
[૧૭૧