________________
સિાથે કાંતિલાલ ચુનીલાલ ભળ્યા. તેમણે કલ્યાણકની વાત જારી રાખી સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. હું કોઈj રીતે કબૂલ ન થયો. છેવટે મેં એમને કહ્યું કે તમે મહારાજશ્રી પાસે કેવો પટ્ટક કરવો છે તે લખાવી લાવો પછી. આપણે વિચાર કરીએ. બીજે દિવસે તેઓ એટલે કાંતિલાલ ચુનીલાલ પટ્ટકનો મુસદ્દો તૈયાર કરાવી લાવ્યા. તેમાં એવી ઘણી વાતો હતી કે જે અમારા પક્ષને કબૂલ ન થાય. તેથી તેમાં અમે સુધારા કરી તે પટ્ટક પાછો : આપ્યો. બીજે દિવસે કેટલાક સુધારા એમને એમ રાખી પટ્ટક સુધારી લઈ આવ્યા. આમાં મારા તરફથી મેં 1 ત્રણ મુદ્દાઓ સુધારવાનું સૂચવ્યું. એ પટ્ટકમાં ક્ષયે પૂર્વા અને ઉદયમિ0થી એક પક્ષ કરતો હતો તે કાઢી | Iનાખવાનું અને ભવિષ્યમાં શાસ્ત્રાનુલક્ષી પરંપરાથી ફેર કરી શકાય તેને બદલે માત્ર પરંપરાથી એ શબ્દ | Jરાખવાનું મેં સૂચવ્યું. અને જણાવ્યું કે બીજું કાંઈ લખવાની જરૂર નથી. અમે બધા સાપેક્ષભાવે કરીએ છીએ! પણ સંઘની શાંતિ ખાતર આ પ્રમાણે કરીએ છીએ. મારા ત્રણ સુધારા એમને કબૂલ ન થયા. એટલે મેં કેવો ! પટ્ટક કરવો તે દેવેન્દ્ર સાગર સૂરિ મહારાજશ્રીની સહીથી મોકલી આપ્યો. અને તેમનો લખેલો પટ્ટક મારી પાસે રાખ્યો. દેવેન્દ્ર સાગર સૂરિ મ. નો પટ્ટક તેમને કોઈ રીતે કબૂલ થાય તેમ ન હતો. આમ આ વાત ખોરંભે પં Jપડી.
(૨૪) આચાર્ય વિજય રામચંદ્રસૂરિ સાથેની મારી વાતચીતથી પડી ભાંગી તેવી વાત સમાજમાં પ્રસરી અને એમ ફેલાયું કે મહારાજશ્રીની પ્રારંભમાં પાંચમની સંવત્સરીની વાત હતી. પણ તે બરાબર નહિ લાગવાથી તે પડતી મૂકી અને ભા.સુ. પની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવાની વાતમાં તેમની સંમતિ હતી, પણ સાથે 1 પંચાંગની ઉદયતિથિએ કલ્યાણક કરવાની વાતનો તેમનો આગ્રહ હોવાથી આ વાત આગળ ચાલી નહીં. વાત | પડતી મૂકાઈ. . પરંતુ ભુવનભાનુસૂરિની ઇચ્છા આ વાત કોઈ પણ રીતે પડતી મૂકાય તેમ ન હોવાથી મને ફરી મુંબઈ બોલાવ્યો. હું એમને મુંબઈ મળ્યો અને આ વાત આગળ ચલાવવામાં તેમની પ્રેરણાથી રજનીકાંત દેવડી, પ્રાણલાલ દોશી અને હિમ્મતભાઈ વધુ સક્રિય બન્યા. તેમણે મને કહ્યું: “આ બધી વાતો અમારા બે તિથિ 1 પક્ષવાળા તરફથી થાય છે. તમારા એક તિથિ પક્ષવાળા તરફથી કોઈ હિલચાલ જ નથી. માટે તમારા તરફથી | Iકોઈ પ્રયત્ન થવો જોઈએ. આના અનુસંધાનમાં બે પટ્ટક તેમના શિષ્યના હસ્તાક્ષરમાં કરાવ્યા. એક પટ્ટકમાં! .ભા. સુ. પની ક્ષયવૃદ્ધિએ ભા. સુ. ૬ ની ક્ષયવૃદ્ધિ કરવાની, બારપર્વ અખંડ રાખવાની અને કલ્યાણક! તિથિઓ પૂર્વવત્ રાખવાની વાત હતી. અને બીજા પટ્ટકમાં ભા. સુ. પાંચમે સંવત્સરી કરવાની, બારપર્વી ; અખંડ રાખવાની અને કલ્યાણક તિથિઓ અખંડ રાખવાની વાત હતી.
આ બંને પટ્ટકમાં અમારા એટલે એક તિથિ પક્ષના આચાર્યોની સહી લેવાનું કામ ઉપાડવા મને ! જણાવ્યું. અને તે માટે તે વખતે મુંબઈ શાંતાકુઝના જૈન ઉપાશ્રયમાં બિરાજતા ડહેલાવાળા પૂ. આ. રામસૂરિની! સહીથી ચાલુ કરવાનું સૂચવ્યું. બે તિથિ પક્ષના આચાર્યો પાસેથી સહી કરાવવાનું કામ તેમણે માથે રાખ્યું. '
આ મુજબ તથા રજનીકાંત દેવંડી શાંતાક્રુઝના ઉપાશ્રયે ગયા. રામસૂરિ મહારાજ સાથે ખૂબ ચર્ચા વાતચીત કરી પણ તે કબૂલ થયા નહિ, અને જણાવ્યું કે આપણે શી જરૂર છે? આમ છતાં અમે ખૂબ ખૂબT આગ્રહ રાખ્યો ત્યારે છેવટે અનિચ્છાએ બંને પટ્ટક ઉપર તેમણે સહી કરી આપી. આ બંને પટ્ટક ઉપરની સહી!
=============================== તિથિ ચર્ચા]
[૯૭